Business

મંજુસરના હેડ કોન્સ્ટેબલે લાશ લેવા માટે પી.આઈ.ની ખોટી સહી અને મોબાઈલ નંબર આપી લાશ લેવાનો પ્રયત્ન કરતા વિવાદ

હોસ્પીટલમાં લાશ લેવા બાબતની કાર્યવાહીથી પોલીસ અજાણ કે કામચોરી !

આતરડાની બીમારીથી પીડાતી મહિલાનું મૃત્યુ થતા સયાજી હોસ્પીટલમાં લાશ લેવા આવ્યા હતા.

વડોદરા, તા. ૯

સાવલી ખાતે રહેતી મહિલાને લાંબા સમયથી આંતરડાની બીમારી હોવાથી સયાજી હોસ્પિટલમાં તેઓ સારવાર મેળવી રહી હતી તે દરમિયાન તેનું આજે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. નાની વયે યુવતી નું મોત થતા મંજુસર પોલીસ મથકમાં તેની એડી દાખલ કરવામાં આવી હતી. જેથી મંજુસર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ લાસ્ટનો કબજો મેળવવા માટે સયાજી હોસ્પિટલમાં આવી પહોંચ્યા હતા તે દરમિયાન તેઓ લાસ્ટ મેળવવાના નીતિ નિયમોથી વાકેફ હોય તે રીતે પોતાની જાતે જ પોલીસ મથકમાં ફરીથી ધક્કો ન ખાવો પડે તે માટે પોલીસી ઇન્સ્પેક્ટરની જાતે જ સહી કરીને તેમજ ખોટો મોબાઈલ નંબર આપીને લાશ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો જો કે આ બાબતે સયાજી હોસ્પિટલના સંચાલકોને જાણ થતા તેમના વિરુદ્ધ પોલીસ ઇન્સ્પેક્ટરને જાણ કરવામાં આવી હતી અને આ કૃત્ય બાબતે પણ જાણ કરવામાં આવી હતી.

સાવલી વિસ્તાર ના મંજુસર ખાતે રહેતા 26 વર્ષે કાજલબેન રાહુલસિંહ વાઘેલાને છેલ્લા ઘણા સમયથી આંતરડાની બીમારી હોવાથી તેઓ ગત તા.6 માર્ચ ના રોજ સયાજી હોસ્પિટલમાં સારવાર મેળવવા માટે આવ્યા હતા તેઓ નું સારવાર દરમિયાન આજે મૃત્યુ નીપજ્યું હતું જેથી મંજુસર પોલીસ લાશનો કબજો મેળવવા માટે સયાજી હોસ્પિટલમાં પહોંચી હતી પરંતુ લાશ મેળવવા માટે સૌપ્રથમ રાવપુરા પોલીસને જાણ કરવામાં આવી હતી પરંતુ રાઉપરાની હદ ન લાગવાથી તેમજ તેમનો વિસ્તાર ન હોવાથી તેમને આ બનાવવા અંગે મંજુસર પોલીસને જાણ કરી હતી જેથી મંજુસર પોલીસ ના હેડ કોન્સ્ટેબલ હરપાલ સિંહ પરમાર સયાજી હોસ્પિટલમાં લાશનો કબજો મેળવવા માટે આવી પહોંચ્યા હતા પરંતુ તેઓ સયાજી હોસ્પિટલ માં લાશ મેળવવાના જાહેરનામાથી અજાણ હોય તે રીતે પોલીસ ઇન્સ્પેક્ટર ની સહી કે સિક્કા વગર જ તેઓ આવી પહોંચ્યા હતા અને જ્યારે તેમને લખાણ પર સહી સિક્કા બાબતે પૂછતા તેઓએ જાતે જ સમય ન વેડફાય તે માટે અથવા તો કહી શકાય કે કામચોરી ના ઈરાદાથી મંજુસર ના પીઆઇ ની જાતે જ સહી કરીને તેમજ મોબાઇલ નંબર પણ ખોટો લખાવીને અન્ય કોઈ વ્યક્તિ સાથે વાતચીત કરાવીને લાશ લેવાનો પ્રયત્ન કર્યો હતો જોકે તેમના આ ખોટા પ્રયાસ વિશેની જાણ તંત્રને થઈ જતા તેમના વિરુદ્ધ તાત્કાલિક એક્શન લેવામાં આવ્યા હતા અને આ બનાવ અંગે મંજુસર પોલીસ સ્ટેશનના પીઆઈને જાણ કરવામાં આવી હતી.

Most Popular

To Top