Vadodara

વડોદરાના જામ્બુઆ બ્રિજ પાસેથી 87.16 લાખનો વિદેશી દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો

પીસીબીની ટીમે દારૂ-બિયરનો જથ્થો અને ટ્રેલર 15 લાખ મળી 1.02 લાખનો મુદ્દામાલ કબજે કર્યો


વડોદરાના જામ્બુઆ બ્રિજ પાસેથી પીસીબી પોલીસે ટ્રેલરમાંથી 87.16 લાખનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડયો હતો. ટ્રક 15 લાખ, મોબાઇલ અને રોકડ રકમ સહિત 1.02 કરોડના મુદ્દામાલ સાથે ચાલકની ધરપકડ કરાઇ હતી. જ્યારે દારૂ મંગાવનાર અને મોકલનારને વોન્ટેડ જાહેર કર્યા છે.
નેશનલ હાઇવે 48 પરથી મોટીમાત્રામાં વિદેશી દારૂનો જથ્થો ટ્રકો તથા કન્ટેનરોમાં હેરાફેરી કરાતો હોય છે. ત્યારે આજ હાઇવે પરથી મોટી માત્રામાં પોલીસ દ્વારા દારૂનો જથ્થો ઝડપી પડાય છે. રાજસ્થાનની એક શખ્સ વિદેશી દારૂનો જથ્થો પોતાની ટ્રકમાં ભરીને નીકળ્યો છે અને નેશનલ હાઇવ પરથી પસાર થવાનો છે. તેવી બાતમી પીસીબીની ટીમને મળી હતી. જેના આધારે પીસીબીની ટીમના માણસોએ જામ્બુઆ બ્રિજ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબની દારૂ ભરેલી ટ્રેલર આવતા પીસીબીની ટીમે તેને ઉભી રખાવ્યું હતું. ત્યારે તેમાં ચાલક બેઠેલો હતો. જેથી તેને સાથે રાખીને ટ્રકમાં પાછળ તપાસ કરતા વિદેશી દારૂ ભરેલી દારૂની પેટીઓ મળી આવી હતી. પોલીસે ટ્રકમાંથી 87.16 લાખનો વિદેશી દારૂ તથા બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પીસીબીની ટીમે ટ્રેલર ચાલક લવજીતસિંગ ગરમેજસિંગ ઢિલ્લો (રહે. મુજકલા ખર્દકલાન, થાણા તથા તાલુકો પુરપુર પીલીભીત યુપી) સાથે વિદેશી દારૂ અને બિયર, ટ્રેલર 15 લાખ, રોકડ રકમ, એક મોબાઇલ સહિત 1.02 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે મનજીતસિંહ અને દારૂ મંગાવનાર શખ્સને વોન્ટેડે જાહેર કર્યા છે. આરોપી સહિત મુદ્દામાલ આગળની કાર્યવાહી માટે કપુરાઇ પોલીસને સુપ્રત કરાયો છે.

Most Popular

To Top