SURAT

પાંડેસરામાં યુવકની સામાન્ય ઝઘડામાં જાહેરમાં લાકડાના ફટકા મારી હત્યા કરાઇ

સુરત: શહેરના પાંડેસરા (Pandesara) વિસ્તારમાં બુધવારની મોડી રાત્રે નજીવી બાબતે એક યુ.પીના (U.P) વતનીની હત્યા (Murder) કરાઇ હતી. હત્યાનું કોઇ સ્પષ્ટ કારણ (Resion) સામે આવ્યું નથી પરંતુ મૃતકના (Died) પિતરાઇ ભાઇના (Cousin Brother) જણાવ્યા મુજબ આ હત્યા (Murder) નજીવી બાબતે કરવામાં આવી હતી. તેમજ હત્યારાઓ મૃતકને ગંભીર રીતે ઘાયલ (Injured) કરી નાસી ગયા હતાં. ત્યાર બાદ યુવકને હોસ્પિટલ (Hospital) ખસેડાતા ફરજ પરના તબીબે તેને મૃત (Died) જાહેર કર્યો હતો.

  • પાંડેસરામાં નજીવી બાબતે થયેલી મારામારીમાં એક યુવકની હત્યા કરાઇ
  • યુવકની જાહેરમાં લાકડાના ફટકા મારી હત્યા કરાતા આખા વિસ્તારમાં ભયનો માહોલ
  • મૃતકના પિતરાઇ ભાઇના ભાઇએ આપી ઘટનાની માહિતી
  • ઘટનાનું કારણ હજી સુધી અસ્પષ્ટ

પ્રાપ્ત વિગતો મુજબ પાંડેસરામાં ગત મોડી રાત્રે નજીવી બાબતે થયેલી મારામારીમાં એક યુવકની હત્યા કરી દેવાઇ હતી. યુવકની જાહેરમાં લાકડાના ફટકા મારી હત્યા કરાતા આખા વિસ્તારમાં ભયનો માહોલ ઉભો થયો હતો. તેમજ મરનાર યુવક 35 વર્ષીય રામુકુમાર વર્મા હોવાનું સામે આવ્યું હતું. હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. પરંતુ હત્યા પાછળનું કોઇ સ્ષ્ટ કારણ સામે આવ્યું નથી.

મૃતકના પિતરાઈ ભાઈ ચેતરામએ જણાવ્યું હતું રામુકુમાર વર્મા મૂળ યુપીના રહેવાસી હતા. તેમજ પત્ની અને 8 વર્ષના પુત્ર સાથે સુરતમાં રહેતા હતા. ઘટના બુધવારની રાત્રે 10:30 વાગ્યાની આસપાસ મારુતિ નગરમાં બની હતી. કેટલાક અજાણ્યા ઈસમોએ રામુને નજીવી બાબતે જાહેરમાં લાકડાના ફટકા મારી ઘાયલ કરી દીધો હતો. ત્યાર બાદ તેને સિવિલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં રામુને મૃત જાહેર કરાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

સમગ્ર મામલે લોકોએ જણાવ્યું હતું કે સામાન્ય ઝગડો થતા હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ હત્યારા ભાગી ગયા હતા. તેમજ જાહેરમાં થેયેલી હત્યા બાદ પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અગાઉ 31મી ડિસેમ્બરે ત્રણે યુવકની હત્યા કરી હતી
31મી ડિસેમ્બરના રાત્રિના સમય દરમિયાન નવાગામ ડીંડોલી ખાતે આવેલા રેલ્વે ટ્રેક નજીકથી રાજા નામના યુવકની લાશ મળી હતી. ડીંડોલી પોલીસે લાશનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી તપાસ હાથ ધરી હતી. દરમિયાન તપાસમાં એવી વિગતો જાણવા મળી હતી કે લાશ રાજા નામના યુવકની હતી. તેમજ તેની હત્યા કરાઈ છે. હત્યારા નવાગામ ડીંડોલીમાં ફરી રહ્યા છે.

સમગ્ર મામલે ચોક્કસ બાતમીના આધારે ડીંડોલી પોલીસની ટીમે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં મુખ્ય આરોપી ઉદય ઉર્ફે ગોલુ વાસુદેવ પાટીલ, શ્રવણ ઉર્ફે રાહુલ રાજકુમાર ઉમરવેશ અને હિમાંશુ ઉર્ફે કાંચા વિજય બહાદુર મોર્યાની ધરપકડ કરવામાં આવી હતી.

Most Popular

To Top