National

દિલ્હીમાંથી પાકિસ્તાની આતંકવાદી ઝડપાયો, દિવાળીમાં હુમલાની હતી યોજના

દિલ્હીમાં તહેવારો પહેલાં આતંકવાદી હુમલાના (Terrorist Attack Plan In Delhi) મોટા ષડયંત્રનો ખુલાસો થયો છે. (Delhi Police) દિલ્હી પોલીસના સ્પેશ્યિલ સેલ દ્વારા અહીંના લક્ષ્મીનગરમાંથી એક આતંકવાદીને ઝડપી પાડવામાં આવ્યો છે. આ આતંકવાદી મૂળ પાકિસ્તાનનો (Pakistan) રહેવાસી હોવાની પ્રાથમિક વિગતો સાંપડી છે. પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. વધુ આતંકવાદી છૂપાયા હોવાની આશંકા સાથે દિલ્હીમાં ઠેરઠેર તપાસ કરવામાં આવી રહી છે.

મળતી પ્રાથમિક માહિતી અનુસાર આ પાકિસ્તાની આતંકવાદી દિલ્હીમાં નામ બદલીને રહેતો હતો. તેનું નામ અશરફ અલી છે. પાકિસ્તાનથી આવેલા અશરફ અલીને પાકિસ્તાનમાં ISI એ ટ્રેનિંગ આપી હોવાનું જાણવા મળ્યું છે. દિલ્હીમાં મોટા આતંકવાદી હુમલાને પાર પાડવાના ઈરાદે તે આવ્યો હતો. પાકિસ્તાનમાં હૂમલાની ટ્રેનિંગ લીધા બાદ તે નેપાળના રસ્તે ભારત આવ્યો છે. બાતમીના આધારે સ્પેશ્યિલ સર્ચ ઓપરેશન હાથ ધરીને આજે સવારે દિલ્હી પોલીસના સ્પેશ્યિલ સેલ દ્વારા તેને પકડી પાડવામાં આવ્યો છે. આ સાથે જ સમગ્ર દિલ્હીને હાઈએલર્ટ મોડ પર મુકી દેવાયું છે. ઠેરઠેર પોલીસ બંદોબસ્ત કડક કરી દેવાયો છે. આતંકવાદીની ધરપકડ કર્યા બાદ હાલ પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.

દશેરા અને દિવાળીના ઉત્સવને માતમમાં ફેરવવાનો ભયાનક પ્લાન હતો

અશરફ અલી પાકિસ્તાનથી ભારત આવ્યો છે. દિલ્હીમાં ત્રણ સ્થળ પંસદ કર્યા હતા. જેમાં એક લક્ષ્મીનગર હતું. અશરફ ઉર્ફ અલી અહમદ નૂરીના ઈરાદા ખૂબ જ ખતરનાક હતા. દિલ્હીમાં દશેરા અને દિવાળીના ઉત્સવોને માતમમાં બદલવાની પૂરી યોજના ઘડી રાખી હતી. તેના પાકિસ્તાની આકાઓએ તેને પૂરી ટ્રેનિંગ આપી હતી. AK-47 જેવા ઘાતક હથિયાર અને ગ્રેનેડ તેની પાસે મળ્યા છે. દિલ્હીમાં પાકિસ્તાન બેઝ્ડ મોડ્યૂલના આતંકવાદીને દિલ્હી પોલીસના સ્પેશ્યિલ સેલે પકડ્યો છે. સ્પેશ્યિલ સેલને એવી બાતમી મળી હતી કે અશરફ અલી લક્ષ્મીનગરના રમેશ પાર્કમાં છે. ત્યાર બાદ સ્પેશ્યિલ સેલ દ્વારા રમેશ નગરમાં રેડ મારીને સોમવારે રાત્રે જ તેને પકડી પાડવામાં આવ્યો હતો.

આતંકવાદી પાકિસ્તાનના પંજાબ પ્રાંતનો રહેવાસી, નેપાળના રસ્તે ભારત આવ્યો

આતંકવાદી અશરફ પાસેથી AK 47 રાઈફલ સાથે એક એકસ્ટ્રા મેગેઝીન તેમજ 60 રાઉન્ડ ગોળી, એક હેન્ડગ્રેનેડ, 50 રાઉન્ડ ગોળી સાથે 2 અત્યાધુનિક પિસ્ટલ કબ્જે લેવાઈ છે. આતંકવાદી અશરફ અલી પાકિસ્તાનના પંજાબનો વતની છે. ISI દ્વારા ટ્રેનિંગ આપીને તેને ભારતમાં હુમલો કરવા મોકલવામાંઆવ્યો છે. દિલ્હી સહિત દેશભરમાં દિવાળીના તહેવારમાં હુમલો કરવાની યોજના હતી. સુરક્ષા એજન્સીઓ આતંકવાદી અશરફની સતત પૂછપરછ કરી રહી છે. તેની પાસેથી મળેલી માહિતીના આધારે દિલ્હીમાં અલગઅલગ ઠેકાણે તપાસ કરવામાં આવી રહી છે.

Most Popular

To Top