Madhya Gujarat

ઇંટો બનાવનારને કામના કુલ કલાકો મુજબ નહી, પરંતુ કામગીરી મુજબ મહેનતાણું ચૂકવાશે

આણંદ : રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ઇંટો પકવવાના વ્યવસાય સાથે સંકળાયેલા શ્રમજીવીઓના દૈનિક વેતનમાં સુધારો કરી લઘુતમ વેતન દરમાં સુધારો કરાવા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે અંતર્ગત વેતન ઉપરાંત જીવનનિર્વાહ આંક અનુસાર ખાસ ભથ્થુ પણ ચૂકવવાનું રહેશે તેમ નક્કિ કરવામાં આવ્યું છે. જેના અતર્ગત આણંદ જિલ્લાના રોજગારના વેતનમાં પણ ફેરફાર જોવા મળશે. રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ઇંટો પકવવાના વ્યવસાય સાથે સંકળાયેલા શ્રમજીવીઓના દૈનિક વેતનમાં સુધારો કરી લઘુતમ વેતન 293 ચુકવવા અંગેનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.

જે અંતર્ગત વેતન ઉપરાંત જીવનનિર્વાહ આંક અનુસાર ખાસ ભથ્થુ પણ ચૂકવવાનું રહેશે. આ અંગે મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટ્યુટ, અમદાવાદ દ્વારા કરવામાં આવેલા વૈજ્ઞાનિક અભ્યાસ અને તારણોના આધારે માત્ર કામના કુલ કલાકો મુજબ નહીં, પરંતુ કામગીરી મુજબ મહેનતાણું ચૂકવવાનો નિર્ણય શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. જે અંતર્ગત જાહેર કરવામાં નવા વેતનદરો મુજબ માટી ખોદીને ઇંટો બનાવનારા તથા પકવનારાઓને પ્રતિ 490 ઇંટો દીઠ 293, ભરતીવાળાને પ્રતિ 1100 ઇંટો દીઠ 276, ઇંટો ગોઠવનારાને પ્રતિ 1000 ઇંટો દીઠ 276 અને તૈયાર ઇંટોનું વહન કરનારાઓને પ્રતિ 1000 ઇંટો દીઠ 276 દૈનિક ભથ્થા પેટે ચૂકવવાના રહેશે. 

જ્યારે મિસ્ત્રી, મુકાદમ, ડ્રાઇવર, ચોકીદાર વગેરેને દૈનિક 293નું વેતન ચુકવવાપાત્ર થશે. આ ઉપરાંત આ જાહેરનામું અમલમાં રહે ત્યાં સુધી પ્રતિ વર્ષ 30 જૂન તથા 31 ડિસેમ્બરના રોજ પૂરા થતા છ માસને ધ્યાને લઇ જીવન નિર્વાહ આધારિત ખાસ ભથ્થુ પણ અનુક્રમે 1 ઓક્ટોબર તથા 1 એપ્રિલના રોજથી શરૂ થતા છ માસના ગાળા માટે ચૂકવવાનું રહેશે. જેમાં વખતોવખત સક્ષમ સત્તાધિકારી દ્વારા સુધારો કરવામાં આવશે તેમ શ્રમ અને રોજગાર વિભાગના નાયબ સચિવ ગગુભા રાજની યાદીમાં જણાવ્યું છે.

Most Popular

To Top