Business

પૃથ્વીના નિમ્ન વાતાવરણમાં વધી રહેલા ગ્રીનહાઉસ વાયુઓને નિયંત્રણમાં લેવા માટે કઇ ટેકનોલોજીઓનો ઉપયોગ કરવાની વિચારણા ચાલી રહી છે?

પૃથ્વીના સરેરાશ તાપમાનમાં વધારો થવાથી કયા દેશોની જીવસૃષ્ટિ સામે ભય ઊભો થયો છે? પૃથ્વીના સરેરાશ તાપમાનમાં વધારો થવાથી ‘સ્મોલ આઇલેન્ડ ડેવલપિંગ સ્ટેટ્‌સ’ (વિસ્તારમાં નાના એવા ટાપુ સ્વરૂપ દેશો, સીડ્‌સ) દેશોની જીવસૃષ્ટિ સામે ભય ઊભો થયો છે. આ માટે કયું પરિબળ જવાબદાર છે? આ માટેનું કારણ એ છે કે આ દેશોનો ૩૩ % માનવ સમુદાય એવી જમીન પર વસે છે કે જમીન સમુદ્રની સપાટીથી પાંચ મીટર કરતાં પણ વધારે નીચે છે. સમુદ્રની જળસપાટી કયા કારણથી ઊંચી જઇ રહી છે? આ નાના ટાપુ સ્વરૂપ દેશોની જળસપાટી પૃથ્વીના સરેરાશ વૈશ્વિક તાપમાનમાં વધારો થવાને કારણે ઊંચી ગઇ છે. આ દેશોએ કયું સંગઠન બનાવ્યું છે? તેમણે ‘સીડ્‌સ’ (SIDS, સ્મોલ આઇલેન્ડ ડેવલપિંગ સ્ટેટ્‌સ) સંગઠન બનાવ્યું છે.

આ નાના ટાપુ સ્વરૂપ દેશો સમુદ્રથી નીચાણવાળા વિસ્તારોમાં હોઇ તેમની સામે ભય ઊભો થયો છે. આ દેશોનાં લોકો સામે કયા રોગોનો ભય છે? આ દેશોનાં લોકો સામે મેલેરિયા, ડેન્ગ્યુ અને અતિસાર જેવા રોગોનો ભય છે. આ ‘સીડ્‌સ’ના દેશો કઇ બાબતે સંમત થયા છે? આ દેશો સરેરાશ વૈશ્વિક તાપમાનને ૨ ડિગ્રી સે.ની મર્યાદામાં રાખવા બાબતે સર્વસંમત છે. પૃથ્વીના નિમ્ન વાતાવરણમાં વધી રહેલા ગ્રીનહાઉસ વાયુઓને નિયંત્રણમાં લેવા માટે કઇ ટેકનોલોજીઓનો ઉપયોગ કરવાની વિચારણા ચાલી રહી છે? પૃથ્વીના સરેરાશ તાપમાનને ૨ ડિગ્રી સે.થી વધારે વધતું અટકાવવા માટે ‘નેગેટિવ એમિશન’ ટેકનોલોજીઓનો ઉપયોગ કરવા અંગે વિચારણા ચાલી રહી છે. આ ટેકનોલોજીઓ વાતાવરણની હવામાંથી ગ્રીનહાઉસ વાયુઓને સક્રિય રીતે દૂર કરવા માટે છે. આ ટેકનોલોજીઓમાં હવાને સીધેસીધી કેપ્ચર કરવી, નવાં જંગલો ઉગાડવાની સાથે જૂનાં જંગલોનું પુન:નિર્માણ કરવું, વગેરેનો સમાવેશ થાય છે. આ ‘સીડ્‌સ’ દેશોની સંખ્યા કેટલી છે? તેમની સંખ્યા આશરે ૩૮ જેટલી છે. તો ચાલો, આ વિશેની રોમાંચક વાતોને જાણીએ!

