Madhya Gujarat

દાહોદના સંજેલીમાં ફૂટવેરની દુકાનમાં શોર્ટ સર્કિટથી આગ

        દાહોદ: દાહોદ જિલ્લાના સંજેલી ખાતે એક ફુટવેરની દુકાનમાં મોડીરાત્રી શોર્ટ સર્કિટના કારણે લાગેલ આગમાં દુકાનનો સંપુર્ણ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આગની ઘટનાની જાણ ફાયર બ્રિગેડના લાશ્કરોને કરાતાં ફાયર ફાઈટરો પાણીના બંબા સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પાણીનો ભારે મારો ચલાવી આગને ભારે જહેમત બાદ કાબુમાં લેવામાં આવી હતી. આ આગમાં લાખ્ખોનું નુંકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

મળતી માહિતી અનુસાર સંજેલી નગરમાં આવેલી એક ફૂટવેરની દુકાનમાં ગત મોડીરાતે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી જવા પામી હતી.  આ આ બનાવને પગલે દુકાન માલિક તેમજ આસપાસના લોકો તાબડતોડ ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં. આગે જાેતજાેતામાં વિકરાળ રૂપ ધારણ કરતા આસપાસના સ્થાનિકોએ ઝાલોદ ફાઈટર ને બનાવની જાણ કરતા ઝાલોદ અગ્નિશામક દળના લશ્કરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગના બનાવને પગલે દુકાનનો સામાન આગમાં બળીને ભસ્મીભૂત થઇ જતા દુકાન માલિકને લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું હોવાનું શક્યતાઓ જાેવાઇ રહી છે ત્યારે આ બનાવમાં સદ્‌ભાગ્યે કોઈ જાનહાનિ કે ઈજા ન પહોંચતા હાશકારો અનુભવ્યો હતો. પરંતુ લાગેલ આગ વેપારીને નુકસાન થયાનુ જણવા મળ્યુ છે.

Most Popular

To Top