સુરત શહેરના માથે પ્રદૂષણનું સંકટ ઊભું કરનારી પાંડેસરા જીઆઇડીસીની કેટલીક મિલોમાં તપાસ કરતા જીપીસીબીના હાથ થથરે છે. પાંડેસરા જીઆઇડીસી વિસ્તારમાં સાંજ પડતા...
રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ધર્મ સ્વતંત્રતા (સુધારા) કાયદો અમલી બનાવવામાં આવ્યો છે. આ કાયદા સામે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી અરજીમાં હાઇકોર્ટે મહત્વનું અવલોકન...
અફઘાનિસ્તાનમાં સત્તા કબજે કર્યા બાદ તાલિબાને ભારતથી તમામ આયાત-નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. ફેડરેશન ઑફ ઇન્ડિયન એક્સપોર્ટ ઑર્ગેનાઇઝેશન (એફઆઇઇઓ)ના ડાયરેક્ટર જનરલ ડો.અજય...
ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ માટે આગામી દિવસો સારા રહેવાના નથી. ખરેખર, સરકારે ટ્રાફિક નિયમોને વધુ કડક બનાવ્યા છે. હવે કોઈપણ વ્યક્તિ દ્વારા...
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી બાદ થયેલી હિંસામાં ભોગ બનેલા લોકોની ફરિયાદો નોંધાઇ ન હતી એવા ચોક્ક્સ અને સાબિત થયેલા આક્ષેપો છે એમ...
ડીઝલની કિંમતમાં ગુરુવારે સતત બીજા દિવસે 20 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો કરવામાં આવ્યો હતી. પરંતુ, પેટ્રોલના દરો યથાવત રહ્યા હતા.સરકારી તેલ કંપનીઓ...
જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં ગુરુવારે આતંકવાદીઓ સાથેની ભીષણ લડાઈમાં સેનાનો એક જુનિયર કમિશન્ડ ઑફિસર શહીદ થયો હતો. આ લડાઈમાં એક આતંકવાદી...
મોહરમના મહિનાના પ્રથમ દસ દિવસમાં અને ખાસ કરીને આશુરા એટલે કે મોહરમના મહિનાના દસમા દિવસે વિશ્વભરના શિયા મુસ્લિમો કરબલાના શહીદોની યાદમાં માતમ...
રેલવે દ્વારા મહુવા-સુરત સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનની ફ્રિક્વન્સી 20 ઓગસ્ટ, 2021થી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આ ટ્રેન અઠવાડિયામાં 5 દિવસ દોડશે.મહુવા-સુરત-મહુવા...
પીએમ નરેન્દ્ર મોદી આવતીકાલે 20 ઓગસ્ટે સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વર્ચ્યુઅલ સમારંભમાં ગુજરાતના સોમનાથમાં અનેક પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે....
નવસારી : નવસારી (Navsari) જિલ્લામાં ઘણા સમય બાદ વરસાદી માહોલ (Monsoon) જમતા જિલ્લામાં સાંબેલાધાર વરસાદ (heavy rain) પડ્યો હતો. જેમાં ખેરગામ તાલુકામાં...
ભાજપની કેન્દ્રિય અને ગુજરાતની નેતાગીરી હવે ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીની જોરશોરથી તૈયારી કરી રહ્યું છે. કેન્દ્રની મોદી સરકારમાં કેબીનેટ મંત્રી તરીકે સમાવાયેલા...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 19 નવા કેસ નોંધાયા છે. જ્યારે ભાવનગર, જામનગર, રાજકોટ એમ 3 મનપા અને 26 જિલ્લાઓમાં કોરોનાનો...
બ્યુનસ આયર્સ : આર્જેન્ટીના (Argentina)નો ફૂટબોલ સ્ટાર (Star footballer) લિયોનલ મેસી (Lionle Messi)ની લોકપ્રિયતા કેવી છે એનું એક ઉદાહરણ હાલ સોશિયલ મીડિયા...
લો પ્રેશર સિસ્ટમની અસર હેઠળ દક્ષિણ ગુજરાતમાં મેઘાની બીજા રાઉન્ડમાં તોફાની બેટિંગ શરૂ થઈ છે. ખાસ કરીને વલસાડ, તાપી, નવસારી, ડાંગ અને...
નવી દિલ્હી : આજથી બરોબર એક મહિના પછી યુએઇ (UAE)માં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2021નો બીજો તબક્કો શરૂ થવાનો છે અને તેમાં...
જામનગર: જામનગર (Jamnagar) શહેરમાં આજે સાંજે સવા સાત વાગ્યાના અરસામાં ભૂંકપ (Earthquake)નો જોરદાર આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી (people left home) આવ્યા...
નવી દિલ્હી: વલી સાલેક (wali salek) સોમવારે કાબુલ (Kabul)માં તેના પરિવાર સાથે ઘરે હતો ત્યારે તેને છત (body on terrace) પરથી જોરદાર...
વારસો (પોલેન્ડ) : 8 મહિનાના બાળક મિવોશ્કની હાર્ટ સર્જરી માટે પોતાના સિલ્વર મેડલની હરાજી કરીને તેના માટે રૂ. અઢી કરોડથી વધુની રકમ...