સમુદ્રની જળસપાટી વધવાથી નાના ટાપુ સ્વરૂપ દેશોની જીવસૃષ્ટિ સામે ભય ઊભો થયો છે

નાના ટાપુ સ્વરૂપ વિકાસને આધીન દેશો (સ્મોલ આઇલેન્ડ ડેવલપિંગ સ્ટેટ્‌સ – સીડ્‌સ) પોતપોતાના બદલાયેલા હવામાન અંગે કાર્યવાહી હાથ ધરવા માટે સજજ બન્યા છે. આજકાલ સરેરાશ વૈશ્વિક તાપમાનમાં પરિવર્તન આવી રહ્યું છે. હવામાનના આવા ફેરફારોને કારણે વિશ્વના ઘણા દેશો અસરગ્રસ્ત થઇ શકે છે પણ દુનિયાનો બીજો કોઇ પણ દેશ એટલો બધો અસરગ્રસ્ત નહિ થશે જેટલા અસરગ્રસ્ત આ નાના ટાપુ સ્વરૂપ દેશો (સીડ્‌સ) થનાર છે. આ સીડ્‌સ નાના ટાપુ સ્વરૂપ વિકાસ પામી રહેલા દેશોના જળસમુદાયની આશરે ૩૩ %  વસતિ એવી જમીન પર વસે છે કે જે જમીન સમુદ્રની જળસપાટીથી પાંચ મીટર કરતાં પણ વધારે નીચે છે. ત્યાં સમુદ્રના પાણીની સપાટીમાં થતો વધારો, વાવંટોળ અને કિનારાનું ધોવાણ આ દેશોના લોકોના અને અન્ય પ્રાણીઓના અસ્તિત્વ સામે ભય ઊભો કરી શકે.

આ દેશોએ વૈશ્વિક હવામાનમાં આવી રહેલાં પરિવર્તનોની  અસરોને દૂર રાખવા માટે પેરીસ હવામાન કરારની જોગવાઇઓનું પાલન કરવાની ખાતરી આપી છે

અશ્મિ બળતણો જેવાં કે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન વગેરેના દહનને કારણે  પૃથ્વીના ક્ષોભાવરણમાં જે ગ્રીનહાઉસ પ્રદૂષક વાયુઓ કાર્બન મોનોકસાઇડ, કાર્બનડાયોકસાઇડ, સલ્ફર ડાયોકસાઇડ વગેરે જમા થઇ રહ્યો છે, તે ગ્રીનહાઉસ વાયુઓના ફકત ૧ %  વાયુઓ માટે આ નાના ટાપુ સ્વરૂપ વિકાસ પામી રહેલા દેશો (સીડ્‌સ) ના માનવ સમુદાયની પ્રવૃત્તિઓ જવાબદાર હશે, તેમ છતાં પણ વૈશ્વિક હવામાનમાં આવેલા ફેરફારોની અસરોનો સામનો કરવાનો વખત આ ‘નાના ટાપુ સ્વરૂપ દેશો’ (સીડ્‌સ)નાં લોકોએ કરવાનો આવશે. આમ હોવા છતાં પણ હવામાન પરિવર્તનને કારણે ઊભા થયેલાં આપત્તિ જોખમોને ઘટાડવા માટે અને સાતત્યપૂર્ણ વિકાસ સાધવા બાબતે આ નાના ટાપુ સ્વરૂપ દેશો (સીડ્‌સ)નાં લોકો વધારે પ્રયત્નશીલ છે.

આ દેશોનાં લોકોએ વૈશ્વિક હવામાનમાં આવી રહેલાં પરિવર્તનોની અસરોને દૂર રાખવા માટે ‘પેરીસ હવામાન કરાર’ની જોગવાઇઓનું સંપૂર્ણપણે પાલન કરવા માટેની ખાતરી પણ આપી છે. આ હેતુથી પોતાનો જેતે દેશ જે ફંડફાળો એકત્રિત કરવાની અપીલ કરે, તેમાં સહકાર આપવાની તેમણે સંમતિ પણ દર્શાવી છે.

