કરીના કપૂર તો બીજા સંતાન પછી હજુ ય માતૃત્વ માણી રહી છે પણ અનુષ્કા શર્મા દિકરી વામિકા 7 મહિનાની થવા સાથે જ...
આલિયા ભટ્ટના વ્યક્તિત્વમાં ફિલ્મવાળાઓમાં રેર કહેવાય તેવું થોડું ભોળપણ છે. તે નિર્દોષ પ્રકારના વ્યવહારો કરે છે. હા, તેની અભિનેત્રી તરીકેની પ્રતિભા સ્વયં...
અત્યારે તેનું નામ પરિનીથા છે પણ જો તે હિન્દી ફિલ્મમાં સફળ રહી તો ‘થા’નું ‘તા’ થઇ જવું નક્કી છે. પરિણીતા ચોપરાને તેનો...
પહેલી ઈન્ડો – પોલિશ ફિલ્મ “નો મિન્સ નો” નવેમ્બર મહિનામાં રજૂ થશે. વિખ્યાત સિક્યોરીટી એજન્સીના માલિક વિકાસ વર્મા જેમની સિક્યોરિટી કંપનીએ બૉલીવુડના...
તાપસી પન્નુ સાથે ‘હસીન દિલરુબા’ હજુ બીજી જૂલાઇએ જ રજૂ થઇ અને તરત ચર્ચામાં આવી ગઇ, આનો લાભ તાપસીને તો થશે પણ...
વિકી કૌશલે તેની એક જગ્યા ઊભી કરી દીધી છે ને તેનો ભાઇ સની કૌશલ એવી જ જગ્યા ઊભી કરવાની મથામણમાં છે. આજકાલ...
ભરૂચ: (Bharuch) ભરૂચ જીલ્લામાંથી રોજગારી માટે હજારો યુવાનો સાઉથ આફ્રિકામાં (South Africa) સ્થાયી થયા છે. લગભગ ત્રણેક દિવસથી સાઉથ આફ્રિકામાં નીગ્રો પ્રજાતિના...
અલ્પેશ કથિરીયા (Alpesh kathiriya)ને ગુજરાત હાઈકોર્ટે (Gujarat high court) જામીન આપતાં આજે જેલમુક્તિ થઈ છે. ત્રણેક મહિનાથી લાજપોર જેલ (Lajpor jail)માં બંધ...
આજનો યુવાન વ્યસનની ખાડીમાં કેમ દોરાઈ રહ્યો છે? શું તેમને ખબર નથી કે આ વ્યસન શરાબ, ચરસ વગેરે તેમની જિંદગી નર્ક બનાવી...
કીડનીના દર્દથી પિતાની વેદનાથી વાકેફ એવા સુરતી મોઢ વણિક સમાજના અથક સેવાધારી નિલેશભાઇ માંડલેવાલા સાહેબે જીવન માનવસેવા માટે સમર્પિત કરી દીધું છે....
આપણા મહાન દેશ ભારતમાં, કુદરતી સ્રોતો, આપણને કેમ ઓછાં પડે છે? પાણી, વીજળી, અનાજ વગેરેની આપણને કેમ અછત વર્તાય છે? પહેરવાનાં કપડાં,...
હમણાં ગુજરાત સરકારે કોરોનાને કારણે ગુજરાત રાજ્યમાં જે નિયંત્રણો મૂકવામાં આવ્યાં હતાં તેમાં થોડી છૂટછાટોની જાહેરાત કરી છે, જેથી પ્રજા થોડી ઘણી...
પોતાના મત ક્ષેત્ર વારાણસી (Varanasi) પહોંચેલા પીએમ મોદી (PM Modi)એ ગુરુવારે 1500 કરોડના પ્રોજેક્ટ્સ (Projects) નું લોકાર્પણ કર્યું હતું. આ દરમિયાન, તેમણે પોતાના...
સુરત જેવા આધુનિક સગવડો ધરાવતા શહેરોમાં 2/3 ઈંચ વરસાદ એકધારો પડે એટલે રસ્તાઓ ઉપર ઠેર-ઠેર પાણીનો ભરાવો થાય છે.જેના કારણે લોકોને અને...
સંદેહ અને વિશ્વાસ વચ્ચે કાયમી દુશ્મનાવટ.આમ તો સંદેહ અને વિશ્વાસ જુદા જુદા ગામમાં રહે, કારણ જ્યાં સંદેહ હોય ત્યાં વિશ્વાસ શક્ય નથી...
અન્નનું મહત્ત્વ આપણી સંસ્કૃતિમાં ઘણું છે, જેનું પ્રતિબિંબ આપણી ભાષાના વિવિધ રૂઢિપ્રયોગ અને કહેવતોમાં જોઈ શકાય છે. અન્નને લગતી તમામ કહેવતોમાં અન્નનું...
