વડોદરા : વડોદરા શેહેરને છેવાડે સયાજીપુરામાં આવેલ એપીએમસી માર્કેટમાં એક્ટિવાનું ગોડાઉન ધમધમતું હોવાની ચોકાવનારી હકીકત સામે આવી છે વેપારીઓ અને ખેડૂતોના વાહનો...
વડોદરા : કોટાથી ગાંધીનગર પરત ફરનાર દીક્ષિત પરિવારનાં કોઈ જ સદસ્યને મહેંદીના મર્ડરનો લેશમાત્ર અણસાર સુધ્ધાં નહીં આવવા દેનાર ખુની સચીનની પત્ની...
વડોદરા: (Vadodra) વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી પાર્થ સ્કૂલના સમાજશાસ્ત્રના શિક્ષક (Teacher) રાજ ભટ્ટના એક વાયરલ વિડીયોએ વિવાદ સર્જ્યો છે. શિક્ષક રાજભટ્ટે ઓનલાઇન...
વડોદરા: શહેરની સીટી પોલીસે ચોક્કસ બાતમીના આધારે ફતેપુરા ચાર રસ્તા પાસેથી ઓટો રિક્ષામાં વિદેશી દારૂની હેરાફેરી કરનાર બેને ઝડપી પાડ્યા હતા. પોલીસે...
સુરત: (Surat) વીર નર્મદ દ.ગુ.યુનિ. (University) હોસ્ટેલના ગરબા (Garba) મહોત્સવ દરમિયાન પોલીસ (Police) અને છાત્રો સાથે થયેલા ઝઘડાના બીજા દિવસે ઘેરા પ્રત્યાઘાત...
બારડોલી: (Bardoli) સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક લિમીડેટ (Surat district Co-operative Bank), મોતા શાખા (Mota branch) બારડોલી ખાતે ધોળે દિવસે લૂંટની ઘટના બની...
નવી દિલ્હી: (Delhi) અબજો ડોલરના ચારા કૌભાંડનો પર્દાફાશ કરનાર નિવૃત્ત આઈએએસ (IAS) અમિત ખરેને (Amit Khare) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Modi) સલાહકાર...
નવી દિલ્હી: (Delhi) નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કોરોના મહામારી બાદ સ્થાનિક ફ્લાઇટ્સ (Domestic Flights) પર પ્રતિબંધમાં રાહત આપી છે. સ્થાનિક વ્યવસાયિક ઉડાનો પર...
સુરત: (Surat) પાંચ મહિના અગાઉ ભારત સરકારના નાણા મંત્રાલયની ખાતરી છતાં 2 ટકા ઓનલાઇન ટ્રાન્ઝેકશન ટેક્સ (Online Transaction Tax) દૂર નહીં થતા...
સુરત: (Surat) હીરા ઉદ્યોગકારોનું (Diamond Industrialist) 2000 કરોડનું પેન્ડિંગ રિફંડ છૂટું કરાવવા જીજેઈપીસીના (JGEPC) રિજયોનલ ચેરમેન દિનેશ નાવડીયાએ આજે ગાંધીનગરમાં રાજ્યના નાણા...
સુરત: (Surat) કલર કેમિકલ ડાઇઝ અને કોલસાના ભાવો સતત વધી રહ્યા હોવાથી શહેરની મોટાભાગની જોબવર્ક પર નિર્ભર પ્રિન્ટીંગ મિલો (Printing Mill) નાણાકીય...
સુરત: (Surat) ક્લાઈમેટ ચેન્જ અને સિટી રિઝિલિઅન્સ ના ભાગરૂપે સુરત મહાનગર પાલિકા (Municipal Corporation) દ્વારા આઈ.યુ.સી (ઇન્ટરનેશનલ અર્બન કો-ઓપરેશન)ના સહયોગથી રોટરડેમના માર્ગદર્શનમાં...
સુરત: (Surat) રાજકારણીઓની રેલીને છાવરી રહેલી પોલીસ દ્વારા આજે યુનિ.માં ચાલી રહેલા ગરબામાં (Garba) વિદ્યાર્થીઓ (Students) પર પોતાનું જોર બતાવવામાં આવ્યું હતું....
