Sports

માત્ર પોણા બે દિવસમાં કેપટાઉન ટેસ્ટ મેચ ખત્મ, ભારતે ઐતિહાસિક જીત મેળવી

કેપટાઉન: કેપટાઉનમાં (CapeTownTest) ભારતીય ક્રિકેટ ટીમે (IndianCricketTeam) ટેસ્ટ મેચ જીતીને ઈતિહાસ રચ્યો છે. ક્રિકેટ ઈતિહાસમાં માત્ર પોણા બે દિવસમાં આ ટેસ્ટ મેચ પૂરી થઈ ગઈ છે, તે પણ એક અનોખો રેકોર્ડ બન્યો છે. માત્ર 642 બોલમાં મેચ પુરી થઈ ગઈ છે. બે દિવસની રમતમાં 33 વિકેટ પડી છે. ભારતે 79 રનના ટાર્ગેટને 3 વિકેટ ગુમાવી હાંસલ કર્યો હતો, આમ ભારતે 7 વિકેટે બીજી ટેસ્ટ મેચ જીતી ઈતિહાસ રચ્યો છે. કેપટાઉનમાં ભારતની આ પહેલી જીત છે.

દક્ષિણ આફ્રિકા-ભારત ટેસ્ટ સિરિઝની બીજી ટેસ્ટના બીજા દિવસે આજે દક્ષિણ આફ્રિકા બીજી ઈનિંગમાં 62 રન પર 3 વિકેટ સાથે રમત આગળ વધારી હતી, પરંતુ બીજા દિવસે પહેલા જ ઓવરમાં દક્ષિણ આફ્રિકાની (SouthAfrica) વિકેટ પડી હતી. આજે બુમરાહની (Bumrah) કાતિલ બોલિંગ સામે દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનો ઘૂંટણિયે પડ્યા હતા. એકમાત્ર માકરમે સદી ફટકારી હતી. દક્ષિણ આફ્રિકાની આખીય ટીમ 176 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે જીતવા માટે 79 રન બનાવવાના હતા.

ભારતના ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જ્યસ્વાલે (YashshviJaiswal) આક્રમક શરૂઆત કરી હતી. તેને મેદાનની ચારેતરફ શોટ્સ રમ્યા હતા. જ્યસ્વાલ 23 બોલમાં 28 રન બનાવી બર્જરની બોલમાં આઉટ થયો હતો. બાઉન્દ્રી પર સી ટ્રિસ્ટને તેનો કેચ પકડ્યો હતો. ત્યાર બાદ શુભમન ગિલ (ShubhmanGill) અને રોહિત શર્માએ (RohitSharma) રમત આગળ વધારી હતી, પરંતુ ગિલ પણ 10 રન બનાવી આઉટ થયો હતો. ગિલની વિકેટ પડી ત્યારે ભારતનો સ્કોર 57 રન હતો. બાદમાં કોહલી પણ 12 રન બનાવી આઉટ થઈ ગયો હતો. કેપ્ટન રોહિત શર્માએ છેલ્લા રન સુધી ધૈર્યપુર્ણ રમત દાખવી ટીમને ઐતિહાસિક જીત અપાવી હતી.

આ અગાઉ ભારતને પ્રથમ ટેસ્ટ મેચમાં એક ઈનિંગ અને 32 રને હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં તેના માટે આ મેચ જીતવી મહત્વપૂર્ણ છે. કેપટાઉન ટેસ્ટમાં (CapeTownTest) આજે દક્ષિણ આફ્રિકાની ટીમ તેની બીજી ઇનિંગમાં ત્રણ વિકેટે 62 રન બનાવીને મેદાનમાં આવી હતી. કુલ 176 રન બનાવી દ.આફ્રિકાની ટીમ ઓલઆઉટ થઈ હતી. બુમરાહે છ વિકેટ લીધી હતી. ભારતને જીતવા માટે 79 રનનો ટાર્ગેટ મળ્યો હતો.

બીજા દિવસે પહેલાં જ ઓવરમાં વિકેટ પડી
બીજી ટેસ્ટના બીજા દિવસે આફ્રિકાને પ્રથમ ઓવરમાં જ આંચકો લાગ્યો હતો. ડેવિડ બેડિંગહામ જસપ્રિત બુમરાહની ઓવરમાં વિકેટકીપર કેએલ રાહુલના હાથે કેચ આઉટ થયો હતો. બેડિંગહામ માત્ર 11 રન બનાવી શક્યો હતો. ત્યાર બાદ બુમરાહે કાયલ વેરેનનો પણ સસ્તામાં આઉટ કર્યો હતો. વેરીનના આઉટ થવાને કારણે આફ્રિકાનો સ્કોર 5 વિકેટે 85 રન થઈ ગયો હતો. વેરીનના આઉટ થયાના થોડા સમય બાદ માર્કરામે તેની ફિફ્ટી પૂરી કરી હતી.

બુમરાહે 6 વિકેટ ઝડપી
આ તરફ બુમરાહનો કાતિલ સ્પેલ ચાલુ રહ્યો હતો. દક્ષિણ આફ્રિકાના 103ના સ્કોર પર માર્કો જેન્સેનને આઉટ કરીને બુમરાહે આફ્રિકાને છઠ્ઠુો ઝટકો આપ્યો હતો. ત્યાર બાદ બુમરાહે કેશવ મહારાજને આઉટ કરીને પોતાની 5 વિકેટ લીધી હતી. 6 વિકેટ પડ્યા બાદ એડન માર્કરામે એકલા હાથે ચાર્જ સંભાળવા સાથે તોફાની બેટિંગ શરૂ કરી હતી અને માત્ર 99 બોલમાં પોતાની સદી ફટકારી હતી. માર્કરામે 106 રન બનાવ્યા જેમાં 17 ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. માર્કરામને મોહમ્મદ સિરાજે આઉટ કર્યો હતો. સિરાજ પછી રબાડા પણ આઉટ થયો હતો.

પહેલાં દિવસે 23 વિકેટ પડી હતી
આ અગાઉ કેપટાઉન ટેસ્ટના પહેલાં દિવસની રમત બોલરોને નામ રહી હતી. ટોસ જીતીને દ.આફ્રિકાએ પહેલી બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ તે ઉંધો પડ્યો હતો. ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજના આક્રમણ સામે આફ્રિકન બેટ્સમેનો ઘૂંટણિયે પડ્યા હતા અને આખીય ટીમ 55 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જોકે, ભારતીય બેટ્સમેનો પણ સારી રમત દાખવી શક્યા ન હતા. ભારતીય ટીમ 153 પર ઓલઆઉટ થઈ હતી. એક સમયે 153 પર ભારતની 4 વિકેટ હતી અને આખીય ટીમ 153 પર ઓલઆઉટ થઈ હતી.

Most Popular

To Top