૨૦૧૯ ની લોકસભાની ચૂંટણીમાં બીજેપીની બેઠકોમાં ઘટાડો થશે અને તે લોકસભામાં સ્પષ્ટ બહુમતી ગુમાવશે એવું સાર્વત્રિક અનુમાન હતું અને એવું અનુમાન કરનારાઓમાં...
દોઢ વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો હોવા છતાં પણ કોરોના વિશ્વનો પીછો છોડતો નથી. એકપણ દિવસ એવો ગયો નથી કે વિશ્વમાં...
ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ (test series) શરૂ થાય તે પહેલા ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket team) માટે માઠા સમાચારો આવ્યા છે. ભારતીય...
નડિયાદ: નડિયાદ શહેરને કલેક્ટર દ્વારા કોરોનાગ્રસ્ત જાહેર કર્યા બાદ પણ તેની સફાઇ પરત્વે તંત્રની બેદરકારી જોખમી સાબિત થઇ શકે છે. નિયમિત રીતે...
જમ્મુ: બૉર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના જવાનોએ જમ્મુ-કાશ્મીરના આર્નીયા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય બૉર્ડર (IBC) નજીક ઊડતી વસ્તુ (flying object) જોવા મળતા તેના પર ગોળીબાર...
નડિયાદ: ઠાસરા પોલીસે બાતમીના આધારે ખડગોધરાથી વિદેશી દારૂ લઇને જૂનાગઢ તરફ જઇ રહેલી બે કારને ઝડપી લઇ, જૂનાગઢના ત્રણ શખ્સોની અટક કરી...
સંતરામપુર: સંતરામપુર તાલુકામાં ગત તા.13મી રોજ સાંજે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડતાં ચીંચાણી તલાવ ફળીયામાં રહેતી યુવતી સુરેખાબેન ગુલાબ કટારા (ઊ.વ.24)ની...
ગોધરા: મોરવા હડફ ના કેલોદ ગામ ની ગ્રામ પંચાયત કચેરી 3 વર્ષથી જર્જરિત હાલતમા છે. કચેરીના છતમાથી અવાર નવાર પોપડા પણ ખરી ...
વડોદરા: ખોડિયારનગર પાસે જવેલર્સની દુકાનમાં માલિકની આંખમાં મરચાનો પાવડર નાખીને ત્રણ સેકન્ડમાં ત્રણ સોનાની ચેન લૂંટીને બાઈક પર લૂંટારૂઓ નાસી છૂટતા સનસનાટી...
વડોદરા: રાજયના િશક્ષણ વિભાગ દ્વારા કોરોનાનું સંક્રમણ ઓછું થતાં શૈક્ષણિક કાર્ય શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને તે મુજબ આજથી શાળા...
દાહોદ: ધાનપુર તાલુકાના ખજૂરી ગામે એક પરિણીતા સાથે નારી ગૌરવહનનના બનેલા બનાવને સામે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા કરાયેલી પ્રોએક્ટિવ કામગીરીને પગલે બુધવારે...
સુરત: રિંગ રોડ સ્થિત કાપડ માર્કેટ (Textile market)માં 140 જેટલી કાપડ માર્કેટોની 65 હજારથી વધુ દુકાનોમાં પાણીનું કનેક્શન (Water connection) નહીં હોવા...
વડોદરા: આમ તો માનવ શરીરની રચના એ ભગવાન નો વિષય છે પરંતુ ધરતી પર દેવદૂત જેવા તબીબો જેમને પ્લાસ્ટિક સર્જન તરીકે ઓળખવામાં...
વડોદરા: અમદાવાદથી અંકલેશ્વર અને મુન્દ્રાથી મહેસાણાના હાઈવે પર ટ્રકચાલકોને તિક્ષ્ણ છરાથી બાનમાં લઈને લાખોની લૂંટ ચલાવતી કુખ્યાત સિંધિ ગેંગના ત્રિપૂટીને પીસીબીના સ્ટાફે...
ત્રીજી વનડેમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું, શ્રેણી 2-1થી જીતી
ડાકોરમાં મિઠાઈની દુકાનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
કર્મચારીઓને કામ પછી બોસના ફોન ન લેવાનો અધિકાર આપતો ‘રાઇટ ટુ ડિસ્કનેક્ટ’ બિલ લોકસભામાં રજૂ
વડોદરાવાસીઓ હવે ચિંતા ન કરો!
રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોહલી અને સચિન સાથે આ ખાસ ક્લબનો ભાગ બન્યો
VMCમાં વિવાદનું શમન: કમિશ્નરના હસ્તક્ષેપ બાદ માસ CLનો અંત; વહીવટી કામગીરી સામાન્ય
ડૉ.બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ભાજપે શ્રધ્ધા સુમન અર્પણ કર્યા
જાંબુવાની આત્મિયા ગ્રાન્ડ વિલા-2 પાસેથી બેબી મગરનું રેસ્ક્યુ :
હોમગાર્ડ સ્થાપના દિવસે જવાનોની માનદ વેતનમાં વધારો કરવા માંગ
વડોદરા : ગોત્રીની GMERS હોસ્પિટલમાં દર્દીને એક્સપાયર્ડ ડેટ વાળો બોટલ ચડાવી દેવાતા હોબાળો
અખિલેશ યાદવે પત્ની સાથે સલીમ ચિશ્તી દરગાહ પર ચાદર ચઢાવી, જયા બચ્ચન પણ હાજર રહ્યા
સાવલીની એશિયન સ્કાય કંપનીમાંથી ત્રણ કિલો ગૌમાંસ ઝડપાયાના પ્રકરણમાં ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો
જરોદ નજીકની સરકારી હાઈસ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલા કર્યા
‘ધુરંધર’ એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી: રણવીર અને અક્ષય ખન્નાની અદાકારી દર્શકોને ગમી ગઈ
સરકારનો ઈન્ડિગોને કડક આદેશ, રવિવાર સુધીમાં તમામ પેસેન્જર્સને રિફંડ આપો
ઘોઘંબા: GFL કંપનીમાં ગેસ લિકેજની ઘટના માત્ર અફવા
સુડાનના અર્ધલશ્કરી દળોએ એક કિન્ડરગાર્ટન પર ડ્રોન હુમલો કર્યો, 33 બાળકો સહિત 50 લોકો માર્યા ગયા
ઈન્કમટેક્સ બાદ હવે સરકારનું આ મોટા ફેરફાર પર ફોક્સ, નાણામંત્રીએ આપ્યા સંકેત
બૂમો પાડી, કાઉન્ટર પર ચઢી ગઈઃ ફ્લાઈટ કેન્સલ થતા વિદેશી મહિલાએ હોબાળો મચાવ્યો, વીડિયો વાયરલ
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરહદ પર ભારે ગોળીબાર, ચારના મોત
બંગાળના મુર્શિદાબાદમાં પત્થર મુકી હુમાયુએ બાબરી મસ્જિદનું શિલાન્યાસ કરતા હોબાળો
સાઉથ આફ્રિકા સામેની T20 સિરીઝમાં ગિલ રમશે કે નહીં?, આવ્યું મોટું અપડેટ
પોલીસના ઈશારે ગોપાલ ઈટાલિયા પર હુમલો થયો, આપનો આક્ષેપઃ કેજરીવાલ કાલે ગુજરાત આવશે
પશ્ચિમ બંગાળમાં બાબરી મસ્જિદ માટે માથા પર ઈંટ લઈ પહોંચ્યા હુમાયુ, શિલાન્યાસ કરશે
વિઝાગ ODI માં ભારતે ટોસ જીતી પહેલાં બોલિંગનો નિર્ણય લીધોઃ સુંદરને સ્થાને તિલકનો સમાવેશ
ઈન્ડિગોની કટોકટી વચ્ચે સરકારનું કડક વલણ, તમામ રૂટ પર ફેર કેપ લાગુ કરી
ઇન્ડિગો ફ્લાઇટ રદ મામલે સોનુ સૂદે આપી ટિપ્પણી, જાણો શું કહ્યું..?
પંચમહાલના ઘોઘંબાના રણજીતનગર સ્થિત GFL કંપનીમાં ફરી ગેસ લિકેજની ઘટના
સતત 5મા દિવસે ઇન્ડિગોની અમદાવાદમાં 19 સહિત દેશભરમાં અનેક ફ્લાઇટ્સ રદ
GST ની અસરો
કરીના કપૂર તો બીજા સંતાન પછી હજુ ય માતૃત્વ માણી રહી છે પણ અનુષ્કા શર્મા દિકરી વામિકા 7 મહિનાની થવા સાથે જ ફરી કામે લાગી રહી છે. અલબત્ત તે ઘરે રહી ત્યારે પણ સાવ નવરી તો નહોતી બેઠી. નિર્માત્રી તરીકે તેણે ‘પાતાલલોક’ અને ‘બુલબુલ’ નામની વેબસિરીઝ વડે 2020ના સમયમાં ખાસ્સી ઉત્તેજનાભરી સફળતા મેળવી. તેને અભિનય ન કરતી હોય ત્યારે અને સમાંતરે નિર્માણમાં રસ ધરાવે છે. એન.એચ.10 ફિલ્મ બનાવવાથી તેણે શરૂઆત કરેલી અને પછી ‘ફિલ્લોરી’ અને ‘પરી’ બનાવી પણ હવે તે બહુ સલામત રસ્તા તરીકે વેબસિરીઝમાં જ રોકાણ કરે છે. વામિકાના ઉછેરતી હતી ત્યારે પણ નવી બે વેબસિરઝી પ્લાન કરી અને પૂરી ય કરી નાંખી.
