National

ધરપકડની સંભવના વચ્ચે કેજરીવાલ ગુજરાતની મુલાકાત લેશે, લોકસભા ચૂંટણીને લઇને જાહેર સભાને સંબોધશે

નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હીના (Delhi) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને (CM Arvind Kejriwal) ત્રણ સમન્સ (Summons) જારી કર્યા છે. જે બાદ આમ આદમી પાર્ટીના (AAP) નેતાઓએ પણ કેજરીવાલની ધરપકડની શક્યતા વ્યક્ત કરી છે.

દરમિયાન, સમાચાર સામે આવ્યા છે કે આમ આદમી પાર્ટીએ લોકસભા ચૂંટણીની (Loksabha Election 2024) તૈયારી શરૂ કરી દીધી છે. AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતના 3 દિવસના પ્રવાસે જઈ રહ્યા છે. તેઓ 6, 7 અને 8 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાતે જવાના છે. કેજરીવાલ ગુજરાતમાં કાર્યકર્તા સંમેલન અને જાહેર સભાને સંબોધશે.

તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈત્રા વસાવાને પણ મળશે. તમને જણાવી દઈએ કે ધારાસભ્ય ચૈત્રા વસાવા વનકર્મીઓને ધમકાવવાના કેસમાં વસાવા જેલમાં બંધ છે. અરવિંદ કેજરીવાલ ચૈત્ર વસાવાના પરિવારજનોને પણ મળી શકે છે. ગુજરાત પ્રવાસ દરમિયાન ED દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વધુ એક સમન્સ મોકલી શકે છે.

તમને જણાવી દઈએ કે દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજ અને મંત્રી આતિશીએ ગુરુવારે સવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવાની સંભાવનાને લઈને નિવેદન જારી કર્યું છે. સૌરભ ભારદ્વાજે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યું અને લખ્યું કે સાંભળવામાં આવ્યું છે કે આવતીકાલે સવારે ED મુખ્યમંત્રી કેજરીવાલના ઘરે પહોંચીને તેમની ધરપકડ કરશે.

મંત્રી આતિશીએ X પર પોસ્ટ કરીને લખ્યું કે સમાચાર આવી રહ્યા છે કે ED CM અરવિંદ કેજરીવાલની તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરી શકે છે. તમને જણાવી દઈએ કે 3 જાન્યુઆરીએ પણ સીએમ અરવિંદ કેજરીવાલ તપાસ એજન્સી સમક્ષ હાજર થયા ન હતા. તેમણે નોટિસને ગેરકાયદે ગણાવતો લેખિત જવાબ મોકલ્યો હતો.

Most Popular

To Top