Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા તા.22
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નવસારીથી ગુજરાતમાં દિલ્હી મુંબઈ ગ્રીન એક્સપ્રેસવેના વડોદરા થી ભરૂચ સુધીમાં ૮૭ કિલોમીટર લાંબા ત્રણ પેકેજ રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. જે વડોદરામાં મુખ્ય લોજિસ્ટિક્સ હબને જોડશે. જેના પરિણામે ભરૂચ અને અંકલેશ્વર વિસ્તારમાં નોંધપાત્ર આર્થિક વિકાસ થશે.
રાજ્યના વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના ત્રણ ભાગોનું નિર્માણકાર્ય પૂર્ણ થયું છે. એમાં પહેલો ભાગ, ૩૧ કિમી લાંબો મનુબરથી સાંપાનો છે. જેને રૂ.૨૪૦૦ કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. આ જ રીતે, બીજો ભાગ લગભગ ૩૨ કિમી લાંબો સાંપાથી પાદરાનો છે. જેને રૂ.૩૨૦૦ કરોડથી વધુના ખર્ચે અને ત્રીજો ભાગ ૨૩ કિમી લાંબો પાદરાથી વડોદરાનો છે. જેને રૂ.૪૩૦૦ કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. આ રીતે રૂ.૧૦ હજાર કરોડથી વધુના NHAIના ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ વડાપ્રધાને ગુરુવારે જનતાને સમર્પિત કર્યા હતા. સમગ્ર એક્સપ્રેસ-વેનો એક હિસ્સો વડોદરા-ભરૂચનો ૮૭ કિલોમીટરનો વિસ્તારનું બાંધકામ પૂર્ણ થતાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જનતાને સમર્પિત કર્યો હતો. આગામી સમયમાં મુંબઈ સુધીનો બાકીનો હિસ્સો ઝડપભેર પૂર્ણ કરવામાં આવશે. જેનાથી વડોદરાથી મુંબઈ માત્ર સાડા ત્રણ કલાકમાં પહોંચી જવાશે. આ નવા એક્સપ્રેસ-વે નું સંપૂર્ણ કામ પૂર્ણ થશે. ત્યારે દિલ્હી અને મુંબઈ વચ્ચેનો મુસાફરીનો સમય લગભગ ૨૪ કલાકથી ઘટીને ૧૨ કલાક થવાની ધારણા છે એટલે ૫૦ ટકા જેટલી સમયની બચત થશે.

To Top