એક છે હોરર થ્રીલર ‘ક્વાલા’ જેમાં તૃપ્તિ ડીમરી, સ્વસ્તિકા મુખરજી અને બાબીલ ખાન છે જેનું દિગ્દર્શન અન્વિતા દત્તે કર્યુ છે. બીજી વેબ સિરીઝ છે ‘માઇ’ જેમાં સાક્ષી તન્વર, રાયમા સેન અને સીમા ભાર્ગવ છે જેમાં 35-40ની ઉંમરે પહોંચેલી સ્ત્રી આકસ્મિક રીતે માફિયા લીડરને મારી નાંખતા અંડરવર્લ્ડની નજરે ચડી જાય છે. વેબ સિરીઝ હોય એટલે ક્રાઇમ થ્રીલર તો હોવી જોઇએ પણ અનુષ્કા એવું કરે છે કે તેના મુખ્ય પાત્રો સ્ત્રીને બનાવે છે એટલે આપોઆપ માનવીય લાગણીઓ કેન્દ્રમાં આવી જાય.
તે વેબસિરીઝ બનાવે પણ તેમાં અભિનય કરવા નથી માંગતી. અભિનય કરશે તો ફિલ્મોમાં જ કરશે. ધોની, અઝહર પર તો ફિલ્મ બની અને હવે ‘83’ પણ બની ચુકી છે ત્યારે અનુષ્કા કદાચ ઝૂલન ગોસ્વામી નામની ક્રિકેટરની બાયોગ્રાફીકલ ફિલ્મમાં ઝૂલન બનશે. મિથાલી રાજ પર બની રહેલી ફિલ્મમાં તો તાપસી પન્નુ ઓલરેડી કામ કરી જ રહી છે. હવે વિરાટ કોહલીની પત્ની ઝૂલન ગોસ્વામી બની બેટ પકડશે. કામ બહુ ક્લિયર છે. વિરાટ રિયલ મેદાનમાં ઉતરે તો અનુષ્કા ફિલ્મના મેદાનમાં. આ ફિલ્મ ઉપરાંત અર્જુન કપૂર સાથે પણ હવે તે ફિલ્મ કરશે એવી વાત છે.
અનુષ્કા ‘રબને બના દી જોડી’ થી જ સારી ફિલ્મો પસંદ કરે છે. માત્ર પૈસા માટે ફિલ્મો કરવાની મજબૂરી તેણે સ્વીકારી નથી અને એ કારણે જ ‘બેન્ડ બાજા બારાત’, ‘જબ તક હૈ જાન’, ‘લેડીઝ વર્સિસ રિકી બહલ’, ‘પી.કે.’, ‘દિલ ધડકને દો’, ‘સુલતાન’, ‘જબ હેરી મેટ સેજલ’ને ‘સંજુ’ જેવી ફિલ્મો કરી શકી. આજે પણ તેને વિષય પસંદ ન પડે, દિગ્દર્શક પર વિશ્વાસ ન આવે તો ફિલ્મ માટે હા નથી પાડતી. વળી વિરાટને પરણ્યા પછી તેને બહુ બધી કમાણીની ગરજ પણ નથી રહી.
એટલે ‘સુઇ ધાગા’ પછી તેની કોઇ એવી ફિલ્મ રજૂ નથી થઇ જે અનુષ્કાના નામે હોય. ‘ઝીરો’ આવી આવી હતી અને શાહરૂખ સાથેની હતી પણ તે નામ તેવા ગુણ ધરાવનારી પૂરી થઇ.
અનુષ્કા ક્યારે શૂટિંગ શરૂ કરશે તે હજુ સ્પષ્ટ નથી પણ ફિલ્મ પર સિટીંગ શરૂ કરી દીધા છે. હમણાં તે મુંબઇથી દૂર હોય એવા સ્થળે જઇ શૂટિંગ કરવા માંગતી નથી કારણ કે દિકરી નાની છે. વિરાટ પણ તેના ક્રિકેટને કારણે ઇન્ડિયામાં હાજરી રહી શકતો નથી. અનુષ્કા મા તો બની છે પણ વ્યસ્ત ક્રિકેટરની પત્ની તરીકે હોમ મેનેજમેન્ટમાં પણ વ્યસ્ત રહે છે. આ કારણે જ તે ફિલ્મ અને વેબસિરીઝની પ્રોડ્યુસર તરીકે વધારે કમ્ફર્ટેબલ છે. તેને ‘ઘર બેઠા ધંધો’ કરવો છે અને કરે છે. ફિલ્મો ફક્ત એટલી જ કરશે જે તેના વધારે નામ અને દામ આપી શકે.