Gujarat Main

મહુવા-સુરત ટ્રેન 20 ઓગસ્ટથી અઠવાડિયામાં 5 દિવસ દોડશે

રેલવે દ્વારા મહુવા-સુરત સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનની ફ્રિક્વન્સી 20 ઓગસ્ટ, 2021થી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આ ટ્રેન અઠવાડિયામાં 5 દિવસ દોડશે.મહુવા-સુરત-મહુવા સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન (અઠવાડિયાના 5 દિવસ) મહુવા – સુરત સુપરફાસ્ટ સ્પેશિયલ મહુવાથી 19:35 કલાકે ઉપડશે અને અમદાવાદ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 02:15/02:35 કલાકનો રહેશે અને બીજા દિવસે 6:35 કલાકે સુરત પહોંચશે.

આ ટ્રેન 20 ઓગસ્ટ, 2021થી આગળની સૂચના સુધી મંગળવાર, બુધવાર, શુક્રવાર, રવિવાર અને સોમવારના રોજ અઠવાડિયામાં 5 દિવસ ચાલશે. તેવી જ રીતે, સુરત – મહુવા સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન સુરતથી 22:00 કલાકે ઉપડશે અને અમદાવાદ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 02:00/02:20 કલાકનો રહેશે અને બીજા દિવસે 9:05 કલાકે મહુવા પહોંચશે. આ ટ્રેન 21 ઓગસ્ટ, 2021થી આગળની સૂચના સુધી સોમવાર, મંગળવાર, ગુરુવાર, શનિવાર અને રવિવારના રોજ અઠવાડિયામાં 5 દિવસ ચાલશે.

આ ટ્રેન રસ્તામાં રાજુલા, સાવરકુંડલા, ઢસા, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, અમદાવાદ અને વડોદરા સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે. આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ બેઠક કોચ છે. સુરત-મહુવા સ્પેશિયલ 19 ઓગસ્ટ, 2021ના રોજ સુરતથી 16:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 4:15 કલાકે મહુવા પહોંચશે. આ ટ્રેન માત્ર 1 દિવસ માટે ચાલશે. સુરત-મહુવા-સુરત સુપરફાસ્ટ એક્સપ્રેસ 25 ઓગસ્ટ, 2021થી બંને દિશામાં રદ રહેશે

Most Popular

To Top