World

સાઉદી અરેબિયા વધુ ધનિક બનશે: ઇસ્લામના પવિત્ર શહેર મક્કામાં મળ્યો સોનાનો મોટો ભંડાર

ઇસ્લામ સમુદાયના પવિત્ર શહેર મક્કામાં (Makkah) સોનાનો (Gold) વિશાળ ભંડાર મળી આવ્યો છે. સાઉદી અરેબિયાએ તાજેતરમાં પવિત્ર શહેર મક્કામાં સોનાના વિશાળ ભંડારની શોધની જાહેરાત કરી છે. આ સંબંધમાં સાઉદી અધિકારીઓએ તેમની જાહેરાતમાં જણાવ્યું હતું કે મક્કા ક્ષેત્રના અલ ખુર્મા ગવર્નરેટમાં સ્થિત મન્સૂરાહ મસ્સારા સોનાની ખાણની દક્ષિણમાં 100 કિલોમીટરના અંતરે સોનાનો ભંડાર (Gold Mine) મળી આવ્યો છે.

સાઉદી અરેબિયાની ખાણકામ કંપનીએ કહ્યું છે કે આ વિસ્તારમાં સોનાના ઘણા ભંડાર મળી આવ્યા છે. આ અનામત દર્શાવે છે કે આ વિસ્તારમાં ખાણકામ માટે વ્યાપક અવકાશ છે. માડેને એક મોટો કાર્યક્રમ શરૂ કર્યો હતો અને વર્ષ 2022માં એટલે કે ગયા વર્ષે સોનાની શોધ માટે અભિયાન શરૂ કર્યું હતું. સોનાનો ભંડાર શોધવો એ આ કાર્યક્રમની પ્રારંભિક સફળતા માનવામાં આવે છે. મન્સુરાહ મસ્સારા નજીક સોનાના ભંડારની શોધને ધ્યાનમાં રાખીને માડેને વર્ષ 2024માં તેની આસપાસના વિસ્તારોમાં ડ્રિલિંગ કાર્યને વધુ વેગ આપવાનું આયોજન કર્યું છે.

માડેન મન્સુરાહ મસ્સારા ખાણ ત્યાંથી 25 કિમી ઉત્તરે જબલ અલ-ગદ્રા અને બીર અલ-તવિલા ખાતે ડ્રિલિંગ કામગીરીનું પણ સંચાલન કરે છે. આ વિસ્તારમાં ખોદકામ કરવાથી સકારાત્મક પરિણામો મળ્યા છે અને 125 કિલોમીટરના અંતરે ખોદવામાં આવે તો સોનું મળી આવે તેવી શક્યતા છે. જો આમ થશે તો સાઉદી અરેબિયામાં વિશ્વ કક્ષાનો ગોલ્ડ બેલ્ટ વિકસાવવામાં આવશે. 2023 ના અંત સુધીમાં મન્સૌરાહ મસારાની અંદાજે 7 મિલિયન ઔંસના સોનાના સંસાધનો અને પ્રતિ વર્ષ 250,000 ઔંસની ઉત્પાદન ક્ષમતા હતી.

કયો દેશ સૌથી વધુ સોનાનું ઉત્પાદન કરે છે?
એન્ટાર્કટિકા સિવાય વિશ્વમાં દરેક જગ્યાએ થોડું થોડું સોનું ઉત્પન્ન થાય છે. સૌથી વધુ સોનાનું ઉત્પાદન ચીનમાં થાય છે. વર્ષ 2022 ના ડેટા અનુસાર ચીન વિશ્વનો સૌથી મોટો સોનું ઉત્પાદક દેશ છે જે વૈશ્વિક સોનાના ઉત્પાદનના 10% ઉત્પાદન કરે છે. ચીને 2022માં 375 ટન સોનાનું ઉત્પાદન કર્યું હતું. ચીન પછી સૌથી વધુ સોનાનું ઉત્પાદન રશિયા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, અમેરિકા અને ઘાના જેવા દેશોમાં થાય છે.

Most Popular

To Top