Sports

દ.આફ્રિકા 176 પર ઓલઆઉટ, ટેસ્ટ મેચ જીતવા ભારતે બનાવવા પડશે આટલા રન

કેપટાઉન(Capetown): ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટેસ્ટ સીરીઝની (IndVsSouthAfircaTestSeries) બીજી મેચ કેપટાઉનમાં રમાઈ રહી છે. ભારતને પ્રથમ મેચમાં એક ઈનિંગ અને 32 રને હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં તેના માટે આ મેચ જીતવી મહત્વપૂર્ણ છે. કેપટાઉન ટેસ્ટમાં (CapeTownTest) આજે દક્ષિણ આફ્રિકાની ટીમ તેની બીજી ઇનિંગમાં ત્રણ વિકેટે 62 રન બનાવીને મેદાનમાં આવી હતી. કુલ 176 રન બનાવી દ.આફ્રિકાની ટીમ ઓલઆઉટ થઈ હતી. બુમરાહે છ વિકેટ લીધી હતી. ભારતને જીતવા માટે 79 રન બનાવવા પડશે.

બીજી ટેસ્ટના બીજા દિવસે આફ્રિકાને પ્રથમ ઓવરમાં જ આંચકો લાગ્યો હતો. ડેવિડ બેડિંગહામ જસપ્રિત બુમરાહની ઓવરમાં વિકેટકીપર કેએલ રાહુલના હાથે કેચ આઉટ થયો હતો. બેડિંગહામ માત્ર 11 રન બનાવી શક્યો હતો. ત્યાર બાદ બુમરાહે કાયલ વેરેનનો પણ સસ્તામાં આઉટ કર્યો હતો. વેરીનના આઉટ થવાને કારણે આફ્રિકાનો સ્કોર 5 વિકેટે 85 રન થઈ ગયો હતો. વેરીનના આઉટ થયાના થોડા સમય બાદ માર્કરામે તેની ફિફ્ટી પૂરી કરી હતી.

આ તરફ બુમરાહનો કાતિલ સ્પેલ ચાલુ રહ્યો હતો. દક્ષિણ આફ્રિકાના 103ના સ્કોર પર માર્કો જેન્સેનને આઉટ કરીને બુમરાહે આફ્રિકાને છઠ્ઠુો ઝટકો આપ્યો હતો. ત્યાર બાદ બુમરાહે કેશવ મહારાજને આઉટ કરીને પોતાની 5 વિકેટ લીધી હતી. 6 વિકેટ પડ્યા બાદ એડન માર્કરામે એકલા હાથે ચાર્જ સંભાળવા સાથે તોફાની બેટિંગ શરૂ કરી હતી અને માત્ર 99 બોલમાં પોતાની સદી ફટકારી હતી. માર્કરામે 106 રન બનાવ્યા જેમાં 17 ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. માર્કરામને મોહમ્મદ સિરાજે આઉટ કર્યો હતો. સિરાજ પછી રબાડા પણ આઉટ થયો હતો.

પહેલાં દિવસે 23 વિકેટ પડી હતી
આ અગાઉ કેપટાઉન ટેસ્ટના પહેલાં દિવસની રમત બોલરોને નામ રહી હતી. ટોસ જીતીને દ.આફ્રિકાએ પહેલી બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ તે ઉંધો પડ્યો હતો. ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજના આક્રમણ સામે આફ્રિકન બેટ્સમેનો ઘૂંટણિયે પડ્યા હતા અને આખીય ટીમ 55 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જોકે, ભારતીય બેટ્સમેનો પણ સારી રમત દાખવી શક્યા ન હતા. ભારતીય ટીમ 153 પર ઓલઆઉટ થઈ હતી. એક સમયે 153 પર ભારતની 4 વિકેટ હતી અને આખીય ટીમ 153 પર ઓલઆઉટ થઈ હતી.

Most Popular

To Top