National

યૂપી રાજકારણ: યોગી શા માટે પહોંચ્યા ડેપ્યુટી સીએમ મોર્યના ઘરે?

ઉત્તર પ્રદેશ (UP)ની રાજધાની (POLITICS) લખનૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી યોગી (CM YOGI) આદિત્યનાથ સાડા ચાર વર્ષમાં પહેલીવાર નાયબ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્ય (DEPUTY CM MORYA) ના ઘરે પહોંચ્યા અને તેમની સાથે બપોરનું ભોજન કર્યું હતું. 

મુખ્ય પ્રધાનની સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહ-સર કાર્યવાહ કૃષ્ણ ગોપાલ, મહામંત્રી સંગઠન બી.એલ. સંતોષ સહિતની મુખ્ય સમિતિના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે યોગી ડેપ્યુટી સીએમ કેશવ મૌર્યને તેમના પુત્રના લગ્ન માટે અભિનંદન આપવા પહોંચ્યા હતા. હકીકતમાં, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યના ઘરે ભોજનનો રાજકીય અર્થ પણ કાઢવામાં આવી રહ્યો છે. આ મુલાકાત સાથે મુખ્યમંત્રી યોગી સરકાર અને સંગઠન વચ્ચે એકતાનો સંદેશ આપવા માંગે છે. ભૂતકાળમાં કેશવ મૌર્યએ નિવેદન આપ્યું હતું કે, યુપીમાં મુખ્ય પ્રધાનનો નિર્ણય ચૂંટણીઓ પછી લેવામાં આવશે, જેના આધારે રાજકીય ચર્ચાઓનો દોર શરૂ થઈ ગયો હતો અને પાર્ટી નેતૃત્વના મુદ્દા પર વિભાજિત જણાતી હતી. માટે જ આ પ્રવાસ દ્વારા યોગીએ પાર્ટીમાં એકતાનો સંદેશ આપ્યો છે.

આ અગાઉ સોમવારે પૂર્વ અમલદાર અરવિંદ કુમાર શર્માએ પણ ભાજપના પ્રદેશ પ્રમુખ સ્વતંત્ર દેવ સિંઘને પત્ર લખીને ઉપાધ્યક્ષ બનાવવા બદલ આભાર માન્યો હતો. પત્રમાં તેમણે સંદેશ આપ્યો હતો કે યુપીની ચૂંટણી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં 2022માં લડવામાં આવશે. તેમણે કહ્યું હતું કે યોગીજીના નેતૃત્વ હેઠળ, 2017 ની તુલનામાં ભાજપ આ ચૂંટણીમાં મોટી સફળતા નોંધાવશે. નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્યના ઘરે મુલાકાત કરવા વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર દ્વારા ઓલ ઈઝ વેલ”નો સંદેશ આપવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. મહત્વની વાત છે કે ભાજપે યુપીની ચૂંટણી માટે ખૂબ જોમ સાથે રણનીતિ બનાવવાની શરૂઆત કરી છે. જુલાઈથી પાર્ટી સંપૂર્ણ તૈયારી સાથે ચૂંટણીના મેદાનમાં ઉતરવાની તૈયારી કરી રહી છે.

સોમવારે કોર કમિટીએ મુખ્યમંત્રી નિવાસસ્થાને ત્રણ કલાક સુધી રણનીતિ ઉપર વિચારણા કરી હતી

સોમવારે સાંજે મુખ્યમંત્રીના નિવાસસ્થાને આશરે સાડા ત્રણ કલાક સુધી ચાલેલી ભાજપ કોર કમિટીની બેઠકમાં વિધાનસભાની ચૂંટણીની રણનીતિ ઉપર વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો અને નક્કી કરવામાં આવ્યું હતું કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં કેન્દ્રની મોદી અને યોગી સરકારના કામો ભાજપ વિકાસમાં સામેલ થશે અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને લગતા કાર્યોની મદદથી ચૂંટણીના મેદાનમાં ઉતરશે.

Most Popular

To Top