સુરત: કોટન યાર્ન અને સિન્થેટીક યાર્ન પરનો જીએસટી (GST) દર જુદો જુદો હોવાથી સ્પિનર્સોએ SRTEPCના માધ્યથી કેન્દ્રના ટેક્સટાઇલ અને વાણિજ્ય મંત્રાલય (Ministry...
સુરત: શહેરની વીર નર્મદ યુનિ. (Vnsgu)માં કાયદાની ઉપરવટ ચાલી રહેલા વહીવટનો આજે વધુ એક દાખલો બહાર આવ્યો છે. વિપક્ષી સભ્ય ભાવેશ રબારી...
સુરત: દેશભરમાં મહાવેક્સિનેશન અભિયાન (Vaccination campaign)ની શરૂઆત 21 જુનથી થઈ ચૂકી છે. વેક્સિન મુકાવવા માટે હવે ઓનલાઈન રજિસ્ટ્રેશનની જરૂર રહી નથી. લોકો...
દહેરાદૂન:આયુર્વેદ (Ayurveda) વિરુદ્ધ એલોપથીની ચર્ચાએ એક નવો વળાંક લઈ લીધો છે. હવે ઉત્તરાખંડ (Uttrakhand) સરકારે આયુર્વેદિક ડૉક્ટરો (Doctors) ને કટોકટીમાં દર્દીઓ માટે...
સુરત સહિત રાજયના 14 આદિવાસી જિલ્લાઓમાં વનબંધુ ખેડૂતોને રાજય સરકાર દ્વારા 31 કરોડના ખર્ચે ખાતર-બિયારણ ટૂલ કિટ સહાયનો લાભ આ વર્ષે આપવાનો...
ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા કેન્દ્રિય ગૃહ પ્રધાન અમીત શાહે ગાંધીનગર લોકસભા મતક્ષેત્રમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમને સમાંતર નારણપુરા,...
કેન્દ્રિય ગૃહ પ્રધાન અમીત શાહની ગુજરાત મુલાકાત દરમ્યાન પ્રદેશ ભાજપના પ્રમુખ સી. આર. પાટીલને સાવ અળગા રાખવામાં આવ્યા હાત. જેના પગલે ભાજપમાં...
રાજયમાં આગામી સપ્તાહે વરસાદની સંભાવના નહીંવત જોવા મળી રહી છે. સેટેલાઈટની મદદ વડે હવામાન વિભાગના નિષ્ણાંતોએ સરકારને આ જાણકારી આપી છે. રાજયમાં...
રાજ્યમાં કોરોનાના નવા કેસની સંખ્યા ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે રાજ્યમાં નવા 135 કેસ નોંધાયા છે. જ્યારે આજે વધુ અમદાવાદ મનપા, આણંદ...
સુરત: ઓલપાડના (Olpad) અટોદરા પાટિયા નજીક ગત તા.10મી જૂનના રોજ રોડ ઉપર દોડતી બે ફોર વ્હીલ કારના ચાલકો વચ્ચે કાર ઓવરટેક (Car...
ભરૂચ: (Bharuch) ભરૂચ જિલ્લાનાં 8 પોલીસ (Police) સ્ટેશનમાં હાલની કામગીરી અને વહીવટી કારણોસર જિલ્લા પોલીસ વડાએ 43 પોલીસ કર્મચારીઓની તાત્કાલિક અસરથી હેડ...
આપણામાંના ઘણા ઓનલાઇન શોપિંગ (Online shopping) સાઇટ્સ પર જઈએ છીએ અને જો આપણી પાસે ફાજલ ક્ષણોમાં મોબાઈલ ફોન હોય તો વિંડો શોપિંગ...
લોક જનશક્તિ પાર્ટી (LJP)માં વિરામ બાદ ચિરાગ પાસવાન (Chirag paswan) પ્રથમ વખત ભાજપ (BJP)ના વલણ પર ખુલ્લેઆમ બોલ્યા છે. ચિરાગ પાસવાને કહ્યું છે...
સુરત: હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર સિસ્ટમને કારણે યુપી, બિહાર સહિતના રાજ્યોમાં ચોમાસુ જામ્યું છે. પરંતુ હવે ત્યાં...
કોરોના વાયરસ (Corona virus)ની ધીમી પડી રહેલી બીજી લહેર (Second wave) વચ્ચે સરકારે રસીકરણ (Vaccination)ની ગતિ વધારવાની જાહેરાત કરી હતી. હવે રસીકરણની ગતિ...
નવી દિલ્હી: માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર, મુલતાન સુલતાન વીરેન્દ્ર સેહવાગ, ઓલરાઉન્ડર સુરેશ રૈના … આ એવા ક્રિકેટરો (Cricketer) ના નામ છે જેમણે...
