Top News

More Posts

   The Latest

Most Popular

GANDHINAGAR : દેશના વિવિધ રાજયોમાં કોરોનાના ( CORONA) કેસો વધી જતાં પીએમ નરેન્દ્ર મોદી ( PM NARENDRA MODI ) એ યોજેલી વીડિયો કોન્ફરન્સમાં આજે ગાંધીનગરથી વિજય રૂપાણી ( VIJAY RUPANI) અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ ( NITIN PATEL) પણ જોડાયા હતા. રૂપાણીએ માસ્ક પહેરવા સહિતના પગલા કડકાઈથી લેવાશે તેમ જણાવ્યું હતું.વડાપ્રધાન મોદીએ દેશના રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે સંબંધિત રાજ્યોમાં કોરોના સંક્રમણની પરિસ્થિતી અને રાજ્ય સરકારો દ્વારા તે સંદર્ભમાં હાથ ધરાઇ રહેલા ઉપાયોની સર્વગ્રાહી સમીક્ષા વિડીયો કોન્ફરન્સથી હાથ ધરી હતી. મુખ્યમંત્રી રૂપાણી-નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન સહિતના વરિષ્ઠ સચિવો સાથે આ બેઠકમાં ગાંધીનગરથી જોડાયા હતા.

મુખ્યમંત્રીએ ગુજરાતમાં કોરોનાના હાલના વધતા કેસો સામે આરોગ્યલક્ષી પગલાંઓની વિસ્તૃત જાણકારી વડા પ્રધાન મોદીને આપી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સંક્રમણ નિયંત્રણ સામે જે મંત્ર ‘દવાઇ ભી ઔર કડાઇ ભી’ આપ્યો છે તેનો ગુજરાતમાં સુચારૂ અમલ કરીને ગુજરાત કોરોનાના વધતા કેસો સામે પણ અડગ રીતે ઓછામાં ઓછા લોકો સંક્રમિત થાય તેની તકેદારી રાખશે તેવો વિશ્વાસ રૂપાણીએ વડાપ્રધાનને આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં જે જિલ્લાઓ અને કોર્પોરેશન વિસ્તારોમાં કોવિડ કેસોની સંખ્યા વધી છે ત્યાં ધન્વંતરી રથ અને સર્વેલન્સ વધુ ઝડપથી કાર્યરત કરાયા છે. સમગ્ર રાજ્યમાં ૭૭પ ધનવંતરી રથ સેવારત છે. આ ઉપરાંત સમગ્ર રાજયમાં સમગ્ર રાજ્યમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને ફરજિયાત માસ્કના નિયમોનું કડકાઇથી પાલન કરાવીયે છીયે. એટલું જ નહિ, આ નિયમોનું પાલન નહીં કરનારા વ્યક્તિઓ પાસેથી દંડ પણ વસૂલવામાં આવે છે.
તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોના કેસોની સંખ્યા વધતાં કન્ટેનમેન્ટ ઝોન પણ વધારીને ત્યાં સર્વેલન્સ સઘન કર્યુ છે. આવા, ૩૧૪૬ કન્ટેનમેન્ટ ઝોન રાજ્યભરમાં છે અને ૪૦૦૦થી વધુ મેડિકલ ટીમની મદદથી સર્વેલન્સ હાથ ધરાઇ રહ્યું છે.

The Prime Minister, Shri Narendra Modi at the dedication of the ‘Statue of Unity’ to the Nation, on the occasion of the Rashtriya Ekta Diwas, at Kevadiya, in Narmada District of Gujarat on October 31, 2018.


વડાપ્રધાનને ગુજરાતમાં કોવિડ-19 વેકસીનેશનની વ્યાપક કામગીરીથી અવગત કરાવતાં રૂપાણીએ કહ્યું હતું કે, ગુજરાત વેક્સિનેશમાં દેશમાં અગ્રીમ હરોળમાં છે. અત્યાર સુધીમાં રર.15 લાખ વ્યક્તિઓને કોવિડ-19 વેક્સિનનો પહેલો ડોઝ અને પ.૪ર લાખને બીજો ડોઝ પણ અપાઇ ગયો છે. રાજ્યમાં હાલ રોજના સરેરાશ ૧.પ૦ લાખ લોકોનું વેકસીનેશન કરાય છે તે વધારીને સરેરાશ દરરોજ ૩ લાખ કરવા રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
રૂપાણીએ આ વીડિયો કોન્ફરન્સમાં એમ પણ જણાવ્યું હતું કે, રાજ્યના ચાર મહાનગરોમાં તા.૩૧ માર્ચ સુધી રાત્રિના ૧૦થી સવારના ૬ સુધી કર્ફયુનો અમલ કરાવાઇ રહ્યો છે. સાથોસાથ રેલ્વે સ્ટેશન, એર પોર્ટ અને રાજ્યની સરહદો સાથે જોડાયેલા માર્ગો દ્વારા ગુજરાત આવતા યાત્રિકો-વ્યક્તિઓનું સ્કિનિંગ પણ કરવામાં આવે છે અને લક્ષણો ધરાવતા લોકોના રેપીડ ટેસ્ટ કરીને તાત્કાલિક જરૂરી ઇલાજની સુવિધા આપીએ છીએ.
…………….

To Top