રશિયા (Russia)ની ઓલિમ્પિક ચેમ્પિયન (Olympic champion) અલ્લા એનાટોલીયેવના શિશ્કીના (Alla Anatolyevna Shishkina)ને વિશ્વના ટોચના રમતવીરોમાં ગણવામાં આવે છે અને હાલ ચર્ચા છે...
કાબુલ : અફઘાનિસ્તાન પર તાલીબાનનો કબજો થયા બાદ દેશમાં ચારે બાજુ ડર અને અફરાતફરીનો માહોલ સર્જાયો છે. લોકો પોતાનો જીવ બચાવવા દરેક...
અમૃતસર: માત્ર કેક (birthday case) લગાવાના મુદ્દે પંજાબ (Punjab)ના અમૃતસર (Amritsar)માં બુધવારે ફાયરિંગ (firing) થયું હતું. કમનસીબીની વાત છે કે આ ફાયરિંગમાં બે...
સુરત : લેબોરેટરી (lab)માં બનેલા સીવીડી, લેબગ્રોન (labrone) અથવા સિન્થેટીક (synthetic) ડાયમંડની વિશ્વમાં ડિમાન્ડ (demand) વધતા આ પ્રકારના ડાયમંડના પ્રોડ્કશન (production)માં સુરત...
વ્યારા: સોનગઢ (Songadh)ના જંગલ વિસ્તાર (Forest area)માં આવેલા સામરકૂવા (Samarkuva) ગામે મંગળવારે સવારે 6 વાગ્યાના અરસામાં ધસી આવેલા વન વિભાગના કર્મીઓ (Forest...
સુરત: હાલ સુરત (Surat) હોય કે ગુજરાત (Gujarat), ભારત (India) કે પછી વિશ્વમાં સૌથી મોટી સમસ્યા પ્રદૂષણ (Pollution)ને કાબૂમાં લેવાની છે. સરકાર...
સુરત : સુરત (Surat)ને રેલવે ડિવિઝન (railway division) માટે દાયકાઓથી માંગણી થતી રહી છે, ખૂદ દર્શના જરદોષે પણ સાંસદ (MP darshna jardosh)...
‘દેવદાસ’, ‘હમ દિલ દે ચુકે સનમ’, ‘ગોલિયોં કી રાસલીલા રામલીલા’, ‘બાજીરાવ મસ્તાની’, ‘સાંવરિયા’, ‘પદ્માવત’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મ બનાવનારા સંજય લીલા ભણસાલીએ 9...
હિન્દી ફિલ્મો યા ટીવી સિરીઝમાં ખ્રિસ્તી અભિનેતા યા અભિનેત્રીની સંખ્યા ઓછી છે પણ ક્રિસ્ટલ ડિસોઝા ખ્રિસ્તી છે ને તેનો ચહેરો જોતા લાગશે...
ભારતની ન્યાયવ્યવસ્થા એવી છે કે કોઈ આરોપી અપરાધી પુરવાર થાય તે પહેલાં તેણે સજા ભોગવવી પડે છે. કોઈ પણ વ્યક્તિ સામે પોલીસ...
તમારે ક્યારેય કોઇ કામ માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જવાનું થયું છે? જો થયું હોય તો તમને ત્યાં કેવી જડબેસલાક સિક્યોરિટીની વ્યવસ્થા છે...
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
ઝાલોદમાં નાતાલ પૂર્વે ભવ્ય ક્રિસમસ શાંતિ યાત્રાનું આયોજન: CNI ચર્ચ દ્વારા પ્રેમ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ અપાયો
અસીમ મુનિરને બે બાજુનું દુ:ખ
હજુ બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
અમેરિકામાં MAGA આંદોલન નિષ્ફળતા તરફ આગળ વધી રહ્યું છે?
અ મેસી (Messi / Messy) અફેર : ઘરનાં છોકરાં ઘંટી ચાટે ઉપાધ્યાયને આટો
જેહાદીઓના નવા સરનામા તરીકે ઉભરી રહેલું બાંગ્લાદેશ
વિસરાતું, હિજરાતું… અસલ સુરત
સુરત શહેરના માથે પ્રદૂષણનું સંકટ ઊભું કરનારી પાંડેસરા જીઆઇડીસીની કેટલીક મિલોમાં તપાસ કરતા જીપીસીબીના હાથ થથરે છે. પાંડેસરા જીઆઇડીસી વિસ્તારમાં સાંજ પડતા કેમિકલયુક્ત ધૂમાડાનું આવરણ છવાઇ જાય છે જેના કારણે વિઝિબિલિટી ઘટી જાય છે અને લોકોની આંખમાં આંખમાં બળતરા થાય છે. આ પ્રકારની ગંભીર ફરિયાદો બાદ પણ જીપીસીબી હાથ જોડી બેસી રહી છે.
