National

ટુર-ડિ-ફ્રાન્સ: વિશ્વની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત સાયકલ સ્પર્ધા ભારતમાં પણ યોજવામાં આવે છે

વિશ્વની અગ્રણી રમતોમાં ફુટબોલ (Football), ક્રિકેટ (Cricket) અને ટેબલ ટેનિસ બાદ હવે સાયકલિંગ (Cycling)ની રમતનો સમાવેશ કરવામાં આવી રહયો છે. આ એક એવી સ્પર્ધા છે કે, જેમાં સામાન્ય બજેટ સાથે તદ્દન સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતો યુવાન પણ તેમાં ભાગ લઈ શકે છે. સાયકલિંગ સ્પર્ધામાં આયોજનમાં કોઈ મોટી રકમનું આયોજન માટે કોઈ ખાસ ઈન્ફ્રાસ્ટ્રકચરની જરૂર પડતી નથી. સાયકલિંગ સ્પર્ધાના આયોજનમાં ફ્રાન્સ નંબર વન છે. ફ્રાન્સ (France)ના પેરિસ ખાતે દર વર્ષે સૌથી મોટી સાયકલિંગ સ્પર્ધા યોજવામાં આવે છે.

જેને ટુર-ડિ-ફ્રાન્સ (Tour-D-France) તરીકે ઓળખવામાં આવે છે. આ સ્પર્ધા વિશ્વની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત સાયકલ સ્પર્ધા છે. જેમાં વિશ્વના ઘણા બધા દેશોના સ્પર્ધકો ભાગ લે છે. આ રેસ 3414.4 કિ.મી.ની હોય છે કુલ 21 સ્ટેજમાં સ્પર્ધા યોજવામાં આવે છે.જે પૂર્ણ કરતા અંદાજે 83 થી 90 કલાકનો સમય લાગે છે. તાજેતરમાં ટુર-ડિ-ફ્રાન્સ યોજાઈ હતી. જેમાં વિશ્વના 40 દેશના 500 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને તેઓ ચેમ્પિયન બન્યો હતો. 22 વર્ષનો યુવાન યોગાકાર તે બેવાર આ સ્પર્ધા જીતી ચૂકયો છે. ફ્રાન્સ પછી સાયકલિંગની વિશ્વસ્તરીય સ્પર્ધા ચીન અને જાપાનમાં યોજવામાં આવે છે. જેમાં જાપાન ખાતેની સ્પર્ધા પણ ફ્રાન્સ જેટલી જ લોકપ્રિય બની છે. ભારતમાં ચંદિગઢ સાયકલિંગ એસોસિએશન દ્વારા વર્ષમાં બે વાર લોંગ રૂટ સાયકલિંગની સ્પર્ધા યોજવામાં આવે છે.

સ્લોવેનિયા અને યુએઈ ટીમ એમિરેટ્રસનો રાઈડર તદેજ યોગાકાર સતત બીજા વખત ટુર-ડિ-ફ્રાન્સનો ચેમ્પિયન બન્યો છે. 22 વર્ષના યોગાકારે 3414.4 કિ.મી.ની 21 સ્ટેજની રેસ 82 કલાક 56 મિનિટ અને 36 સેકન્ડમાં પૂરી કરી તે સાયક્લિંગની આ સૌથી મોટી ટુર્નામેન્ટને જીતનારો સૌથી યુવાન રાઈડર છે.ડેનમાર્કનો જોનાસ વિગગાર્ડ તેનાથી 5 મિનિટ 20 સેકન્ડ વધુ લઈને બીજા નંબરે રહયો. યોગાકારે 5મો, 17મો, અને 18મો સ્ટેજ જીત્યો હતો. બ્રિટનનો માર્ક કેવેન્ડિશ 3.37 પોઈન્ટ સાથે પોઈન્ટસ કલાસિફિકેશનમાં ટોપ પર રહયો અને તેના માટે તેને 23 લાખની પ્રાઈઝ મની મળી. યોગાકારને વિજેતા બનતા રૂિપયા 4.42 કરોડ મળ્યા. દરેક સ્ટેજ જીતનારને રૂપિયા 9.75 લાખ મળ્યા.

ભારતના ચંદીગઢમા યોજાતી સાયકલિંગ સ્પર્ધાને ઇન્ટરનેશનલ લેવલે લઇ જવાની તૈયારી
ભારતમાં ચંદિગઢ સાયકલિંગ એસોસિએશન દ્વારા વર્ષમાં બે વાર લોંગ રૂટ સાયકલિંગની સ્પર્ધા યોજવામાં આવે છે. જે અત્યાર સુધી માત્ર ભાત પૂરતી મર્યાદિત હતી. હવે ડિસેમ્બરમાં યોજાનાર આ સ્પર્ધાને ઈન્ટરનેશનલ બનાવવામાં આવી છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે જાપાન, ફ્રાન્સ, અમેરિકા અને ઈન્ગ્લેન્ડ ને આમંત્રણ પાઠવવામાં આવ્યા છે. એસોસિએશનના પ્રમુખ મુખ્તારસિંઘ રંધવા કહે છે કે, તેઓ હજુ વધારે દેશો આ સ્પર્ધામાં જોડાય તે માટે પ્રયત્નો કરી રહયા છે.

તેમના જણાવ્યા મુજબ દેશમાં સાયકલના ઉત્પાદનમાં નંબર વન કંપનીએ રસ દાખવ્યો છે. તેઓ આ સ્પર્ધાને સ્પોન્સર કરવા માટે તૈયાર થયા છે. જો કે ડીલ હજુ ફાઇનલ થઈ ન હોવાથી તેઓ હાલના તબક્કે સાયકલ ઉત્પાદક કંપનીના નામ સાથે સ્પોન્સરની જાહેરાત કરી શકે એમ નથી.

Most Popular

To Top