Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: શહેરના ગોડાદરા વિસ્તારમાં બર્થ-ડે (Birthday) માં ડીજેની પાર્ટી (Party) કરતા અને હાથમાં ખંજર લઈને ડાન્સ (Dance) કરતા યુવકોનો વિડીયો વાયરલ (Viral Video) થતા ગોડાદરા પોલીસ દોડતી થઈ હતી. ગોડાદરા વિસ્તારમાં આવેલા વૃંદાવન નગરની અંદર બર્થડે પાર્ટી ઉજવવામાં આવી હતી. તે દરમિયાન એક યુવકના હાથમાં ખંજર જોવા મળ્યું હતું. મિતેશ નામના યુવકના હાથમાં ખંજર લઈ ડાન્સ કરતો વિડીયો વાયરલ થયો હતો. સરેઆમ જાહેરમાં ડીજે પાર્ટીના ડાન્સ દરમિયાન યુવક હાથમાં ખંજર લઈ ડાન્સ કરતા વિડીયોમાં નજરે પડે છે. ગોડાદરા પોલીસે વિડીયોના આધારે તપાસ હાથ ધરી છે.

કોરોના કાળમાં પોલીસ કમિશનર દ્વારા જાહેરમાં ચાર કે તેથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તથા જાહેરમાં કોઈ પણ પ્રકારની ઉજવણી કરવા માટે પણ પ્રતિબંધ છે. તેમ છતાં છાશવારે પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરતા આ પ્રકારની હરકતના વીડિયો વાયરલ થતાં પોલીસ માટે હવે માથાનો દુ:ખાવો બની રહ્યો છે. આ અગાઉ પણ જાહેરમાં ભેગા થઈ બર્થ ડે પાર્ટીની ઉજવણી, તલવારથી કેક કાપવી જેવા કૃત્યોના વીડિયો વાયરલ થઈ ચૂક્યા છે. થોડા સમય અગાઉ તો એક પોલીસકર્મીની બર્થ ડે પાર્ટીના વીડિયોએ પણ ભારે ચકચાર જગાવી હતી.

To Top