Top News

More Posts

   The Latest

Most Popular

રાજ્યમાં કોરોનાના 27 જિલ્લામાં એક પણ નવો કેસ નોંધાયો નથી. જ્યારે નવા 34 કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ વડોદરા મનપામાં 7, સુરત મનપા અને અમદાવાદ મનપામાં 5-5, અમરેલીમાં 6, જ્યારે ભાવનગર મનપા, ગીર સોમનાથ, જામનગર મનપા, જૂનાગઢ મનપા-ગ્રામ્ય, નર્મદા, રાજકોટ મનપા, સુરત ગ્રામ્ય, સુરેન્દ્રનગર, વડોદરા ગ્રામ્ય અને વલસાડમાં 1-1 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસ ધટીને 370 થયા છે, જેમાંથી 05 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 365 દર્દીઓ સ્ટેબલ છે. આજે 53 દર્દીઓ સાજા થતાં થયા છે. રાજ્યમાં સાજા થવાનો રીકવરી રેટ 98.73 ટકા રહ્યો છે. અત્યાર સુધી 8,14,162 દર્દીઓ સાજા થયા છે. ગુરૂવાર સાંજે પાંચ વાગ્યા સુધીમાં 5,08,576 વ્યક્તિને રસી આપવામાં આવી હતી.

To Top