 આમાંના ઘણા દેશો તો ‘એલાયન્સ ઓફ સ્મોલ આઇલેન્ડ ડેવલપિંગ સ્ટેટ્‌સ (AOSIDS, નાના વિકાસશીલ ટાપુ સ્વરૂપ દેશોનું જોડાણ) આ દિશામાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને વૈશ્વિક માનવ સમુદાયનો તેમને સહકાર મળી રહે, તે હેતુથી આ સંગઠનમાં સામેલ પણ થયા છે.

આ દેશોના પ્રતિનિધિઓએ તે દેશોના નાના કદના  પ્રમાણમાં ઓછા સંશોધન સ્ત્રોતો અને નિકાસના સાંકડા સ્ત્રોતો તરફ ધ્યાન દોર્યું

આ ‘સીડ્‌સ’ દેશો આગવી સામાજિક, પર્યાવરણ સંબંધી સમસ્યાઓ અને આર્થિક સંદર્ભે  ભેદ્યતા ધરાવતા દેશો છે.

વર્ષ ૨૦૧૨ ની ‘રીઓ ડી જાનેરો + ૨૦’  પરિષદમાં તેમણે તેમના જેતે દેશોના નાના કદ, તેમના પ્રમાણમાં કંઇક ઓછા સંસાધન સ્ત્રોતો, નિકાસના સાંકડા આધાર તથા દુનિયામાં વધી રહેલા પર્યાવરણસંબંધી પડકારો સામેની જેતે દેશોની ભેદ્યતા તરફ ધ્યાન દોર્યું હતું. પર્યાવરણ સંબંધી આ પડકારોમાં આજકાલ સરેરાશ વૈશ્વિક તાપમાનમાં થઇ રહેલો વધારો, આત્યંતિક હવામાનની આકરી અને વારંવાર બનતી રહેતી ઘટનાઓ અને સમુદ્રના પાણીનું લેવલ ઊંચું જવું વગેરેનો સમાવેશ થતો હતો.

આ ‘સીડ્‌સ’ ટાપુઓના લોકસમૂહ સામે નિરંતર રીતે હવામાન સંવેદનશીલ રોગોનો ભય રહેલો છે

આ દેશોના લોકસમૂહ સામે હવામાન સંવેદનશીલ રોગો, જેવા કે વેકટરફૂડ અને પ્રાણીજન્ય રોગો જેવા કે મેલેરિયા, ડેન્ગ્યુ અને ડાયરીઆ (અતિસાર)નો ભય રહેલો છે. વળી વધી રહેલું સરેરાશ વૈશ્વિક તાપમાન, આત્યંતિક હવામાનની ઘટનાઓ અને સમુદ્રનું જળસ્તર ઊંચુ જવાની ઘટનાઓ પરિસ્થિતિને વધારે વિકટ બનાવી શકે. સલામત આરોગ્યવર્ધક ખોરાકનો પુરવઠો, સ્વચ્છ પીવાલાયક પાણી અને આરોગ્ય સુવિધાઓ મેળવવાનું મુશ્કેલ બની શકે. કીરીબાતીમાં વધી રહેલા સમુદ્રના જળસ્તર અને જોર પકડી રહેલી આત્યંતિક હવામાનની ઘટનાઓએ આ દેશના અસ્તિત્વ સામે પડકાર ઊભો કર્યો છે. આ કીરીબાતી એ દક્ષિણ પશ્ચિમ પેસિફિકમાં રહેલો, પોતાનામાં ગીલબર્ટ ટાપુઓ, ધ લાઇન ટાપુઓ, ફિનિકસ ટાપુઓ અને બનાબા ટાપુને સમાવતો દેશ છે.

