Charchapatra

જલ બિન મછલી

માનસિક ડીપ્રેશનમાંથી બચવા કથા કિર્તન, કથા આખ્યાન કે પછી મંદિર, મસ્જિદમાં સવાર સાંજ પહોંચી જાવ. આપણા જેવા જ સમદુખિયા, હૈયાવરાયી કાઢતા (રાજકારણ, અર્થકારણ, કૌટુંબિક) વિષય વૈિધ્યતાની ચર્ચામાં સમય પસાર કરનાર અચૂક જોવા મળશે. ‘જો ભગવાન’ ન હોત તો (જલ બિન મછલી) મનોરોગીઓથી હોસ્પિટલો ઉભરાય જાત. કૌટુંબિક હોય, આર્થિક હોય કે વ્યાધિગ્રસ્ત હોય, લાઇલાજ હોય એવા અર્ધપાગલ દરેક સમાજમાં, દરેક દેશમાં કે દરેક કુટુંબમાં એકાદ નમુનો તો જરૂર હશે. તેઓનાં લક્ષણોનો બારિકાઇથી અભ્યાસ કરવામાં આવે તો અસંતોષી, જીદ્દીપણુ, જકકીપણુ, હઠાગ્રહી જરૂર જોવા મળશે. ગાડાની ઘટક કે ગાડરિયા પ્રવાહની બહાર નિકળનારને નાહિંમત કરનાર આપ્તજનો મળી રહેશે. સહાનુભૂતિની વાત બાજુએ રાખીએ તો પણ એવા મનોરોગીનો ઇલાજ પણ નાઇલાજ થઇ જાય. રાંદેર     – અનિલ શાહ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top