ચોક એક ફકીર એક શાહી કબ્રસ્તાનમાંથી પસાર થતા હતા.અંધારી રાત હતી. તેમનો પગ એક ખોપડીને લાગ્યો.ફકીર ડરી ગયો અને તે ખોપડીને જોઇને...
ચોકલેટ શી રીતે નુકસાનકારક છે? ગળી ચોકલેટ મોટે ભાગે દાંતે ચોંટી રહેતી હોવાથી દાંતના સડાને નોંતરે છે. ગળપણ તેમ જ વધુ કેલરીને...
જમ્મુ અને કાશ્મીરના ડિવિઝનલ કમિશનરે કાશ્મીરની ખીણમાં નોકરી કરનારા સરકારી કર્મચારીઓને આદેશ આપ્યો છે કે કાં તો તેઓ ફરજ પર પાછા ફરે...
વીર નર્મદ યુનિવર્સિટીમાં ગરબા રમતા વિદ્યાર્થીઓને ઉમરા પોલીસ દ્વારા માર મારવાની ઘટના બાદ ABVP (અખિલ ભારત વિદ્યાર્થી પરિષદ) દ્વારા આજે ગુરુવારે યુનિવર્સિટીના...
વિશ્વભરમાં હાલમાં કોલસાની તંગી ઊભી થઈ રહી છે અને તેને કારણે વીજ સંકટ પેદા થાય તેવી સ્થિતિ જોવાઈ રહી છે પરંતુ આ...
આણંદ : વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ ડો. શિરીષ કુલકર્ણી સામે અધ્યાપક મંડળ દ્વારા બાંયો ચડાવવામાં આવી છે. આ અંગે બુધવારના...
નડિયાદ: ઠાસરાની ૧૬૫ વર્ષ જુની તાલુકા પ્રાથમિક શાળા (કુમાર શાળા) આવેલી છે. આ શાળામાં ધોરણ ૧ થી ૮ માં કુલ ૧૩૬ વિદ્યાર્થીઓ...
આણંદ : રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ઇંટો પકવવાના વ્યવસાય સાથે સંકળાયેલા શ્રમજીવીઓના દૈનિક વેતનમાં સુધારો કરી લઘુતમ વેતન દરમાં સુધારો...
દાહોદ: લીમખેડા તાલુકાના પાલ્લી ગામે ગઈકાલે સાંજે તુફાન જીપ ગાડીની ટક્કરે બાઈક ઉપર સવાર બે પિતરાઈ ભાઈઓ ને ગંભીર ઇજા થવા...
કાલોલ: કાલોલ તાલુકાના એરાલ ગામમા ગત મે માસમાં કાલોલ આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસની વિગતો મુજબ કાલોલ તાલુકાના એરાલ ગામમાં...
દાહોદ: દાહોદ જિલ્લાના સંજેલી ખાતે એક ફુટવેરની દુકાનમાં મોડીરાત્રી શોર્ટ સર્કિટના કારણે લાગેલ આગમાં દુકાનનો સંપુર્ણ સામાન બળીને ખાખ થઈ ગયો...
વડોદરા : શહેરના ન્યુ સમા રોડ ઉપર આવેલી ચંદન પાર્ક સોસાયટીમાં રહસ્યમય રીતે મોતને ભેટેલ માતા-પુત્રીના ચકચારી બનાવમાં પતિએ આઈસ્ક્રીમમાં ઝેર ભેરવી...
વડોદરા : વડોદરા શહેરના સમા – સંજયનગર મુખ્યમંત્રી આવાસ યોજનામાં સરકારી જગ્યામાં ડેવલપર દ્વારા યોજનામાં ગેરકાયદેસર વધારાનું બાંધકામ, વિશ્વામિત્રી નદી ,જૂની નદી...
વડોદરા : શહેર નજીક આવેલા વાઘોડિયાની આમોદર પાસે મોપેડ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એકનું મોત થયું હતું. જયારે બેને સારવાર...
વડોદરા: તહેવારોની વણઝાર વચ્ચે ભેળસેડીયા તત્વો સક્રિય ન બને અને લોકોના આરોગ્ય સાથે થતા ચેડાં અટકાવી શકાય તે માટે વડોદરા મહાનગર પાલિકાની...
