Gujarat

લોકસભા ગુજરાતની 11 બેઠકો માટે દિલ્હીમાં રવિવારે ભાજપની મંથન મિટીંગ

ગાંધીનગર: (Gandhinagar) ગુજરાતની લોકસભાની 11 બેઠકોના ઉમેદવારોની (Candidate) પસંદગી માટે આવતીકાલે પીએમ નરેન્દ્ર મોદીની (PM Modi) ઉપસ્થિતિમાં નવી દિલ્હીમાં ભાજપની મહત્વની બેઠક યોજાશે. જેમાં ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા, કેન્દ્રિય ગૃહમંત્રી અમીત શાહ તથા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. ભાજપ તથા કોંગ્રેસની કેન્દ્રિય નેતાગીરી દ્વારા હવે ઉમેદવારોની પંસદગીની તથા તેમની જાહેરાત કરી દેવાની પ્રક્રિયા તેજ બની છે. ખૂબ નજીકના સમયમાં બંને પાર્ટી દ્વારા પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દેવાશે.

  • દિલ્હીમાં લોકસભા ગુજરાતની 11 બેઠકો માટે ભાજપની મંથન મિટીંગ
  • સુરત, વલસાડ સહિતની બેઠક પર ઉમેદવારોના નામો જાહેર થવાની શક્યતા
  • મોદીના સાબરમતી આશ્રમના કાર્યક્રમ બાદ લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે
  • મોદી, અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલની ઉપસ્થિતિમાં

ગુજરાતમાં 26 બેઠકો પૈકી ભાજપની કેન્દ્રિય નેતાગીરી દ્વારા 15 બેઠકના ઉમેદવારોની જાહેરત કરી દેવાઈ છે, જ્યારે હજુયે 11 બેઠક પર પસંદગી બાકી છે. મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ – ઈસ્ટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, સુરત અને વલસાડ બેઠકનો સમાવેશ થાય છે. આ તમામ 11 બેઠકા પર મિશ્ર નિર્ણય લેવાય તેવી સંભાવના જોવાઈ રહી છે. એટલે કે કેટલાંક સિટીંગ સાંસદોને રિપીટ કરાશે, જ્યારે કેટલાક નવા ચહેરાઓને પણ સ્થાન આપવામાં આવે તેવી સંભાવના છે.

આજે રાત્રે ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસ્થાને મહત્વની બેઠક યોજાનાર છે. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ પણ ઉપસ્થિત રહેનાર છે. જેમાં 11 બેઠકોના ઉમેદવારો અંગે ચર્ચા થશે. બીજી તરફ આજે રાત્રે નવી દિલ્હીમાં ભાજપની કોર કમિટીની પરણ મહત્વની બેઠક યોજાનાર છે. આ બેઠક બાદ આવતીકાલે પીએમ નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં મહત્વની બેઠક યોજાશે. જેમાં 11 બેઠકોના ઉમેદવારની પસંદગી અંગે આખરી નિર્ણય લેવાઈ શકે છે.

કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં ભાવનગર તથા ભરુચ બેઠક પર ગઠબંધન કરાયું છે. જેમાં આપ દ્વારા ચૈતર વસાવાને ભરૂચ તથા ભાવનગર બેઠક પર ઉમેશ મકવાણાને ટિકીટ આપી દેવાઈ છે. ખાસ કરીને ભરૂચમાં ચૈતર વસાવાને ટિકિટ અપાતા, કોંગ્રેસની ભરૂચની નેતાગીરીમાં નારાજગી જોવા મળી રહી છે. હવે કોંગ્રેસને ૨૬ લોકસભા બેઠકોમાંથી ૨૪ ઉમેદવારોની જાહેરાત કરવાની બાકી છે. જ્યારે ભાજપની નેતાગીરીએ ૧૫ ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે એટલે ૧૧ ઉમેદવારોની પંસદગી કરી તેની જાહેરાત કરવાની બાકી છે. બીજી તરફ પીએમ નરેન્દ્ર મોદી આગામી ૧૨મી માર્ચે અમદાવાદમાં સાબરમતી આશ્રમના ૧૨૦૦ કરોડના ખર્ચે રિ- ડેવલોપમેન્ટ કાર્યક્રમમાં હાજરી આપશે તે પછી ગમે તે ઘડીએ કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત સહિત દેશની લોકસભાની ચૂંટણીની જાહેરાત થાય તેમ મનાય છે.

Most Popular

To Top