Gujarat Main

હવે જામનગરમાં ધરા ધ્રુજી: ધરતીકંપ માટે જાણીતા કચ્છ નજીક જામનગરથી 14 કિ.મી દૂર નોંધાયું કેન્દ્રબિંન્દુ

જામનગર: જામનગર (Jamnagar) શહેરમાં આજે સાંજે સવા સાત વાગ્યાના અરસામાં ભૂંકપ (Earthquake)નો જોરદાર આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી (people left home) આવ્યા હતા. નોંધનીય 4 થી વધુની તિવ્રતાનો આંચકો હોય મોટાભાગના લોકોએ આંચકાનો અનુભવ કર્યો હતો.

ગુજરાત (Gujarat) રાજ્યમાં કચ્છ (Kutchh) અને સૌરાષ્ટ્ર (Saurashtra)માં ધરતીકંપનું પ્રમાણ ખુબ વધી ગયું છે. ત્યારે જામનગર જિલ્લામાં છેલ્લા થોડા દિવસથી ભૂકંપના આંચકા જોવા મળી રહ્યાં છે. જામનગર અને જુનાગઢમાં ભૂકંપમાં આંચકો અનુભવાયો હતો. આજે મોડી સાંજે 7.13 વાગે 4.3ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જ્યારે ભૂકંપનું કેન્દ્રબિંન્દુ જામનગરથી 14 કિ.મી દૂર નોંધાયું છે. આ ભૂકંપનો આંચકો બે થી ત્રણ સેકન્ડ માટે અનુભવાયો હતો. જામનગરમાં  ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ધરતીકંપના કારણે કોઇ જ જાનમાલનું નુકસાન થયું નથી.

શહેરમાં આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા

સદનસીબે ભૂકંપના આંચકાના કારણે હજી સુધી કોઈ ખાસ નુકસાનીના સમાચાર નથી આવ્યા. જો કે, લાંબા સમય બાદ 4 રિકટર સ્કેલ કરતા વધુનો આંચકો આવતા શહેરીજનોમાં થોડી વાર માટે ડરનો માહોલ છવાયો હતો અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. સૂત્રોનું માનીએ તો જામનગર શહેરમાં સાંજે 7 અને 13 મિનિટે ધરા ધ્રુજી ઉઠી હતી. સિસ્મોલોજી વિભાગમાં આંચકાની તિવ્રતા 4.3 રિકટર સ્કેલની નોંધવામા આવી છે. મળતી માહિતી મુજબ ભૂકંપનું કેન્દ્રબિંદુ જામનગરથી 14 કિલોમીટર દૂર નોંધવામા આવ્યું છે.

જામનગર જિલ્લાના ચાર તાલુકામાં આંચકાનો અનુભવ થયો
જામનગર શહેરમાં આજે સાંજે સવા સાત વાગ્યાના અરસામાં ભૂંકપનો જોરદાર આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. નોંધનીય 4 થી વધુની તિવ્રતાનો આંચકો હોય મોટાભાગના લોકોએ આંચકાનો અનુભવ કર્યો હતો. અનુભવાયેલા ભૂકંપના આંચકાની જેમ જ જિલ્લાના કાલાવાડ, ધ્રોલ, જોડિયા અને લાલપુર તાલુકાના લોકોએ પણ આંચકાનો અનુભવ કર્યો હતો. જો કે, ગ્રામ્ય વિસ્તારમાં પણ ભૂકંપના આંચકાના કારણે હજી સુધી કોઈ નુકસાનીના સમાચાર મળ્યા નથી.

Most Popular

To Top