વડોદરા : દોઢ વર્ષ સુધી કોરોના લોકડાઉનનો માર ત્યારબાદ પેટ્રોલ-ડીઝલ અને હવે સીએનજી ગેસના ભાવમાં વધારો કરતા રોજે રોજ કમાઈને પેટિયું રળતા...
વડોદરા : વડોદરા શહેરમાં ધીમે ધીમે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો માથું ઊંચકી રહ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી સેમ્પલિંગની કામગીરી દરમિયાન...
રાજયમાં યુવા ધનને ડ્રગ્સથી બચાવવા માટે રાજયમાં ડ્રગ્સ માફિયાઓના નેટવર્કને નેસ્તનાબૂદ કરવા માટે હવેથી સરકાર દ્વારા કેફી દ્રવ્યો અંગે બાતમી આપનાર બાતમીદારો...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ મનપા અને વલસાડમાં કોરોનાના 6-6 કેસ સાથે કુલ 26 નવા કેસ નોંધાવા પામ્યા છે. બીજી બાજુ રાજ્યમાં...
રાજયમાં છેલ્લા બે વર્ષના કોરોના કાળમાં સરકારી નોકરી માટે ભરતી પ્રક્રિયામાં કેટલાય યુવાનો ભાગ લઈ શક્યા નથી. કોરોના સમયગાળા દરમિયાન રાજ્યમાં સ્પર્ધાત્મક...
ભાજપ હાઈકમાન્ડ દ્વારા આખી રૂપાણી સરકારને બદલી નાંખીને નો રિપીટ થીયરી લાવીને જૂની કેબિનેટના એક પણ મંત્રીને સમાવાયા નહોતા. તેવી જ રીતે...
ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટીમાં (GMERS) મોટા પાયે ગેરરિતી, ખરીદીમાં ભ્રષ્ટાચાર, બાંધકામમાં ભ્રષ્ટાચાર, નિમણૂકમાં ભ્રષ્ટાચાર, ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટીમાં...
બારડોલી: (Bardoli) બારડોલી તાલુકાના મોતા ગામે આવેલી સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્કની (Surat District Bank) શાખામાં થયેલી લૂંટ (Loot) પ્રકરણમાં પોલીસ પગેરું શોધવા...
નવી દિલ્હી: (Delhi) ભારતની યજમાનીમાં યુએઇ અને ઓમાનમાં 17 ઓક્ટોબરથી શરૂ થનારા ટી-20 વર્લ્ડકપ (T 20 World Cup) માટે ભારતીય ટીમમાં બુધવારે...
નવસારી: (Navsari) નવસારીમાં ધોરણ ૧ થી ૫ ના વર્ગો ઓફલાઈન શરૂ કરવાની માંગ કરી શૈક્ષણિક જાગૃત વાલીમંડળે શિક્ષણમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું છે. જેમાં...
વડોદરા: (Vadodra) ગાંધીનગરના પેથાપુરની ઘટના હજી શાંત પણ થઈ નથી ત્યાં વડોદરામાં વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વડોદરામાં વધુ એક...
ડ્રગ્સ કેસમાં આજે મુંબઈની સેશન્સ કોર્ટમાં બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાન (Hearing on Sharukh’s Son Aryan Khan Bail Application) અને...
એક લિટર પેટ્રોલ અને ડીઝલના ભાવ 100ને પાર પહોંચી ગયા છે. ખાદ્યતેલના ડબ્બા 2750ની સપાટી વટાવી ગયા છે અને હવે તો ગરીબોની...
સુરતમાં (એSurat) ગરબા (Garba) રમવા મામલે વિદ્યાર્થીઓ અને પોલીસ (Studants And Police) વચ્ચે થયેલા ઘર્ષણ મામલે સમગ્ર ગુજરાતમાં (Gujarat) વિદ્યાર્થીઓનું આંદોલન પ્રસરી...
