Dakshin Gujarat

ભરૂચ જિલ્લા પોલીસ વડાએ આ કારણે 43 પોલીસ કર્મચારીઓની તાત્કાલિક હેડ ક્વાર્ટર ખાતે બદલી કરી દેતાં સોપો

ભરૂચ: (Bharuch) ભરૂચ જિલ્લાનાં 8 પોલીસ (Police) સ્ટેશનમાં હાલની કામગીરી અને વહીવટી કારણોસર જિલ્લા પોલીસ વડાએ 43 પોલીસ કર્મચારીઓની તાત્કાલિક અસરથી હેડ ક્વાર્ટર (Head Quarter) ખાતે બદલી (Transfer) કરી દેતાં સોપો પડી ગયો છે. જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા વચ્ચે એલસીબી (LCB) અને એસઓજી (SOG) પણ એક્શનમાં આવી એક બાદ એક ગુનાઓ અને કૌભાંડો (Scam) ઉજાગર કરી રહી હતી.

સ્ટેટ વિજિલન્સ દ્વારા કેમિકલ કૌભાંડ સહિત પ્રોહિબિશનના પાડેલા દરોડાઓમાં સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઇ હતી. સાથે જ હત્યા, લૂંટ, ચોરી સહિતના વધેલી ઘટનાઓને લઈ સ્થાનિક પોલીસની કામગીરી બેવડાઈ જવા સાથે અનેક સવાલો ઊભા થયા હતા. કાયદા-વ્યવસ્થાની સ્થિતિ ધ્યાને રાખી તેમજ નબળી કામગીરીને લઈ જિલ્લા પોલીસ વડા (District Police Chief) રાજેન્દ્રસિંહ ચુડાસમાએ 8 પોલીસ સ્ટેશનના 43 પોલીસ જવાનોની તાત્કાલિક અસરથી પોલીસ હેડ ક્વાર્ટરમાં બદલી કરી દીધી છે.

સાગમટે હેડ ક્વાર્ટર ખાતે મૂકી દેવાયેલા પોલીસ કર્મચારીઓમાં અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનના 13, અંકલેશ્વર રૂરલ અને બી ડિવિઝનના 9- 9, નબીપુર 4, કાવી 3, ઉમલ્લા-રાજપારડીના 2-2 અને વેડચ પોલીસ સ્ટેશનના 1 કર્મીનો સમાવેશ થાય છે. બદલી કરાયેલા પોલીસ કર્મીઓમાં મોટા ભાગના જે તે પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના (D staff) જવાનો છે.

અટોદરામાં કાર ઓવરટેક પ્રકરણ: ઇ.પીએસઆઈ અશોક મોરી અને કોન્સ્ટેબલ મુકેશ જોગરાણા સસ્પેન્ડ

સુરત: ઓલપાડના અટોદરા પાટિયા નજીક ગત તા.10મી જૂનના રોજ રોડ ઉપર દોડતી બે ફોર વ્હીલ કારના ચાલકો વચ્ચે કાર ઓવરટેક કરવા મામલે બબાલ મચી હતી. આ બબાલની ફરિયાદ નોંધાવવા ગયેલા સાંધીએર ગામના કારચાલકની ફરિયાદ નોંધવાના બદલે ઓલપાડ પીએસઆઇ અશોક મોરીએ રાજકારણીઓના ઇશારે આરોપીઓનો પક્ષ લઈ ફરિયાદી સહિત તેના પરિવારને ધમકાવ્યા હતા. આ મામલો સુરત રેન્જ આઇ.જી.ના દરબારમાં પહોંચતાં આખરે જિલ્લા પોલીસ વડાં ઉષા રાડાએ પીએસઆઇ અશોક મોરી તથા અ.હે.કો.મુકેશ જોગરાણાને સસ્પેન્ડ કરતાં ઓલપાડ પોલીસમથક ફરી પોલીસકર્મીઓ માટે ગોઝારું સાબિત થયું છે.

ફરિયાદ પાછી ખેંચાવવા પ્રયાસ થયો હતો

આ ગુનામાં ખાખી વર્દીનો દુરુપયોગ કરી ફરિયાદી પરિવાર સામે રોફ જમાવનાર પીએસઆઇ અશોક મોરીએ સસ્પેન્સનના કોરડાથી બચવા ઓલપાડ કોંગ્રેસના એક નેતાનો સહારો લઈ આહીર પરિવાર સાથે સમાધાન કરી ફરિયાદ પાછી ખેંચાવવા ખૂબ ધમપછાડા કરવા છતાં તેઓ ફાવ્યા ન હતા.

Most Popular

To Top