જેતે સંબંધિત દેશો વૈશ્વિક તાપમાનના વધારાને ૨ અંશ સેલ્સીઅસની મર્યાદામાં રાખવા માટે સંમત થયેલા છે

વધી રહેલું સરેરાશ તાપમાન અને હવામાન પરિવર્તનની બીજી આનુસંગિક અસરોએ રોગવાહક જીવડાંઓના ઉદ્‌ભવ અને વિકાસ માટે મોકળું મેદાન પૂરું પાડયું છે. મચ્છરો જેઓ મેલેરીઆ, ડેન્ગ્યુ અને ‘ઝીકા વાયરસ’ જેવા રોગ ફેલાવે છે, તેમને માટે હવામાનમાં અને સરેરાશ વૈશ્વિક તાપમાનમાં આવી રહેલા આવા ફેરફારો અનુકૂળ હોય છે. યાદ કરીએ કે વર્ષ ૨૦૧૫ ના ‘પેરીસ હવામાન કરાર’ હેઠળ જેતે સંબંધિત દેશો વૈશ્વિક તાપમાનમાં થઇ રહેલા વધારાને ૨ અંશ સેલ્સીઅસની મર્યાદામાં રાખવા માટે સંમત થયેલા છે.

પાંચ વર્ષ કે તેથી ઓછી ઉંમરનાં બાળકો આવા હવામાન સંવેદનશીલ રોગ જેવા કે મેલેરીઆ અને ડાએરીઆ (અતિસાર) સામે વધારે ભેદ્ય હોય છે. વળી ત્યાં વધી રહેલી માંગને વહોંચી વળવા માટે આરોગ્યસેવાઓને પણ વધારાનાં સંસાધનોથી સુસજજ કરવાની તાતી જરૂરિયાત છે.

પૃથ્વીના ક્ષોભાવરણમાં જમા થઇ રહેલા ગ્રીનહાઉસ વાયુઓને નિયંત્રણમાં રાખવા માટે ‘નેગેટિવ ઇમિશન’ ટેકનોલોજીઓને અપનાવી શકાય

વર્ષ ૨૦૧૮ માં નામાંકિત વિજ્ઞાન મેગેઝિન ‘નેચર’માં આજકાલ પૃથ્વીના નિમ્ન વાતાવરણમાં જમા થઇ રહેલા ગ્રીનહાઉસ વાયુઓને નિયંત્રણમાં રાખવા માટે અને સરેરાશ વૈશ્વિક તાપમાનને વધતું અટકાવવા માટે ‘નેગેટિવ ઇમિશન’ ટેકનોલોજીનો ઉપયોગ કરવાની વાત કહેવામાં આવી છે. આ ‘નેગેટીવ ઇમિશન’ ટેકનોલોજીઓ વાતાવરણની હવામાંથી ગ્રીનહાઉસ વાયુઓને સક્રિય રીતે દૂર કરવા માટે છે.

વ્યાપક રીતે જાણીતી આવી ‘નેગેટિવ ઇમિશન’ ટેકનોલોજીઓમાં હવાને સીધેસીધી કેપ્ચર કરવી, આલ્કલાઇનીટી વધારવા માટે વાદળાંઓને ટ્રીટમેન્ટ આપવી, નવાં જંગલોને ઉગાડવાં અને જૂનાં જંગલોનું પુન:નિર્માણ કરવું, જમીનના કાર્બનને અલગ કરવા માટે બાયોમાસ (જૈવદ્રવ્ય) સહિતનાં મકાનો બનાવવાં વગેરે છે. એમ માનવામાં આવે છે કે હવામાનનાં પરિવર્તનો માટે જવાબદાર એવા કાર્બન ડાયોકસાઇડના ઇમિશનોને ઓછા કરવામાં આ ‘નેગેટિવ ઇમિશન’ ટેકનોલોજીઓ મદદરૂપ થશે. આવાં એકમોમાં વહેતા ગેસના પ્રવાહોમાંથી કાર્બન ડાયોકસાઇડને અલગ કરવામાં આવે છે. કાર્બન ડાયોકસાઇડના ભોંયતળિયે સંગ્રહ વિશે પણ વિચાર કરવામાં આવે છે, પણ આમાં ભૌગોલિક મર્યાદાઓનો પ્રવેશ થાય છે.

Most Popular

To Top