National

ભાજપ: યુપી-બિહારના વિધાન પરિષદના ઉમેદવારોની યાદી જાહેર, જાણો કોણ કોણ છે સામેલ

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીએ (Bharatiya Janata Party) બિહાર (Bihar) અને ઉત્તર પ્રદેશમાં (Uttar Pradesh) આગામી વિધાન પરિષદની ચૂંટણી (Legislative Council Elections) માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ સિવાય પાર્ટીએ ઝારખંડમાં (Jharkhand) રાજ્યસભાની એક સીટ માટે પોતાના ઉમેદવારનું નામ પણ જાહેર કર્યું છે.

બીજેપીએ ઝારખંડમાં રાજ્યસભાની એક સીટ માટે ડૉ. પ્રદીપ વર્માને ઉમેદવાર જાહેર કર્યા છે. જ્યારે બિહારમાં 11 સીટો માટે વિધાન પરિષદની ચૂંટણી યોજાઈ રહી છે. બિહારમાંથી ભાજપ દ્વારા જાહેર કરાયેલા નામોમાં પૂર્વ કેબિનેટ મંત્રી મંગલ પાંડે, ડો.લાલ મોહન ગુપ્તા અને અનામિકા સિંહને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. એટલે કે શાહનવાઝ હુસૈનને આ વખતે MLCની ટિકિટ આપવામાં આવી નથી.

ભાજપના યુપીના ઉમેદવારો
પાર્ટીએ યુપી માટે સાત ઉમેદવારો જાહેર કર્યા છે. જેમાં ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ મોહિત બેનીવાલનું નામ સામેલ છે. શામલી જિલ્લાના રહેવાસી મોહિત ભૂતકાળમાં પશ્ચિમ યુપીના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. આ સિવાય યુપીમાંથી ભાજપ દ્વારા જાહેર કરાયેલા નામોમાં વિજય બહાદુર પાઠક, ડૉ.મહેન્દ્ર કુમાર સિંહ, અશોક કટારિયા, ધર્મેન્દ્ર સિંહ, રામતીરથ સિંઘલ અને સંતોષ સિંહના નામ સામેલ છે.

જણાવી દઇયે કે 6 મેના રોજ મુખ્યમંત્રી નીતિશ કુમાર, રાબડી દેવી, શાહનવાઝ હુસૈન અને સંતોષ સુમન સહિત 11 એમએલસીનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. આ 11 બેઠકોમાંથી 3 બેઠકો ભાજપ પાસે છે અને કોંગ્રેસ પાસે માત્ર એક બેઠક છે. જ્યારે જેડીયુ સત્તામાં તેમજ આ પાર્ટી પાસે બેઠકોનો મોટો હિસ્સો છે. આ સિવાય એક સીટ હિન્દુસ્તાની અવમ મોરચા (HAM)ના સંસ્થાપક અને બિહારના પૂર્વ સીએમ જીતન રામ માંઝીના પુત્ર સંતોષ સુમન પાસે છે.

21 માર્ચે મતદાન થશે
પ્રાપ્ત માહિતી મુજબ બિહાર વિધાન પરિષદની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનો 11 માર્ચે અંતિમ દિવસ છે. જ્યારે 14 માર્ચે ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ છે. આ 11 બેઠકો માટે તમામ બેઠકો પર 21 માર્ચે મતદાન થશે. તેમજ તે જ દિવસે સાંજથી મતગણતરી શરૂ થશે. જે 23 માર્ચ સુધીમાં પૂર્ણ થશે.

Most Popular

To Top