રાજ્યના 6 મહાનગરો (Municipal Corporation) ની જેમ આગામી વર્ષ 2022માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) ભાજપ નવા ચહેરાઓને મેદાનમાં...
વલસાડ જિલ્લો એટલે કુદરતી સૌંદર્યનો અતૂટ ભંડાર. પશ્ચિમે ઘૂઘવતો અરબ સાગર અને પૂર્વે રખોપું કરતી સહ્યાદ્રીની ગિરિમાળા વચ્ચે આવેલા આ પ્રદેશને હરિયાળું...
સુરત: પેટ્રોલ, ડીઝલ, એલપીજી, કોલસો અને હવે શાકભાજી. દેશમાં દરેક જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ સામાન્ય માણસની પહોંચની બહાર જઈ રહી છે. એક લિટર પેટ્રોલના...
બારડોલી : દક્ષિણ ગુજરાતમાં આવેલી સુગર મિલોના ખેડૂત સભાસદો દ્વારા વહેલી શેરડી રોપવા માટે પડાપડી થતી હોય છે. સામાન્ય રીતે 1લી સપ્ટેમ્બરથી...
લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે બાળકો માટેની કોરોનાની વેક્સીન આવી ગઈ છે. સરકારે કોવેક્સીનને (Government Approved Covaxin For Children) મંજૂરી...
સુરત: ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ એસો.ના (Fogwa) પ્રમુખ અશોક જીરાવાલાની સતત રજૂઆતો પછી આજે પોલીસ કમિશનર અજય તોમરે (Surat Police Commissioner Ajay...
વડોદરા: શહેરના સમા વિસ્તારના રાંદલધામ મંદિર પાસેની ચંદનપાર્ક સોસાયટીમાં પિયરમાં જ પતિ અને 6 વર્ષીય દીકરી સાથે રહેતી 35 વર્ષીય પરિણિતા સોસાયટીમાં...
વડોદરા: પ્રેમી સચીનના હાથે જ કરૂણ મોતને અકાળે ભેટેલી મહેંદી ઉર્ફે હિનાના મૃતદેહનું આજે પેનલ તબિબની ટીમે સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કર્યું હતું....
વડોદરા: શહેરના સીમાડે આવેલા ગ્રામ્ય વિસ્તારમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠીઓને ઝડપી પાડવા પોલીસે સૌપ્રથમ વાર ડ્રોન કેમેરાની મદદથી દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર...
ગોધરા: ભારત સરકારનો ડ્રીમ પ્રોજેકટ ભારત માલા પ્રોજેકટ અંતર્ગત મુંબઈ-દિલ્લી વચ્ચે બનાવવામાં આવી રહેલા ગ્રીન કોરીડોરને લઈને અનેક વખત વિવાદો સામે આવ્યા...
કર્ણાટકની રાજધાની બેંગ્લુરુમાં ભારે વરસાદના લીધે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. (Heavy Rain In Karnataka Capital Bangluru) અહીં ભારે વરસાદને લીધે...
વડોદરા: પબ્લિક ગ્રીવન્સ રીડ્રેસલ મિકેનીઝમના ભાગરૂપે વડોદરા જિલ્લા પંચાયત દ્વારા સમગ્ર રાજ્યમાં એક નવતર પહેલ કરવામાં આવી છે.જે અન્વયે લોકોને પોતાની રજૂઆતો...
વડોદરા: સમા વિસ્તારના સામાજિક કાર્યકર ચિરાગ કડિયાએ અનોખી રીતે અન્નપૂર્ણા યોજના શરૂ કરવાની માંગણી કરી હતી.જેમાં અન્નપૂર્ણા યોજનાના કેબીન પાસે બેસી ભીખ...
વડોદરા : આઈટીએમ યુનિવર્સીટીબ એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, હોસ્પિટાલિટી, એલાઇડ હેલ્થ સાયન્સ ક્ષેત્રોમાં કસ્ટમ ડિઝાઇન કરેલી તાલીમ અને ઇન્ટર્નશીપ, સાથે ઉદ્યોગની જરૂરિયાતોને પૂરી કરીને...