સુરત: (Surat) ગયા વર્ષે સુમુલ ડેરીના (sumul Dairy) ચૂંટણી વખતે સુમુલ ડેરીના વર્તમાન ચેરમેન માનસિંહ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી રિજનલ...
ગાંધીનગર : ડીગ્રી એન્જિનિયરિંગ (Engineering), ડીગ્રી/ડિપ્લોમા ફાર્મસી (Degree diploma pharmacy) અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજકેટ...
નવી દિલ્હીઃ જાણીતી અભિનેત્રી (Actress) અને તૃણમૂલ કોંગ્રેસની સાંસદ (TMC MP) નુસરત જહાં (Nushrat jaha)ની મુશ્કેલી વધી શકે છે. ભાજપ સાંસદ (BJP MP)...
સુરત: (Surat) રવિવારે મોડી રાત્રે શહેરના ભેસ્તાન વિસ્તારમાં જીઆવ રોડ પર મનપા (Municipal Corporation) દ્વારા નિર્મિત આવાસમાં નિદ્રાધીન ખાંડે પરિવાર પર સીલિંગના...
ભારતની દેશી કોરોના રસી (India’s own vaccine) કોવેક્સિન (Covaxin)ને લગતા મોટા સમાચાર સામે આવ્યા છે. ત્રીજા તબક્કાના અજમાયશ (third faze trial) ડેટામાં, તે...
ઉત્તર પ્રદેશ (UP)ની રાજધાની (POLITICS) લખનૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી યોગી (CM YOGI) આદિત્યનાથ સાડા ચાર વર્ષમાં પહેલીવાર...
ગાંધીનગર: (Gandhinagar) ગુજરાતમાં આગામી દિવસોમાં ઇલેક્ટ્રિક વ્હીકલનો (Electric Vehicle) મોટી સંખ્યામાં વપરાશ થાય અને ઇંધણની બચત તેમજ પ્રદૂષણમાં ઘટાડો થાય તે માટે રાજ્ય...
શ્રીનગર: (Shrinagar) જમ્મુ અને કાશ્મીર (Jammu kashmir) મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે 24 જૂનના રોજ થનારી પ્રાદેશિક પક્ષોની સર્વદલીય બેઠકમાં નેશનલ કોન્ફરન્સના...
રાજવી સર સયાજીરાવ ગાયકવાડે શહેરીજનોને ઘણી બધી અમૂલ્ય ભેટો આપી છે. જેમાંનું આપણું કમાટીબાગ ઍ ઍક અનોખું આભુષણ છે. કમાટીબાગમાં ઘણી બધી...
કોસંબા એ દક્ષિણ ગુજરાતના ઉત્તર ભાગમાં આવેલું એક નગર છે. આ કેન્દ્રને લાગીને પૂર્વમાં એવું કોઈ બીજું આવી સુવિધાવાળું નગર ૨૦ કિ.મી....
નડિયાદ: નડિયાદમાં રહેતી અને સિવિલ હોસ્પિટલમાં નોકરી કરતી એક પરિણીતા ઉપર તેના પતિ તેમજ સાસરીયાઓએ ખોટા આક્ષેપો મુકી નોકરી છોડાવી હતી. બાદમાં...
સુખસર: ફતેપુરા તાલુકામાં આઝાદી બાદ દાયકાઓથી પીવાના તથા સિંચાઇના પાણીની સુવિધા માટે સરકાર દ્વારા પ્રજાના કરોડો રૂપિયા ખર્ચ કરાઇ ચૂક્યા છે.તેમ છતાં...
શહેરા: શહેરા તાલુકાના મીઠાલી ગામે ખેતરમાં ગલગોટા અને અન્ય છોડની વચ્ચે ખેડૂતને ગાંજાની ખેતી કરવી ભારે પડી હતી.પોલીસ ને ખેડૂતના ખેતરમાંથી રૂપિયા...
સિંગવડ: સિંગવડ તાલુકાના મલેકપુર ગામે બારીયા ફળિયા માં એક મહિના પહેલા સરકારી હેડ પંપ સુધારવા માટે આવેલા હતા તે સમયે મલેકપુર ગામના...
પાદરાના મહલી તલાવડી પાસે મોડી રાત્રે યુવકની ચાકુના ઘા ઝીંકી હત્યા
શિનોરમાં સરકારી એસ.ટી. બસ ચાલક દ્વારા અકસ્માત, એકનું મોત
સુરતીઓ ફાર્મ હાઉસ પર થર્ટી ફર્સ્ટની પાર્ટીનું પ્લાનિંગ કરતા હોવ તો આ સમાચાર તમારા માટે છે..
