National

પોતાના જ નિવેદનમાં ફસાઈ નુસરત જહાં, લોકસભામાં શપથ દરમિયાન પોતાને પરણિત ગણાવી હતી

નવી દિલ્હીઃ જાણીતી અભિનેત્રી (Actress) અને તૃણમૂલ કોંગ્રેસની સાંસદ (TMC MP) નુસરત જહાં (Nushrat jaha)ની મુશ્કેલી વધી શકે છે. ભાજપ સાંસદ (BJP MP) સંઘમિત્રા મૌર્યએ લોકસભા અધ્યક્ષને પત્ર લખી નુસરત જહાં વિરુદ્ધ નિયમોની સાથે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

નુસરત જહાંએ લોકસભામાં શપથ (Taking oath) દરમિયાન પોતાને પરણિત ગણાવી હતી, જ્યારે હાલમાં તેણે નિવેદન આપી જણાવ્યું કે, તેના લગ્ન તો ભારતીય કાયદા પ્રમાણે કાયદેસર નથી અને તે માત્ર લિવ ઇન વિલેશનશિપમાં હતી. પત્રમાં કહેવામાં આવ્યું છે કે જો નુસરત જહાંએ લોકસભામાં શપથ દરમિયાન ખોટી જાણકારી આપી હતી તો તેના વિરુદ્ધ લોકસભાના નિયમો પ્રમાણે કાર્યવાહી થવી જોઈએ.

નુસરતે લોકસભાની શપથમાં ખોટી જાણકારી આપી : ભાજપ સાંસદ
આ વિવાદ જે પત્રથી ઉદભવ્યો છે તે લોકસભા સ્પીકરને લખવામાં આવેલા પત્રમાં ભાજપ સાંસદ સંઘમિત્રા મૌર્યએ કહ્યુ કે નુસરત જહાંએ લોકસભામાં શપથ લેવા દરમિયાન પોતાનું પૂરુ નામ નુસરત નૂરી જહાં જૈન જણાવ્યું હતું, જ્યારે તેણે મીડિયાની સામે જે ખુલાસો કર્યો તેનાથી સવાલ ઉઠી રહ્યાં છે કે તેણે લોકસભામાં શપથ લેવા દરમિયાન ખોટી જાણકારી આપી હતી કે કેમ. 

પત્રમાં તે પણ કહેવામાં આવ્યું છે કે આમ તો આ નુસરતનો અંગત મામલો છે. તે ઈચ્છે તેમ પોતાનું જીવન પસાર કરે પરંતુ લોકસભામાં આવી જો તે શપથ લેવા સમયે ખોટી જાણકારી આપે છે તો ચોક્કસપણે આ એક ગુનો છે અને આ મામલે કાર્યવાહી થવી જોઈએ. ભાજપ સાંસદ સંઘમિત્રા મૌર્યએ આ સાથે નુસરત જહાંના મામલાને એથિક્સ કમિટીની પાસે મોકલવાની માંગ કરી છે.  

સપથમાં શું બોલ્યા હતા ટીએમસી સાંસદ નુસરત જહાં?
હાલમાં જ ટીએમસી સાંસદ નુસરતે નિવેદન બહાર પાડી કહ્યું હતું કે વિદેશી ધરતી પર લગ્નને કારણે અને તુર્કી મેરેજ રેગ્યુલેશન પ્રમાણે, ભારતમાં લગ્ન અમાન્ય છે. કારણ કે આ બે અલગ ધર્મના લોકો વચ્ચે થયેલા લગ્ન છે, તેથી તેને ભારતમાં કાયદેસરની માન્યતા આપવાની જરૂર હતી, પરંતુ તે થયું નહીં. નુસરતે કહ્યું કે કાયદાની રીતે આ લગ્ન માન્ય નથી, પરંતુ એક લિવ-ઇન-રિલેશનશિપ છે. તેવામાં છુટાછેડાનો સવાલ ઉઠતો નથી.

અમે પહેલા જ અલગ થઈ ગયા હતા, પરંતુ મેં તેના પર વાત ન કરી, કારણ કે હું તેને અંગત જીવન સુધી સીમિત રાખવા ઈચ્છતી હતી. જો કે કાયદાની નજરમાં આ લગ્ન માન્ય નથી. 

Most Popular

To Top