નડિયાદ: નડિયાદ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં વધતાં જતા વાહનચોરીના બનાવો વચ્ચે ટાઉન સર્વેલન્સ સ્ક્વોર્ડની ટીમે ચોરીના પાંચ વાહનો સાથે વાહનચોરને ઝડપી પાડ્યો...
આણંદ : કોરોના સંક્રમણની ત્રીજી લહેરને અટકાવવાના હેતુથી રસીકરણ મહા અભિયાન સઘન બન્યું છે. વેક્સીનના પ્રથમ કે બીજા ડોઝથી વંચિત હોય તેવા...
દિલ્હીમાં તહેવારો પહેલાં આતંકવાદી હુમલાના (Terrorist Attack Plan In Delhi) મોટા ષડયંત્રનો ખુલાસો થયો છે. (Delhi Police) દિલ્હી પોલીસના સ્પેશ્યિલ સેલ દ્વારા...
ન.પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા જર્જરિત થતા બંધ : વાલીઓ ચિંતિત
VMC vs સિંચાઈ વિભાગ : ₹4,733 કરોડના બિલનો આવશે કાયમી ઉકેલ
દાહોદના પૂર્વ ઇન્ચાર્જ ડીપીઇઓ મયુર પારેખ સામે રૂ.65.40 લાખની અપ્રમાણસર મિલકતનો ગુનો
રાજ્યની 8 મહાનગરપાલિકાઓને કુલ ₹2132 કરોડ વિકાસ કામો માટે ફાળવ્યા
108 મોડીફાય સાયલેન્સર પર બુલડોઝર ફેરવી નાશ કરાયો
વડોદરા : એસબીઆઇ બેન્કમાંથી બોલતા હોવાની ઓળખ આપી યુવક સાથે રૂ.1.39 લાખની ઠગાઇ
કપડવંજમાં ઘઉંના કટ્ટા ભરેલી ગાડી મામલે 2 કોન્સ્ટેબલે 90 હજારની લાંચ લીધી
દેવગઢ બારીઆ નગર પાલિકામાં ભાજપની ઐતિહાસિક વાપસી, ધર્મેશભાઈ કલાલ પુનઃ પ્રમુખ
AMNSના એન્જીનિયરનું મોત, કંપની પર લાપરવાહીનો પરિવારનો આક્ષેપ
IPL: દિલ્હી કેપિટલ્સે પૃથ્વી શોને રૂ.75 લાખમાં કેમ ખરીદ્યો, જાણો ટીમના માલિકે શું કારણ આપ્યું ..?
લાઈફટાઈમ શોટઃ સિડનીમાં આતંકીને 40 મીટર દૂરથી ઠાર મારનાર ડિટેક્ટીવના લોકો કરી રહ્યાં છે વખાણ
રેલવે મુસાફરો માટે સારા સમાચાર: હવેથી 10 કલાક પહેલા વેઈટિંગ–RAC ટિકિટનું સ્ટેટસ જાણી શકાશે
સયાજીબાગમાં સફેદ વાઘનું પુનરાગમન, ક્વોરેન્ટાઈન કરાયો
સુરતમાં કોંગ્રેસ અને ભાજપના કેટલાંક આગેવાનો સમર્થકો સાથે AAPમાં જોડાયા
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો સાતમો દીક્ષાંત સમારોહ ૨૦ ડિસેમ્બરે યોજાશે
શિનોર તાલુકાના સાધલી સ્થિત મનન વિદ્યાલયમાં 4.37 લાખથી વધુની ચોરી, તસ્કરો CCTVમાં કેદ
માંજલપુરમાં રસ્તાની કામગીરી દરમિયાન ગેસ લાઇન તૂટી
પલસાણાની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી
‘આ સિંહોની ભૂમિ છે’ PM મોદીનું ઇથોપિયન સંસદમાં સંબોધન
રાજલક્ષ્મી ગ્રુપના પાપે શિવ રેસીડેન્સીની દિવાલ તૂટી, બે ટાવર ખાલી કરાયા, 300 પરિવાર ઠંડીમાં ઠૂઠવાયા