અમદાવાદની શાળાઓમાં ધમકીનો ઈ-મેલ વિદેશી સર્વરથી મોકલ્યો હતો
સરકારની આંટીઘૂંટીમાં ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા: કોંગ્રેસ
ભારતી સિંહ 41 વર્ષની ઉંમરે બીજી વખત માતા બની, પુત્રને જન્મ આપ્યો
ગુનેગારોના પગ ધ્રુજી જાય તેવી કડક હાથે કાર્યવાહી કરો: હર્ષ સંઘવી
ગુજરાત દેશનું સેમીકન્ડકટર અને સોલાર હબ બનશેઃ હર્ષ સંઘવી
SIR: ચૂંટણીપંચ દ્વારા આજે ડ્રાફટ મતદાર યાદી જાહેર થશે
વકીલ અને કીમના PI પ્રવિણસિંહ જાડેજા હની ટ્રેપના ગુનામાં 3 લાખની લાંચ લેતા ઝડપાયા
રાજ્યમાં ઠંડી ઘટી, તાપમાન વધ્યું અમરેલીમાં 12.6 ડિગ્રી ઠંડી
હાલોલમાં કેરલા સમાજ દ્વારા ઐયપ્પા ઉત્સવની ભવ્ય ઉજવણી, નગરમાં નીકળી શોભાયાત્રા
દાહોદમાં પોલીસનો સપાટો : ચાર સ્થળેથી ₹4.15 લાખના માદક દ્રવ્યો અને નશા સહાયક સામગ્રી જપ્ત
UPના બાંદામાં ગાઢ ધુમ્મસ કારણે ભયાનક રોડ અકસ્માત: 2 યુવાનોના મોત, 1 ઘાયલ
દાહોદ જિલ્લામાં સાયબર ફ્રોડનો ભંડાફોડ, ₹19.44 લાખના ટ્રાન્ઝેક્શનનો ઘટસ્ફોટ
જૂની ગાડીઓના પૈસા ચૂકવ્યા છતાં ગાડી ન આપી, ₹1.98 લાખની ઠગાઈનો કેસ દાહોદમાં નોંધાયો
મલાવ ગામે પંચમહાલ એસપી ડૉ. હરેશ દુધાતનું રાત્રિ રોકાણ, ગ્રામજનો સાથે સંવાદ કરી પ્રશ્નો સાંભળ્યા
કાલોલની શાંતિનિકેતન ટ્રસ્ટમાં ઘર્ષણ, મેનેજીંગ ટ્રસ્ટી સાથે ઝપાઝપી, મામલો પોલીસ મથકે પહોંચ્યો
થાણેમાં લગ્નના રિસેપ્શન દરમિયાન હોલમાં ભીષણ આગ લાગી, 1,000થી વધુ મહેમાનો હાજર હતા
SMCએ દેલોલ–ઝાંખરીપુરા રોડ પરથી નબર પ્લેટ વગરની બે કારમાંથી ₹7.56 લાખનો દારૂ ઝડપી પાડ્યો
લીમખેડા અને સિંગવડ તાલુકામાં હડફ પ્રાદેશિક પુરવઠા યોજનાનું ₹42.12 કરોડના ખર્ચે વિસ્તરણ થશે
વડોદરા વકીલ મંડળની ચૂંટણી માટે મતદાન શરૂ, કોર્ટ સંકુલમાં ઉત્સાહનો માહોલ
અમેરિકામાં ફરી વિમાન દુર્ઘટના બની, ઉત્તર કેરોલિનામાં બિઝનેસ જેટ ક્રેશ થતાં અનેક લોકોના મોત
લગ્ન એ વ્યક્તિ સ્વાતંત્ર્યનો મૂળભૂત અધિકાર છે.એની આવી ચર્ચા શરમજનક છે
મનરેગાથી VB-G RAM G બદલાયેલું નામ કે આત્મા?
નિકાસ વૃદ્ધિનો પ્રવાહ જળવાઇ રહેવો જોઇએ
રાજસ્થાનમાં ૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ઊભી થઈ રહેલી ઇથેનોલની ફેક્ટરીનો વિરોધ
બરોડા ડેરી ‘ઠરાવ વિવાદ’: લોકશાહી ઢબે પ્રશ્નોનું નિરાકરણ લાવવા ચૂંટણી અધિકારી સક્રિય
75 મીટરના રસ્તા માટે 87 મકાનો પર તોળાતું જોખમ, પાલિકાના ગેટ પર રહીશોનો ‘હલ્લાબોલ’
“લોકોને પીવાનું પાણી નથી, અને તમારી પાસે…” પેકેજ્ડ પીવાના પાણીના મુદ્દા પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
સુરત: કોટન યાર્ન અને સિન્થેટીક યાર્ન પરનો જીએસટી (GST) દર જુદો જુદો હોવાથી સ્પિનર્સોએ SRTEPCના માધ્યથી કેન્દ્રના ટેક્સટાઇલ અને વાણિજ્ય મંત્રાલય (Ministry of textile and commerce)ને રજૂઆત કરી કાપડ ઉદ્યોગમાં એકસમાન જીએસટીનો દર રાખવા માંગ કરી છે.