સુરત: (Surat) ટેન્ડર ફી તેમજ ઈએમઆઈ નહીં ભરવાને કારણે જે ટેન્ડરરને ડિસ્ક્વોલિફાય કરવો જોઈએ તે જ માનીતા ટેન્ડરરને જ એક કરોડનો કોન્ટ્રાક્ટ...
ન.પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા જર્જરિત થતા બંધ : વાલીઓ ચિંતિત
VMC vs સિંચાઈ વિભાગ : ₹4,733 કરોડના બિલનો આવશે કાયમી ઉકેલ
દાહોદના પૂર્વ ઇન્ચાર્જ ડીપીઇઓ મયુર પારેખ સામે રૂ.65.40 લાખની અપ્રમાણસર મિલકતનો ગુનો
રાજ્યની 8 મહાનગરપાલિકાઓને કુલ ₹2132 કરોડ વિકાસ કામો માટે ફાળવ્યા
108 મોડીફાય સાયલેન્સર પર બુલડોઝર ફેરવી નાશ કરાયો
વડોદરા : એસબીઆઇ બેન્કમાંથી બોલતા હોવાની ઓળખ આપી યુવક સાથે રૂ.1.39 લાખની ઠગાઇ
કપડવંજમાં ઘઉંના કટ્ટા ભરેલી ગાડી મામલે 2 કોન્સ્ટેબલે 90 હજારની લાંચ લીધી
દેવગઢ બારીઆ નગર પાલિકામાં ભાજપની ઐતિહાસિક વાપસી, ધર્મેશભાઈ કલાલ પુનઃ પ્રમુખ
AMNSના એન્જીનિયરનું મોત, કંપની પર લાપરવાહીનો પરિવારનો આક્ષેપ
IPL: દિલ્હી કેપિટલ્સે પૃથ્વી શોને રૂ.75 લાખમાં કેમ ખરીદ્યો, જાણો ટીમના માલિકે શું કારણ આપ્યું ..?
લાઈફટાઈમ શોટઃ સિડનીમાં આતંકીને 40 મીટર દૂરથી ઠાર મારનાર ડિટેક્ટીવના લોકો કરી રહ્યાં છે વખાણ
રેલવે મુસાફરો માટે સારા સમાચાર: હવેથી 10 કલાક પહેલા વેઈટિંગ–RAC ટિકિટનું સ્ટેટસ જાણી શકાશે
સયાજીબાગમાં સફેદ વાઘનું પુનરાગમન, ક્વોરેન્ટાઈન કરાયો
સુરતમાં કોંગ્રેસ અને ભાજપના કેટલાંક આગેવાનો સમર્થકો સાથે AAPમાં જોડાયા
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો સાતમો દીક્ષાંત સમારોહ ૨૦ ડિસેમ્બરે યોજાશે
શિનોર તાલુકાના સાધલી સ્થિત મનન વિદ્યાલયમાં 4.37 લાખથી વધુની ચોરી, તસ્કરો CCTVમાં કેદ
માંજલપુરમાં રસ્તાની કામગીરી દરમિયાન ગેસ લાઇન તૂટી
પલસાણાની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી
‘આ સિંહોની ભૂમિ છે’ PM મોદીનું ઇથોપિયન સંસદમાં સંબોધન
રાજલક્ષ્મી ગ્રુપના પાપે શિવ રેસીડેન્સીની દિવાલ તૂટી, બે ટાવર ખાલી કરાયા, 300 પરિવાર ઠંડીમાં ઠૂઠવાયા
એક જ મંડપમાં હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તી દીકરીઓ પરણશે, પીપી સવાણી ગ્રુપનો અનોખો સેવાયજ્ઞ
શિનોર તાલુકાના તેરસા ગામે જીવતા વીજ કરંટથી બે ભેંસોના મોત
પંજાબની જેમ ખેડૂતોને પ્રતિ હેકટર 50,000 વળતરની માંગ
ડભોઇમાં એક જ રાતે સાત મકાનોના તાળા તૂટ્યા
નશા માટે વપરાતા રોલિંગ પેપર, સ્મોકિંગ કોન પર હવે પ્રતિબંધ
સમગ્ર રાજ્યમાં સુરતમાં સૌથી વધુ લઘુતમ તાપમાન
શિનોર પંથકમાં લાકડાચોરો બેફામ, પુનિયાદ ગામ પાસે વિરપ્પનોનો ગેરકાયદેસર ધંધો