સુરત શહેરમાં લાંબા સમયથી પ્રદૂષણની ફરિયાદો ઉઠી છે. સુરત શહેરમાં ઉધના સહિત પાંડેસરા, ભેસ્તાન, સચીન અને પલસાણા વિસ્તારમાં ઠેરઠરે પ્રદૂષણ ઓકતા એકમોની ભરમાર છે. સુરત શહેર અને શહેર ફરતેના સેંકડો વિસ્તારોમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જળ વાયુ પ્રદૂષણ અટકાવતાં કાયદાઓના સરેઆમ ધજાગરા ઉડાવાયા છે. છતાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ નિષ્ક્રિય છે.
તાજેતરમાં સુરત શહેરના વચ્ચોવચ આવેલા પાંડેસરા જીઆઇડીસીમાં પ્રદૂષણની ગંભીર ફરિયાદો ઉઠી હતી. પાંડેસરા જીઆઇડીસી વિસ્તારની ચારેક મિલોમાં બળતણમાં ગોબાચારીની બૂ આવી હતી. જેની અસર સીધી પાંડેસરા આસપાસના વિસ્તારોમાં જોવા મળી હતી. જીપીસીબીના અંતરંગ વતુર્ળોના જણાવ્યાનુસાર પાંડેસરા, સચીન,પલસાણા અને કડોદરા સહિત પીપોદરા વિસ્તારમાં સતત પ્રદૂષણની ફરિયાદો મળે છે. પરંતુ ટીમ પહોંચે તે પહેલા બધુ સગેવગે થઇ જાય છે.
પાંડેસરા જીઆડીસીમાં ગયા સપ્તાહમાં જીપીસીબીએ પારસ ડાંઇગ એન્ડ પ્રિન્ટિંગ મીલ તેમજ ભાગ્યલક્ષ્મી ડાંઇગ મીલમાં તપાસ કરી હતી. આ તપાસ થયા ને પણ ઘણા દિવસો વિતી ગયા છે. છતાં આસ્સિટન્ટ ઇજનેર ભાર્ગવ ગોહિલની ટીમે કોઇ જ રિપોર્ટ જમા કરાવ્યો નથી. કહેવાય છે કે પાંડેસરા જીઆઇડીસીની મીલમાં કરેલી તપાસમા ભીનું સંકેલવા ધમપછાડા કરવામાં આવી રહ્યાં છે.
પરંતુ નવી ભરતીના મદદનીશ ઇજનેર તરફથી હજી સુધી કોઇ પ્રતિભાવ આપવામાં આવ્યો નથી. જીપીસીબીના સૂત્રોએ કહ્યું હતું કે, મીલમાં બળતણ સહિત ચીમનીમાંથી નીકળતા ધૂમાડા અને ગેસના સેમ્પલ લઇ એનાલીસિસ માટે મોકલી દેવાયા છે. આગામી દિવસોમાં તેના અહેવાલ બાદ પાંડેસરાની ભાગ્યલક્ષ્મી અને પારસ મીલ સામે પગલા ભરાશે.
તપાસનો રિપોર્ટ આવવાનો બાકી છે
ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સુરત કચેરીના કાર્યકારી પ્રાદેશિક અધિકારી જીજ્ઞાબેન ઓઝાએ કહ્યું હતું કે, અમારી પાસે જે ફરિયાદો આવે છે તે મુજબ તપાસ થાય છે. ગત સત્તરમી તારીખે પાંડેસરા જીઆઇડીસીની ભાગ્યલક્ષ્મી અને પારસ ડાંઇગમીલમાં તપાસ થઇ હતી. તેના રિપોર્ટ આવવવાના બાકી છે. રિપોર્ટ આવ્યા બાદ વડીકચેરીને જાણ કરી દેવાશે.
જિજ્ઞાબેન ઓઝા (જીપીસીબી, આરઓ)
પ્લાસ્ટિક વેસ્ટ અને ચિંધી બળતણમાં સસ્તો વિકલ્પ હોવાથી પાંડેસરામાં ધૂમ વપરાશ
શહેરની વચ્ચોવચ્ચ આવેલી પાંડેસરા જીઆઇડીસીને કારણે આસપાસના પાંડેસરા રહેણાંક વિસ્તાર સહિત વડોદ, બમરોલી, ઉધના, ભેસ્તાન અને નજીકના ગામોમાં માઠી અસરો થાય તેવી સંભાવનાઓ વ્યકત કરાઇ રહી છે. કારણ કે પાંડેસરા જીઆઇડીસીની કેટલીક મિલોમાં પ્લાસ્ટિક વેસ્ટ તેમજ ચિંધીનો વપરાશ કરાય છે. બોઇલર ચલાવવા માટે પ્લાસ્ટિક વેસ્ટ અને ચિંધીના વપરાશથી પ્રોસેસિંગની પડતર કિંમત નીચી જવાથી મિલમાલિકોને ફાયદો થાય છે. ચિંદી બે હજાર રૂપિયે ટન મળે છે. જેની સામે કોલસો ચાર ગણો અને ગેસ તેનાથી ડબલ મોંઘો પડતો હોય મીલ માલિકો લોકોના જાનમાનની પરવા કર્યા વિના રૂપિયા રળવાની લાલચમાં સસ્તુ બળતણ વાપરી રહ્યાં છે