Business

વિશ્વમાં લેબગ્રોન અથવા સિન્થેટીક ડાયમંડની ડિમાન્ડ વધતા, પ્રોડ્કશનમાં સુરત હબ બન્યુ

સુરત : લેબોરેટરી (lab)માં બનેલા સીવીડી, લેબગ્રોન (labrone) અથવા સિન્થેટીક (synthetic) ડાયમંડની વિશ્વમાં ડિમાન્ડ (demand) વધતા આ પ્રકારના ડાયમંડના પ્રોડ્કશન (production)માં સુરત હબ (surat labron hub) બની રહ્યું છે. સુરતમાં લેબગ્રોન-સિન્થેટીક ડાયમંડનું ઉત્પાદન વધી રહ્યું છે. સાથે સાથે એક્ષ્પોર્ટ (export) પણ વધી રહ્યો છે. જોકે આ ઈન્ડસ્ટ્રીના ટેક્ષેસન અને મશીનરીને લગતા પ્રશ્નો હોવાથી યુરોપ પછી ભારતના સુરતમાં પ્રથમ, લેબગ્રોન ડાયમંડ એસોસિએશન-સુરત બનાવવામાં આવ્યું છે.

એસો.ના પ્રમુખ બાબુભાઈ વાઘાણી અને ઉપપ્રમુખ હરેશ નારોલાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે વિશ્વમાં અલગથી લેબગ્રોન ડાયમંડ અને જ્વેલરીનો વેપાર વિકસી રહ્યો છે. ચીન પછી આ પ્રકારના હિરાનું સૌથી વધુ ઉત્પાદન સુરત અને મુંબઈમાં થઈ રહ્યું છે. સાથે સાથે સિન્થેટીક ડાયમંડ અને જ્વેલરીના એક્સપોર્ટમાં કેટલાંક અવરોધો આવી રહ્યા છે. સરકારની પોલિસી લઈને પણ કેટલાંક પ્રશ્નો છે તેની રજુઆત માટે સુરતમાં સંગઠન બનાવવામાં આવ્યું છે.

સંગઠનની માંગ એવી છે કે લેબગ્રોન ડાયમંડ મેન્યુફેકચર્સને સરકારની મેક ઈન ઈન્ડિયા પોલિસીનો લાભ મળવો જોઈએ તે ઉપરાંત આ ઈન્ડસ્ટ્રીને એમએસએમઈનો દરજ્જો અપાવવા સરકારમાં રજુઆત કરવામાં આવશે. લેબગ્રોન ડાયમંડની કિંમત નેચરલ એટલે કે અસલ ડાયમંડની કિંમત કરતા ચોથા ભાગની હોવાથી લેબગ્રોન ડાયમંડ જ્વેલરીની ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ માર્કેટમાં તેની ડીમાન્ડ વધી છે. યુરોપ અને અમેરિકા સહિતના દેશોમાં તેની માંગ વધી છે. સુરતમાં લેબગ્રોન ડાયમંડના પ્રોડકશન માટે અનુકૂળ મશીનરી અને ટેકનોલોજી ઉપલબ્ધ હોવાથી ક્વોલિટીમાં ચીન કરતાં સારા રફ અને પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડનું ઉત્પાદન થઈ રહ્યું છે.

સુરતમાં છેલ્લા છ મહિનામાં લેબગ્રોન ડાયમંડના વેપારમાં 37 ટકાનો ગ્રોથ વધ્યો

નાણાંકીય વર્ષ 2017-18માં ભારતમાં લેબગ્રોન ડાયમંડનું ઉત્પાદન 0.15 ટકા થતું હતું. તે 2021માં વધીને 7% થયું છે. તેને લીધે સુરત અને મુંબઈમાં લેબગ્રોન ડાયમંડના જોબવર્કર સંખ્યા પણ વધી છે. છેલ્લાં છ મહિનામાં સુરતમાં લેબગ્રોન ડાયમંડના વેપાર અને પ્રોડકશનમાં 37ટકાનો વધારો નોંધાયો છે. જ્યારે છેલ્લાં ત્રણ વર્ષમાં 300 ટકાનો ગ્રોથ રહ્યો છે. ભારત સરકારે લેબગ્રોન ડાયમંડના એક્સપોર્ટ માટે અલાયદો યુનિક આઈડી નંબર ફરજિયાત બનાવતા નેચરલ ડાયમંડ સામે સિન્થેટીક ડાયમંડનો વેપાર વધીને 7% સુધી પહોંચ્યો છે.

Most Popular

To Top