Madhya Gujarat

લુણાવાડામાં ગૌરીવ્રત નિમિત્તે મંદિરોમાં પુજા અર્ચના માટે બાળાઓ – કુંવારીકા ઉમટી

મલેકપુર: મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકા ખાતે અતિ પૌરાણિક મંદિર લુણેશ્વરમાં ગુરૂવાર સવારે બાળાઓ અને કુંવારીકાઓની ભારે ભીડ જોવા મળી હતી. આ ઉપરાંત સુકામેવાના બજારોમાં મીઠાઈની દુકાનોમાં પણ ભીડ જોવા મળી હતી. સાથે સાથે બાગ બગીચા અને મંદિરોમાં પણ આ કુવારીકાઓ અને બાળાઓની ભીડ જોવા મળી હતી. હિન્દુ ધર્મમાં ગૌરીવ્રતના તહેવારના દિવસોના શ્રી ગણેશ આગામી તહેવારોની તાડમાર તૈયારીઓ કુવારીકાઓ ના ગૌરીવ્રત થી પ્રારંભ થાય છે. એટલે કે હિન્દુ ધર્મ અને સંસ્કૃતિનું આગવું લક્ષણ વિશેષ કરીને સંતોષી માનું શુક્રવારનું વ્રત, સોળ સોમવાર, વડ સાવિત્રી જેવા અને વ્રતો મહિલાઓ પારંપરિક ધાર્મિક પરંપરા પ્રમાણે પૂજા અર્ચના અને ઉપવાસ કરી ઉજવે છે.

એવું જ આ મનગમતો જીવનસાથી મેળવવા સપનાનો સોદાગર કે મનનો માણીગર મેળવવા માટે ગૌરીવ્રતનો મહિમા અપરંપાર છે . અષાઢ સુદ તેરસથી પાંચ દિવસ સુધી આવનારા ગૌરી વ્રતની તૈયારીઓ કુંવારીકાઓ દ્વારા આઠમ કે નામથી પ્રારંભ થાય છે. જે વાવણીની પૂજા કે શંકર પાર્વતીનું વ્રત કરતી કુંવારીકાઓ શંકર પાર્વતીની પૂજા મંદિરોના મહારાજ કરાવે છે. અષાઢી તેરસથી પ્રારંભ થતા પાંચ દિવસના અનુઠા વ્રત એ ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મમાં બનનારી પ્રત્યેક નારી માટે ગૌરવનો વિષય ગણાય છે . મનગમતો પતિ મેળવવા માટે કુંવારીકાઓ દ્વારા કરવામાં આવતા ગૌરી વ્રતની પૂજા અર્ચના માટે વહેલી સવારથી કુવારીકાઓ પૂજા કરવા ઉમટી પડે છે.

ગત વર્ષે કોરોના મહામારીના કારણે લોકડાઉનની પરિસ્થિતિ હતી માટે આ કુંવારીકાઓ  ગૌરીવ્રતમાં સોળે શણગાર સજી શક્યા નહતા. બાગ-બગીચામાં પણ ફરવા જવાનો લ્હાવો છીનવાઈ ગયો હતો. આ વર્ષે કોરોના વાયરસની પરિસ્થિતિ કાબૂમાં આવતા બાળાઓ અને કુંવારીકાઓમાં હર્ષની લાગણી જોવા મળી હતી.ગોરમાનો ગરબો વાતાવરણમાં આલ્હાદક સુર પૂરે છે. દુલ્હનની માફક સોળે શણગાર સજીને હાથ-પગમાં કલાત્મક મહેંદીની ભાત પાડી ને ગોરમાને નારાયણ રાજમાર્ગો બાગ બગીચામાં રંગબેરંગી અનેક વિવિધ ફેશન વાળા ચણીયા ચોલી કે ડ્રેસમાં સજી-ધજીને નીકળેલી બાળાઓ જાણે આકાશમાંથી ઉતરેલી પરી હોય એવું લાગે છે.

Most Popular

To Top