Entertainment

Sonam Kapoor નો પ્રેગ્નન્સી ગ્લો ચર્ચામાં: જ્વેલરી લોન્ચ ઇવેન્ટમાં ચોકલેટ-બ્રાઉન લુકે ખેંચ્યું ધ્યાન

બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂર પોતાના પ્રેગ્નન્સી સમય દરમિયાન સતત ચર્ચામાં છે. તાજેતરમાં તે Zoya Jewels ના “My Embrace” કલેકશનના લોન્ચ ઇવેન્ટમાં હાજર રહી હતી, જ્યાં તેના ફ્લોયી ચોકલેટ-બ્રાઉન આઉટફિટે સૌનું ધ્યાન ખેંચી લીધું. બેજ કાર્પેટ પર ફોટોશૂટ દરમિયાન સોનમનો પ્રેગ્નન્સી ગ્લો સ્પષ્ટ જોવા મળ્યો.ઇવેન્ટ દરમિયાન સોનમે એક ફ્લુઈડ ગાઉન પહેર્યું હતું, જે ખાસ ડિઝાઈનર Amit Aggarwal દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. આ આઉટફિટમાં ડીપ V-નેકલાઈન અને એલેગન્ટ ડ્રેપિંગ હતું, જે તેના બેબી બમ્પને સુંદર રીતે હાઈલાઈટ કરી રહ્યું હતું. ચોકલેટ-બ્રાઉન રંગ અને સોફ્ટ પ્લીટિંગના કારણે સમગ્ર લુક ખૂબ જ રોયલ અને ક્લાસી લાગતો હતો.

સોનમનો આ લુક આધુનિક ડ્રેપ અને સાડીની ફ્લુઈડિટીનો અનોખો મિશ્રણ હતો. ડ્રેસના શોલ્ડર પરથી કેપ જેવી ડ્રેપ નીચે સુધી લંબાઈને પડી રહી હતી, જેના કારણે તેની હાજરી વધુ ગ્રેસફુલ લાગી રહી હતી. સાથે જ તેણે મિનિમલ ગોલ્ડ જ્વેલરી પહેરી હતી, જેમાં હૂપ ઇયરિંગ્સ, બેંગલ્સ અને સ્ટેટમેન્ટ રિંગ્સ સામેલ હતાં. સ્લીક હેરસ્ટાઈલ અને સોફ્ટ ગ્લોઈંગ મેકઅપે તેના લુકને સંપૂર્ણ બનાવ્યો.

ઉલ્લેખનીય છે કે સોનમ કપૂરની પ્રેગ્નન્સી અંગે સપ્ટેમ્બર મહિનાથી ચર્ચાઓ ચાલી રહી હતી. ત્યારબાદ સોનમ અને તેમના પતિ Anand Ahuja એ 20 નવેમ્બરે સોશિયલ મીડિયા પર સત્તાવાર રીતે પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. “MOTHER!” શબ્દ સાથે શેર કરાયેલ પોસ્ટે ચાહકોમાં ખુશી ફેલાવી હતી. દંપતીએ જણાવ્યું હતું કે તેમનું બાળક વસંત 2026માં જન્મ લેશે. આ સાથે જ પ્રેગ્નન્સી દરમિયાન પણ સોનમ કપૂર પોતાના ફેશન સેન્સ અને સ્ટાઈલથી લોકોનું ધ્યાન ખેંચી રહી છે. દરેક ઇવેન્ટમાં તેની હાજરી ફેશન અને ગ્લેમરની નવી ચર્ચા ઊભી કરે છે.

Most Popular

To Top