Top News

More Posts

   The Latest

Most Popular

દાહોદ: દાહોદ જિલ્લાના ગ્રામીણ વિસ્તારના લોકોનો હાલ પણ કોઈ ઉધ્ધાર થતો જાેવા મળી રહ્યો નથી. સરકાર આવી અને ગઈ. સરકાર બદલાઈ અને નવી આવી પરંતુ દાહોદ જિલ્લા જેવા ટ્રાયબલ વિસ્તારના ગ્રામીણ લોકો હાલ પણ દાહોદ જિલ્લામાંથી હીજરત કરવી પડી રહી છે. દાહોદ જિલ્લાના ગ્રામીણ વિસ્તારના લોકોને શા માટે હિજરત કરવી પડે છે? તેનું મુખ્ય કારણ જાણવા અને તેનું સમાધાન લાવવા આજદિન સુધી કોઈ નેતા,અધિકારી કે કોઈ સમાજ સંસ્થાઓએ બીડુ ઉઠાવ્યું છે ખરૂં.  દાહોદ જિલ્લાને ટ્રાયબલ વિસ્તાર તરીકે સરકાર દ્વારા વખતોવખત કરોડો રૂપીયાની ગ્રાન્ટ વિકાસ માટે ફાળવવામાં આવી છે અને હાલ પણ ફાળવવામાં આવી રહી છે પરંતુ આજદિન સુધી ખરા અર્થમાં ટ્રાયબલ વિસ્તારમાં કોઈ નક્કર પ્રકારની કામગીરી જાેવા મળી નથી.

અહીં વાત ટ્રાયબલ વિસ્તારના લોકોની હીજરતની થઈ રહી છે કારણ કે, હોળી હોય કે, દિવાળી દાહોદ જિલ્લામાંથી લોકોને હીજરત તો કરવી જ પડે છે તેનું મુખ્ય કારણએ હોઈ શકે કે, રોજગારીનો અભાવ. દાહોદ જિલ્લામાં રોજગારીના અભાવે લગભગ મોટા પ્રમાણમાં લોકો અન્યત્ર હીજરત કરતાં હોય છે. પોતાની જમીન, જાગીર, ખેતીવાડી,  પરિવાર વતનમાં છોડી ગ્રામીણ વિસ્તારના લોકો અન્ય જિલ્લા કે, અન્ય રાજ્યોમાં મજુરી કામ અર્થે રવાના થઈ જતાં હોય છે. હોળી અને દિવાળી જેવા મોટા તહેવારોમાં તહેવાર ઉજવવા પરત માદરે વતન પણ ફરતાં હોય છે.

To Top