Vadodara

વેપાર શરૂ કરવા પિયરમાંથી 10 લાખ લાવવા પતિનું દબાણ

વડોદરા: શહેરના વારસિયા વિસ્તારમાં રહેતી મહિલાના લગ્ન ફેબ્રુઆરી વર્ષ-2021 ઉમેશ ઈન્દ્રકુમાર રામચંદાની(રહે, ઇન્દ્રલોક સોસાયટી, વારસિયા, વડોદરા) સાથે સમાજના રીતરિવાજ મુજબ થયા હતા. લગ્નના શરૂઆતના દિવસો સુખમય પસાર થયું હતું. બાદમાં દહેજ ભુખ્યા સાસરીયાએ પિયરમાંથી દહેજ લાવવા માટે ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું.

પતિને દારૂ પીવાની લત હોવાથી અવારનવાર ઝઘડો કરી શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. પતિ સહિત સાસુ સસરા પણ દહેજ મામલે મેણા મારી નવો વેપાર શરૂ કરવા પિયરમાંથી રૂપિયા 10 લાખ લાવવા માટે દબાણ કરતા હતા. એપ્રિલ માસ દરમિયાન પતિએ જણાવ્યું હતું કે, મને બાળક જોઈતું નથી તું માત્ર મા-બાપની સેવા ચાકરી કર. ઘરના કામકાજ માટે તારી સાથે લગ્ન કર્યાં છે. તેમ કહી પરિણીતાને માર મારી ઘરની બહાર કાઢી મૂકી હતી. સતત પતિ સહિત સાસરિયાએ ત્રાસ આપવાની હદ વટાવી દેતા આખરે પરિણીતાએ પતિ, સાસુ-સસરા સામે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. મહિલા પોલીસે ફરિયાદના આધારે ઉમેશ ઈન્દ્રકુમાર રામચંદાની, ઇન્દ્રકુમાર રામચાંદની અને અનિતા ઈન્દ્રકુમાર રામચંદાની સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, પતિ કહે છે કે, મારે સંતાન સુખ જોઇતું નથી, તને મારા માતા પિતાની સેવા કરવા માટે લગ્ન કરીને લાવ્યો છું.દહેજ ભુખ્યા સાસરીયાએ દહેજ લાવવા ત્રાસ આપવાનું શરૂ કરતા પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે.

Most Popular

To Top