Top News

More Posts

   The Latest

Most Popular

હાલમાં શ્રીલંકાની ક્રિકેટ ટીમમાં કોરોના ફાટતાં સીરીઝ મોકૂફ રખાયાના બીજા દિવસે બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે જણાવ્યું કે શ્રીલંકામાં ભારતીય ટીમની સીરીઝ હવે ૧૮મી જુલાઈથી શરૂ થશે. આ સીરીઝમાં કુલ ૩ વન ડે અને ૩ ટી-૨૦ ઇન્ટરનેશનલ રમાશે. આ ોસીરીઝ માટે ટીમના કોચ રાહુલ ટ્રવિડ , જયારે કપ્તાન શિખર ધવન રહેશે. આ સીરીઝ માટેની ટીમમાં જૂના જોગીઓ સાથે નવા ચહેરાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

આથી શ્રીલંકાના ભૂતપૂર્વ કપ્તાન અજુઁન રણતુંગાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું કે માત્ર બ્રોડકાસ્ટીંગ અને માર્કેટિંગ રેવન્યુ કમાવવા માટે શ્રીલંકાએ ભારતની “ બી ગ્રેડ “ ટીમ બોલાવી છે. તેમનું કહેવું છે કે માત્ર પૈસા કમાવવાની લાલચે અમારે ત્યાં રમવા માટે નબળા ખેલાડીઓ મોકલ્યા છે. પણ તેમની વાતમાં સત્વ નથી. ભારતીય બેન્ચ સ્ટ્રેન્થ  પણ એટલી જ મજબૂત છે. તેથી જો ભારતીય ટીમ આ સીરીઝમાં વિજેતા થાય તો બીસીસીઆઇ વિશ્વ સમક્ષ પોતાની મજબૂત બેન્ચ સ્ટ્રેન્થનુ ઉદાહરણ સ્થાપિત કરશે એવું લખનારનું માનવું છે. સુરત     – સૃષ્ટિ કનક શાહ  -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

To Top