એક જ મંડપમાં હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તી દીકરીઓ પરણશે, પીપી સવાણી ગ્રુપનો અનોખો સેવાયજ્ઞ
શિનોર તાલુકાના તેરસા ગામે જીવતા વીજ કરંટથી બે ભેંસોના મોત
પંજાબની જેમ ખેડૂતોને પ્રતિ હેકટર 50,000 વળતરની માંગ
ડભોઇમાં એક જ રાતે સાત મકાનોના તાળા તૂટ્યા
નશા માટે વપરાતા રોલિંગ પેપર, સ્મોકિંગ કોન પર હવે પ્રતિબંધ
સમગ્ર રાજ્યમાં સુરતમાં સૌથી વધુ લઘુતમ તાપમાન
શિનોર પંથકમાં લાકડાચોરો બેફામ, પુનિયાદ ગામ પાસે વિરપ્પનોનો ગેરકાયદેસર ધંધો
ટ્રમ્પના ટેરિફ અમેરિકી પ્રજાને પણ નડવા માંડ્યા છે
એક ક્લિકથી PFની રકમ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થશે, તરત ATM માંથી ઉપાડી શકાશે
અમદાવાદ-ગાંધીનગર, કલોલની 10 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

વડોદરા : વડોદરા શેહેરને છેવાડે સયાજીપુરામાં આવેલ એપીએમસી માર્કેટમાં એક્ટિવાનું ગોડાઉન ધમધમતું હોવાની ચોકાવનારી હકીકત સામે આવી છે વેપારીઓ અને ખેડૂતોના વાહનો પાર્ક કરવાની જગ્યાએ હોન્ડાના વેપારીને એપીએમસી દ્વારા નજીવા ભાડે જગ્યા આપી દેવામાં આવી છે.જેને લઈને પણ સતાધીશો સામે સવાલો થઇ રહ્યા છે. મલાઈદાર ગણાતા એપીએમસીનો વહીવટ હમેંશા ચર્ચાની રહે છે. છેલ્લા ૧૫ વર્ષથી એપીએમસીમાં શૈલેષ પટેલ મોટાનું એકહથ્થુ શાશન છે જેની સામે છાશવારે સવાલો ઉઠે છે. એપીએમસીમાં શાકભાજીનો વેપાર થાય છે.પણ આશ્ચર્ય વચ્ચે એપીએમસીના ડાયરેક્ટરોએ શાકભાજીની સાથે-સાથે ભાડે જગ્યા આપવાનું પણ શરૂ કરી દીધું છે.
નવાઈની વાત તો એ છે કે એપીએમસીમાં ખેડૂતો અને વેપારીઓના વાહનો મુકવાની પાર્કિંગની જગ્યાએ ઢગલાબંધ એક્ટિવા ખડકાયેલા જોવા મળે છે એપીએમસીમાં શાકભાજીના ગોડાઉન સાથે એપલ હોન્ડાનું ગોડાઉન પણ ધમધમતું જોવા મળે છે જ્યાં એપલ હોન્ડાનો યુનિફોર્મમાં સજ્જ સ્ટાફ પણ ફરજ બજાવે છે શાકમાર્કેટમાં ઢગલાબંધ નવા નક્કોર એક્ટિવા સ્કુટરના જથ્થા અંગે એપીએમસીના સર્વેસર્વા શૈલેષ પટેલ મોટાનું કેહવું છે કે ઠરાવ કરી દિવાળી સુધી જગ્યાભાડે આપી છે. નજીવા ભાડે હોન્ડા શોરૂમ ને જગ્યા આપતા એપીએમસીના સતાધીશો ખેડૂતોને કે પછી વેપારીઓને સસ્તા ભાવે દુકાનો કે જગ્યા આપવા ખુબ હેરાન કરતા હોવાનું પણ ચર્ચાઈ છે અલબત સહકારી ક્ષેત્રોમાં ચલતા મનસ્વી વહીવટ સેવા કરતા મેવામાં વધુ રસ હોય તેની તરફ ઈશારો કરે છે.
