National

ઓક્સિજન કટોકટી: રાજ્યોના અહેવાલ-કેન્દ્રના ડેટા, રાજકીય અશાંતિથી જમીનની વાસ્તવિકતા અલગ

નવી દિલ્હી: આરોગ્ય રાજ્ય મંત્રમંત્રી (state minister of health) ડૉ. ભારતી પવારે 20મીએ રાજ્યસભા (Rajyasabha)માં જે નિવેદન આપ્યું એનાથી હોબાળો મચી ગયો છે. તેમણે એવું કહ્યું હતું કે દેશમાં બીજી લહેર (Second wave) દરમ્યાન રાજ્યો/સંઘ પ્રદેશોએ ખાસ ઑક્સિજનની તંગી (oxygen crisis)ને લીધે મોત થયાનું જણાવ્યું નથી. આ નિવેદન બીજી લહેર વખતે જોવાયેલા સત્યથી તદ્દન વિપરિત છે જેમાં હૉસ્પિટલોમાં મેડિકલ ઑક્સિજન (Medical oxygen)ની ભારે અછત પડી હતી અને એ ન મળવાને કારણે હજ્જારો દર્દીઓ મૃત્યુ પામ્યા હતા.

જો કે રાજ્યો દ્વારા ઑક્સિજનના અભાવે કોઇ મોત નથી નોંધાયા એને નિસ્બત છે ત્યાં સુધી એનું કારણ આઇસીએમઆર (ઇન્ડડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ)ની ગાઇડલાઇન છે. કોરોના મહામારી શરૂ થઈ ત્યારથી બધી બાબતો આઇસીએમઆર જ સંભાળે છે. એની કોરોના સંબંધી મોત નોંધવા માટેની ગાઇડલાઇનના છઠ્ઠા પાને સાફ લખેલું છે કે એસ્ફિક્સિયા, રેસ્પિરેટરી એરેસએરેસ્ટ/ફેલ્યોર અને અન્ય સહિત રેસ્પિરેટરી ફેલ્યોરને મોતના કારણ તરીકે ગણાવી શકાય નહીં એમ દેશભરમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડૉકટૃસના 15 પ્રોફેશનલ એસોસિયેશનોના ફેડરેશન ઓર્ગેનાઇઝ્ડ મેમેડિસિન એકેડેમિક ગિલ્ડ (ઓએમએજી)એ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.

તેમાં જણાવાયું કે એવી જ સૂચનાઓ આઇસીએમઆરના 936 પાનાના દસ્તાવેજના પાના નંબર 42 પર છે. ઓએમએજીના મહામંત્રી ડૉ. ઇશ્વર ગિલાડાએ કહ્યૂં કે ઑક્સિજનના અભાવે રાજ્યોએ કોઇ મોત નોંધ્યા નથનથી એવું કહેવામાં મંત્રી સંપૂર્ણ ખોટાં ન હતાં. રાષ્ટ્રીય ગાઈડલાઇન અને રાજ્યોની એસઓપીના પગલે કોઇ ડૉકટર ‘હાઇપોકિસ્યા’ કે રેસ્પિરેટરી એરેસ્ટને મોતનું કારણ લખી ન શકે. તબીબો તરીકે અમને હંમેશા કહેવામાં આવે છે કે મોતની રીતનો મોતના કારણ તરીકે ઉલ્લેખ કરવાનું ટાળવું. મોતની રીત મોત થયું એમ કહે છે અને રોગ સંબંધી નથી. તબીબે મૃત્યુ પ્રમાણપત્રમાં મોતનું કારણ નોંધવું પડે.

એમાં એવું કદી ન આવે કે દર્દી પેરાસિટામોલના અભાવે તાવથી મર્યો કે ઑક્સિજનના અભાવે મર્યો! તેમણે કહ્યૂં કે રોગોના આંતરરાષ્ટ્રીય વર્ગીકરણમાં ઑક્સિજનનો અભાવ કે હાયપોક્સિયા માટેનો કૉડ જ નથી. આવા કિસ્સામાં ઑટોપ્સીથી મોતનું કારણ નક્કી થઈ શકે પણ કોવિડ-19માં એ ભાગ્યે જ થાય છે.

Most Popular

To Top