Gujarat

અમદાવાદમાં લાગુ થયું AI સર્વેલન્સ! આમ કરનારુ દેશનું પ્રથમ શહેર બન્યું

અમદાવાદ: નવા વર્ષની શરૂઆત સાથે જ અમદાવાદ (Ahmedabad) શહેરે એક નવી સિદ્ધિ હાંસલ કરી છે. અમદાવાદ માત્ર ગુજરાત (Gujarat) જ નહિ પરંતુ દેશનું (India) પહેલું એવું શહેર બન્યું છે કે જ્યાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા આખા શહેરમાં દેખરેખ રાખવામાં આવશે. જો કે અત્યાર સુધી આખા દેશમાં એવી કોઇ સીટિ નથી બની કે જ્યાં એઆઇ દ્વારા શહેર પર નજર રાખવામાં આવે, પરંતુ અમદાવાદે આ કારનામું પણ કરી બતાવ્યું છે.

AI સર્વેલન્સની (AI surveillance) મદદથી અમદાવાદ શેહરના ખૂણે-ખૂણે બાજ નજર રાખવામાં આવશે. એટલું જ નહિ તેની મદદથી શહેરમાં થતા નાના-મોટા ગુનાઓ ગણતરીના કલાકો કે ટૂંક સમયમાં ઉકેલાઇ શકાશે. જેનાથી અમદાવાદ પોલીસ તેમજ સામાન્ય નાગરિકોને પણ ઘણા લાભ થશે. અમદાવાદામં રખડતાં ઢોરોની સમસ્યાથી તંત્ર તેમજ સામન્ય નાગરિકો પણ હેરાન થયા હતા. જો કે હવે AI સર્વેલન્સના ઉપયોગથી તેના ત્રાસમાંથી પણ મુક્તિ મળશે. આ સાથે શહેરની અન્ય સમસ્યાઓ જેવી કે ગંદકી, ટ્રાફિક નિયમોનું પાલન તેમજ ગમે ત્યાં પાર્કિંગની સમસ્યાનો પણ અંત આવશે.

વધુમાં AIથી દેખરેખ રાખવા માટે પાલડીમાં અત્યાધુનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-સક્ષમ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર બનાવવામાં આવ્યું છે. જ્યાં એક મોટી સ્ક્રીન લગાડવામાં આવી છે. જેમાં અમદાવાદ સાથે તેની આસપાસના 460 ચો.કિમીના અંતરના વિસ્તારો પર નજર રાખી શકાશે.

AI સર્વેલન્સ શેના પર નજર રાખશે?

  • શહેરના ટ્રાફિકજામની સમસ્યા
  • ગંદકી રોકવા
  • ગુનેગારોને પકડવા
  • રખડતાં ઢોર પર નિયંત્રણ
  • શંકાસ્પદ ગતિવિધિને અટકાવવી
  • ગમે ત્યાં પાર્કિંગની સમસ્યા

AI સર્વેલન્સએ અત્યંત આધુનિક પ્રણાલી છે. આ સિસ્ટમમાં લાઇવ ડ્રોન ફૂટેજ, ટ્રાફિક સિગ્નલ અને બસોમાંથી કેમેરા ફીડનો ઉપયોગ કરવામાં આવશે. જેના દ્વારા સમગ્ર શહેરની તમામ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવશે. 

Most Popular

To Top