ટ્રમ્પના ટેરિફ અમેરિકી પ્રજાને પણ નડવા માંડ્યા છે
એક ક્લિકથી PFની રકમ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થશે, તરત ATM માંથી ઉપાડી શકાશે
અમદાવાદ-ગાંધીનગર, કલોલની 10 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

ચોક એક ફકીર એક શાહી કબ્રસ્તાનમાંથી પસાર થતા હતા.અંધારી રાત હતી. તેમનો પગ એક ખોપડીને લાગ્યો.ફકીર ડરી ગયો અને તે ખોપડીને જોઇને તે ઘડી ઘડી ખોપડીને પગે લાગવા લાગ્યો અને હાથ પગ જોડી માફી માંગવા લાગ્યો. તે ખોપડીને પોતાની સાથે લઈને ઘરે લઇ ગયો અને સવાર સાંજ તેની માફી માંગતો રહેતો.બધા એમ કહેવા લાગ્યા કે આ ફકીર પાગલ થઈ ગયો છે. ફકીર નગરના ચોકમાં ખોપડીને વચ્ચે મૂકી વારંવાર તેને નમન કરી માફી માંગવા લાગ્યો.ફકીરને આવું કરતાં જોઇને લોકો ભેગાં થઇ ગયાં. લોકો તેને કહેવા લાગ્યા કે, ‘ફકીર, આ પાગલપન છોડ. શું ખોપડીથી માફી માંગ માંગ કરે છે.’
ફકીર બોલ્યો, ‘અરે માફી તો માંગવી જ પડે. આ શાહી કબ્રસ્તાનમાં દાટેલા માણસની ખોપડી છે એટલે વર્ષો પહેલાં આ માણસ શાહી સિંહાસન પર બેસતો હશે અને જો એ માણસ જીવિત હોત અને તેના માથા પર મારો પગ લાગત તો મારી શું હાલત થાત, આ તો મારું નસીબ છે કે તે માણસ જીવિત નથી મરી ગયો છે.પણ મારે તેની ક્ષમા તો માંગવી પડે ને..’ લોકો હસવા લાગ્યાં અને બોલવા લાગ્યાં, ‘ફકીર પાગલ થઇ ગયો છે.આ માણસ મરી ગયો છે. હવે તે કેટલો પણ ઉચ્ચ સિંહાસન પર બેસતો હશે, હવે તે શું કરી શકે તેની માફી માંગવાની શું જરૂર છે?’
ફકીર આ સાંભળી જોરજોરથી હસવા લાગ્યો અને બોલ્યો, ‘હું પાગલ નથી. હું આ માણસને અને તમને બધાને એક વાત સમજાવવા માંગું છું.આ મરેલો માણસ અને તેની આ ખોપડી જયારે સિંહાસન પર બેસતી હશે ત્યારે પોતાની પર કેટલું ઘમંડ કરતી હશે અને આજે મૃત્યુ બાદ તેની ખોપડીને એક ફકીરનો પગ લાગ્યો તે ઉફ પણ કરી શકતી નથી અને તે જીવતો હશે તો લોકો એને ઝૂકી ઝૂકીને સલામ કરતા હશે. આજે લોકો જ બોલે છે કે મરેલા માણસની ખોપડીની માફી માંગવાની કોઈ જરૂર નથી.એટલે ક્યાં ગયું આ ખોપડીનું માન સન્માન અને અહંકાર? અને તમે બધા આજે જીવતાં માણસો પણ આ વાત પરથી શીખી લો કે તમે જે પદ કે સ્થાન પર છો તેનો અહંકાર ન કરો.આજે નહીં ને કાલે બધાની મંઝિલ મૃત્યુ છે ને મૃત્યુ બાદ તમારાં પદ,પ્રતિષ્ઠા ,અહંકાર, રૂઆબ કોઈની કોઈ કિંમત નથી.’ ફકીરે બધાને ક્યારેય ઘમંડ ન કરવો તે વાત ચોટદાર રીતે સમજાવી.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.