Vadodara

સરકારે જમીન સસ્તામાં લેતા ખેડુતો ખેતી વિહોણા થયાં

ગોધરા: ભારત સરકારનો ડ્રીમ પ્રોજેકટ ભારત માલા પ્રોજેકટ અંતર્ગત મુંબઈ-દિલ્લી વચ્ચે બનાવવામાં આવી રહેલા ગ્રીન કોરીડોરને લઈને અનેક વખત વિવાદો સામે આવ્યા છે. ત્યારે વધુ એક વખત પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના ખેડુતો એ  આ બની રહેલ નેશનલ હાઈવેના નિર્માણ કાર્યને લઈને શ‚રૂ કરવામાં આવેલ કામને અટકાવી પોતાનો વિરોધ રજુ કર્યો છે. કેન્દ્ર સરકારનો ડ્રીમ પ્રોજેકટ ભારત માલા પ્રોજેકટ પંચમહાલ જીલ્લાના સરહદી વિસ્તારોમાંથી પસાર થાય છે. આ પ્રોજેકટ અંતર્ગત પંચમહાલના ગોધરા તાલુકાના સરહદી વિસ્તારોમાં આવેલા ગામડાઓના ખેડુતોની સેંકડો એકર જમીન સંપાદન કરી ભારત માલા પ્રોજેકટ અંતર્ગત મુંબઈ-દિલ્લી નેશનલ ગ્રીન કોરીડોર હાઈવેના નિર્માણનો પ્રારંભ થઈ ગયો છ. પરંતુ આ ગ્રીન કોરીડોર હાઈવેના નિર્માણ માટે મકાન, જમીન સંપાદન કરવામાં આવી છે. તેઓનું વળતર કેટલાક ખેડુતોને ચુકવવામાં ન આવતાં ખેડુતો દ્વારા હાઈવેના નિર્માણ કાર્યને અટકાવી પોતાનો વિરોધ રજુ કર્યો છે.

ગોધરા તાલુના બોડીદ્રા બુઝર્ગ ગામના ૨૮ ઉપરાંત સર્વે નંબરો માંથી ભારત માલા પ્રોજેકટ અંતર્ગતનો હાઈવે પસાર થવાનો છે અને આ તમામ સર્વે નંબરોની જમીન નેશનલ ઓથોરીટી દ્વારા સંપાદિત કરવામાં આવી છે. અને તેના બદલામાં ૨૮ ઉપરાંત સર્વે નંબરોના માલિક એવા ૧૦૦ ઉપરાંત ખેડુતોને જમીન અને મકાનના બદલામાં રોકડ વળતર ચુકવવાનું નકકી કરાયા બાદ ૨૮ ઉપરાંત સર્વે નબંરો પૈકીના ૧૨ કે ૧૩ સર્વે નંબરોના માલિકોને વળતર ચુકવામાં આવ્યું છે. જ્યારે અન્ય બાકી રહેલા સર્વે નંબરોના જમીનના ૪૦ ઉપરાંત ખેડુતોને અત્યાર સુધી વળતર ચુકવવવાનું બાકી છે. તેમ છતાં નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા જે ખેડુતોને વળતર ચુકવવાનું બાકી હોય તેવા ખેડુતોની જમીનમાં પણ હાઈવે નિર્માણ માટેનું કામ શ‚રૂ કરવામાં આવતાં ખેડુતોએ આ કામગીરીનો વિરોધ કર્યો હતો.

જંત્રીની રકમ એક સરખી કરવા ખેડુતોની ઉગ્ર માંગ

ભારત માલા પ્રોજેટક અંતર્ગત મુંબઈ-દિલ્લી હાઈવેના નિર્માણ માટે ગ્રામ્ય વિસ્તારો માંથી જમીનો સંપાદન કરવામાં આવી રહી છે. તેનું વળતર સરકારી જંત્રીના ભાવમાં ખેડુતોને આપવામાં આવી રહ્યું છે. પરંતુ ખેડુતો એ જણાવ્યા મુજબ આ સરકારી જંત્રીનો ભાવ એકસરખો ન હોવાના કારણે ખેડુતોને કરોડો ‚પીયાનું નુકશાન થતું હોવાનું જણાવી રહયા છે.  બોડીદ્રા બુઝર્ગમાં ખેડુતોને જમીનનો સંપાદન કરેલ જમીનના વળતરનો જંત્રીનો ભાવ ૩૧ ‚પીયા આપવામાં આવે છે. ત્યારે બોડીદ્રા બુઝર્ગ ગામના બાજુમાં આવેલ બીજા ગામમાં જંત્રીનો ભાવ ૭૧ ‚પીયા આપવામાં આવી રહ્યો હોવાનું ખેડુતો જણાવી રહ્યા છે. ત્યારે બોડીદ્રા બુઝર્ગના ખેડુતોએ એ પણ માંગ કરી રહ્યા છે કે, જંત્રીનો ભાવ એક સરખો કરે જેથી કરીને ખેડુતોને આર્થિક નુકશાન ભોગવવાનો વારો ન આવે.

ખેડૂતોને વળતર ચુકવવામાં મોડું થયું છે

સમગ્ર મામલે નેશનલ ઓથોરીટી હાઈવેને પુછવામાં આવતાં તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ખેડુતો દ્વારા રજુ કરવામાં આવેલ ડોકયુમેન્ટ રહેલી ક્ષતિઓને લઈને વળતર ચુકવવામાં મોડું થવા પામ્યું છે. જે વહેલામાં વહેલી તકે અને દુર કરી ખેડુતોને વળતર ચુકવવામાં આવશે.

Most Popular

To Top