Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: સુરતના (Surat) ઉન વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક સસ્પેન્ડેડ પોલીસે (Suspended Police) રોષે ભરાએ એક વ્યક્તિને છાતી પર મુક્કા મારતા લિવર અને કિડની ફાટી ગયા હતા. જેના કારણે તે વ્યક્તિનું મોત (Death) નીપજ્યું છે. સસ્પેન્ડેડ પોલીસ રોનક હિરાણીએ ફેસબુક (Facebook) પર મૃતકના વેવાણને લઈને પોસ્ટ લખી હતી. જેથી મૃતક વ્યક્તિ અને તેનો દીકરો બંને સમજાવવા માટે સસ્પેન્ડેડ પોલીસના ઘરે ગયા હતા. ત્યાર બાદ આ સમગ્ર ઘટના બની હતી.

રોનક હિરાણીએ બંને સાથે ઉગ્ર શબ્દથી બોલચાલ શરૂ કરીને મૃતકની છાતીના ભાગે મુક્કા માર્યા હતા. ત્યાર બાદ મૃતક જમીન ઉપર ઢળી પડ્યો હતો. આ આક્ષેપો મૃતકના પરિજનો દ્વારા કરવામાં આવ્યો હતો. તેમજ બનાવને લઈને મૃતકના પરિવારે ફરિયાદ નોંધાવતા પોલીસે સસ્પેન્ડેડ પોલીસકર્મી વિરુદ્ધમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

શું છે સમગ્ર મામલો:
સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં વ્યક્તિ પોતાની વાત રજૂ કરી શકે છે. પરંતુ આવા કિસ્સાઓમાં ઘણી વાર માનહાની થવાના બનાવો પણ બનતા હોય છે. સુરતમાં બનેલી આ ઘટનામાં પણ ભાજપના નેતા સલીમભાઈ બગાડિયાનું મોત થયું હતું. સલીમભાઇએ માનહાની થાય તેવી પોસ્ટ ધ્યાન આવતા તેઓ સસ્પેન્ડેડ પોલીસકર્મીને આ પ્રકારની પોસ્ટ ડિલિટ કરવા માટે કહેવા માટે ગયા હતા. તેમજ અહીં બન્ને વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેમાં સસ્પેન્ડેડ પોલીસકર્મી એસએસઆઈ રોનક હીરાણી વચ્ચે ઝપાઝપી થઈ હતી. જેમાં સસ્પેન્ડેડ રોનક હીરાણીએ મારેલા મુક્કામાં ભાજપના નેતાનું મોત થયું હોવાનું કહેવાઈ રહ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ સુરતમાં ભાજપના લઘુમતી મોરચાના મહામંત્રી તરીકે ફરજ બજાવતા અને સ્ક્રેપનો ધંધો કરતા 50 વર્ષના સલીમભાઈ બગાડિયા સસ્પેન્ડેડ એએસઆઈ મુક્કો વાગતા ઢળી પડ્યા હતા અને સારવાર દરમિયાન તેમનું મોત થઈ ગયું હતું.

સલીમભાઇના પુત્રના થોડા જ સમયમાં લગ્ન યોજાવાના છે. તેમજ સસ્પેન્ડેડ પોલીસ ઓફિસરે તેમની વેવાણને મેન્શન કરીને અભદ્ર પોસ્ટ કરી હતી. જેના કારણે રોષે ભરાયેલા સલીમભાઇ પોતાની વેવાણની માનહાની થઇ હોય અને પોસ્ટ ડીલીટ કરાવવા માટે રિટાયર્ડ પોલીસ ઓફિસર હિરાણીના ઘરે ગયા હતા. જ્યા તેઓ પોતાના પુત્ર સાથે ગયા હતા. તેમજ વાતચીત દરમિયાન બંને વચ્ચે તણાવ સર્જાયો હતો. તેમજ વાતમાં ઉગ્રતા વધતા પોલીસ કર્મચારીએ મૃતક સલીમભાઇના છાતીના ભઅગે મુક્કો માર્યો હતો. જેથી તેમનું મોત થયું હતું. હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

To Top