સામાન્ય રીતે શહેરના કોઈપણ વિસ્તારમાં ૫૦૦ સ્કેવર ફૂટની દુકાન,ઓફીસ કે પછી મકાન ભાડે રાખવામાં આવે તો તેનું ભાડું ઓછામાં ઓછુ ૮૦૦૦થી ૧૦૦૦૦ હશે કેટલાક પોશ વિસ્તારમાં આ ભાડું 20 થી ૨૫ હજાર સુધી પણ હોય શકે પરંતુ સયાજીપુરા એપીએમસી માર્કેટમાં એપલ હોન્ડાને આપવામાં આવેલ જગ્યાનું ભાડું જાણી ચોકી જવાય તેમ છે એપીએમસી માર્કેટમાં અંદાજે 20 હજાર સ્કેવર ફૂટ જગ્યાનું ભાડું માત્ર ને માત્ર 10 હજાર રૂપિયા છે આમ સત્તાના નશામાં મનફાવે તેવા નિર્ણયો કરવામાં આવી રહ્યા છે તેનો જીવતો જાગતો પુરાવો એપીએમસી માર્કેટમાં ચાલતું એપલ હોન્ડાના સ્કુટરનું ગોડાઉન છે.
શૈલેષ પટેલ મોટા છેલ્લા ૧૫ વર્ષથી એપીએમસી પર રાજ કરે છે મોટાભાગે એપીએમસીની ચુંટણીઓ બિનહરીફ રહે છે જેની પાછળ શૈલેષ પટેલ મોટાનું મેનેજ પાવર હોવાની ચર્ચા છે શૈલેષ પટેલથી મલાઈદાર એપીએમસીનો વહીવટ છુટતો નથી તાજેતરમાં યોજેલી ચુંટણીમાં પણ શૈલેષ પટેલ મોટાનું મેનેજિગ મેનેજમેન્ટ સામે આવ્યું હતું અને ભાજપના મેન્ડેટ પર ચુંટણી મેદાન પર ઉતરેલા ૧૨ ઉમેદવારો સામે એક પણ ઉમેદવાર ચુંટણી લડ્યો ન હતો પરિણામે ચૂંટણીમાં ૧૬ પૈકી ભાજપ પ્રેરિત ૧૨ ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા શૈલેષ પટેલ મોટા કોંગ્રેસને પણ મેનેજ કરી લે છે ત્યારે મેનેજિગ મેનેજમેન્ટમાં મની પાવર કામ કરતુ હોવાની અટકળો પણ સહકારી રાજકારણમાં જોર પકડે છે.
સયાજીપુરામાં કાર્યરત એપીએમસી માર્કેટમાં એપલ હોન્ડા સ્કુટરનું ગોડાઉન ભાડે આપવાની પ્રક્રિયામાં નીતિ નિયમોને નેવે મૂકી દેવામાં આવ્યા છે હજારો સ્કવેર ફૂટની વિશાળ જગ્યા નજીવા ભાડે અપાઈ છે. કોઈ ટેન્ડર પ્રક્રિયા પણ કરવામાં આવી નથી તેવું જાણવા મળ્યું છે મોટાએ માત્ર ઠરાવ કરી લાખોની કિંમતની જગ્યા પધરાઈ દીધી છે આ મનસ્વી નિર્ણય પહેલીવાર લેવાયો નથી બે વર્ષ પહેલાં પણ એપીએમસી માર્કેટમાં એક્ટિવા સ્કુટરનું ગોડાઉન ચાલતું હોવાનો ઘટસ્ફોટ થયો હતો તે સમયે શૈલેષ પટેલે (મોટા) હવે ભાડે આપતા અગાઉ ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવશે તેમ કહ્યું હતું પરંતુ બે વર્ષ પછી એ જ પરિસ્થિતિ ફરી ઉભી થઇ છે છતાય મોટાના પેટનું પાણી હાલતું નથી.