કોટનયાર્ન પર 5 ટકા, સિન્થેટિક યાર્ન પર 12 અને 18 ટકાની જોગવાઇથી સ્પિનર્સોની મોટી ટેક્સ ક્રેડિટ જામ થતી હોવાની તથા છેલ્લા 4 વર્ષમાં સ્પિનર્સોને કરોડોનું નુકસાન વેઠવું પડયું હોવાની રાવ બંને મંત્રાલયો સમક્ષ કરવામાં આવી છે. એટલે કે કાપડ ઉદ્યોગમાંથી જીએસટીના દરમાં ફેરબદલની ફરી એકવાર માંગ ઉઠી છે. યાર્ન ઉત્પાદકોએ એકસમાન 5 ટકાનો દર અમલમાં મુકવા કેન્દ્રીય કાપડ અને વાણિજ્ય મંત્રાલયને રજૂઆત કરી છે. રો-મટીરીયલ્સની 18 ટકામાં ખરીદી તેમાંથી ઉત્પાદિત યાર્ન 12 ટકાના દરે વેચવાના લીધે નુકસાન થતું હોવાની યાર્ન ઉત્પાદકોની ફરિયાદ છે તે જોતો આ મામલો આગામી જીએસટી કાઉન્સિલની બેઠકમાં ઉપાડવામાં આવશે.

એક દેશ એક ટેક્સનું સ્લોગન કાપડ ઉદ્યોગમાં લાગુ થઇ શકે તેમ નથી. અત્યારે 3 પ્રકારના ટેક્સ કાર્યરત છે, કારણ કે યાર્ન ઉત્પાદકો પીટીએ, એમઈજી જેવા રો-મટિરિયલ્સ પર 18 ટકા ટેક્સ ચૂકવે છે. ત્યાર બાદ ઉત્પાદન કરેલું યાર્ન 12 ટકા ટેક્સ પર વેચે છે. આગળ વીવર્સ યાર્નમાંથી ગ્રે બનાવી તેની પર 5 ટકા જીએસટી લગાવી કાપડના વેપારીને વેચે છે. આ સમગ્ર સાંકળમાં 12 ટકામાં યાર્ન ખરીદી 5 ટકા જીએસટીમાં ગ્રે વેચનાર વીવર્સને ફરકના 7 ટકાનું રિફંડ મળે છે, પરંતુ 18 ટકામાં કાચો માલ ખરીદી યાર્ન બનાવનાર સ્પીનર્સને 12 ટકામાં યાર્ન વેચ્યા બાદ ફરકના 6 ટકાનું રિફંડ મળતું નથી.

ધી સિન્થેટીક રેયોન ટેક્સટાઈલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (SRTEPC) નેશનલ વાઈસ ચેરમેન ધીરુભાઇ શાહએ પત્રકારોને જણાવ્યું હતું કે જીએસટીની અન્યાયી જોગવાઈના લીધે સ્પીનર્સને દરમાં અંતરના લીધે ઉભી થતી ટેક્સ ક્રેડીટનું નુકસાન ઉઠાવવું પડે છે. કારણ કે જીએસટીની સિસ્ટમમાં સ્પીનર્સને રિફંડ ચૂકવવા બાબતે કોઈ જોગવાઈ નથી. માર્કેટમાં ભાવના ઉતાર-ચઢાવ, મંદી-તેજીની અસર સ્પીનર્સને પણ થતી હોય છે. વિકટ સમયમાં સ્પીનર્સ પર ઉત્પાદનનો બોજો વધી જાય છે. છેલ્લાં ચાર વર્ષમાં સ્પીનર્સે હજારો કરોડોનું નુકસાન ઉઠાવ્યું છે.
કાઉન્સિલ દ્વારા કાપડ ઉદ્યોગમાં એકસમાન કરના દર લાગુ કરવા સરકારમાં રજૂઆત કરવામાં આવી છે. અમીરો કોટનના કપડાં પહેરે છે છતાં કોટન યાર્ન પર 5 ટકા જ્યારે ગરીબો પોલિએસ્ટર ફેબ્રિક્સ પહેરે છે તેના સિન્થેટીક યાર્ન પર 18 અને 12 ટકા જેવા કરના દર અન્યાયી છે. તે દૂર કરવા માટે દેશભરના સ્પીનર્સ દ્વારા માંગણી કરવામાં આવી છે. આ બાબતે કેન્દ્ર સરકારમાં સુરતના કાપડ ઉદ્યોગના વિશાળ હિતને ધ્યાનમાં રાખી રજૂઆત કરવામાં આવી છે.