SURAT

સુરતના રિક્ષાચાલકોએ મિનીમમ ભાડું નક્કી કર્યું, હવે અંતર ગમે તટેલું ઓછું હોય આટલી રકમચૂકવવી જ પડશે

સુરત: CNG ના સતત વધી રહેલાં ભાવના પગલે સુરતમાં રિક્ષા ચાલકોએ હવે ભાડામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. શહેરના એક રિક્ષા ચાલક યુનિયન દ્વારા મિનીમમ ભાડૂં નક્કી કરવામાં આવ્યું છે. આ નવા ભાડાના દર અમલમાં મુકવા માટે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.

(Surat) ઓટો રિક્ષા (Auto Rickshaw ) ચાલકોના (Drivers) પ્રશ્નને લઇ રાજ્યના 42 યુનિયનોના બનેલા ગુજરાત (Gujarat) રાજ્ય ઓટો રિક્ષા ફેડરેશનના 5 આગેવાનોના પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં (Gandhinagar) સોમવારે સવારે 11 કલાકે વાહનવ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીના (Purnesh Modi) નિવાસસ્થાને વાહનવ્યવહાર કમિશનર (Commissioner) માંજુની હાજરીમાં રજૂઆતો કરી હતી. ફેડરેશનના પ્રમુખ જ્યંતિ પ્રજાપતિએ દાવો કર્યો છે કે વાહનવ્યવહાર કમિશનર પૂર્ણેશ મોદીએ ખાતરી આપી છે કે આરટીઓ (RTO) અને પોલીસ (Police) રિક્ષા ચાલકોની ખોટી હેરાનગતિ નહીં કરે એટલુ જ નહીં રાજ્યમાં પોલીસ ઓટો રિક્ષા ચાલકો સામે ખોટી રીતે કલમ 188 અને 233નો દુર ઉપયોગ કરશે નહીં આ મામલામાં ઓટો રિક્ષા ચાલકોની અટકાયત કરી પોલીસ સ્ટેશનમાં જામીન કરાવવાની લાંબી પ્રક્રિયા કરવી પડતી હોય છે જેમાં ઓટો રિક્ષા પણ પોલીસ જમા લેતી હોય છે. એવી જ રીતે પોલીસને સ્થળ પર માંડવાળ ફી લઇ દંડ વસુલવાની સત્તા હોવા છતાં પોલીસ કર્મચારીઓ ઓટો રિક્ષા ચાલકોને પકડી જુદા જુદા ગુનોઓ માટે 15 હજારથી 20 હજારનો દંડ થાય તે પ્રકારે આરટીઓ મેમો બનાવતા હોય છે.

કોરોનાની વિક્ટ પરિસ્થિતિમાં સૌથી વધુ અસર રિક્ષા ચાલકોને અને તેમના પરિવારોને થઇ છે. ત્યારે આ મામલે માનવતાભર્યું વલણ દાખવવા ફેડરેશનના આગેવાનો ઉપપ્રમુખ ગોકુળભાઇ ભરવાડ મહામંત્રી સાજીદ મકરાણી સહિતના આગેવાનોએ રજૂઆત કરી હતી. એ મામલે વાહનવ્યવહાર મંત્રી અને કમિશનરે રાજ્યના ગૃહ મંત્રી અને ડીજીપી સમક્ષ મામલો ઉઠાવવા ખાત્રી આપી છે. તથા સીએનજી પંપ પર રિક્ષા ચાલકો માટે અલાયદી વ્યવસ્થા રાખી ગેસ યુઝર કાર્ડના આધારે સીએનજી ગેસની સબસીડી આપવા પણ સૂચન કર્યું છે તે મામલે સરકાર વિચારણા કરશે તેવી ખાત્રી આપવામાં આવી છે. જો કે પોલીસ વાહનવ્યવહાર મંત્રી વાહનવ્યવહાર કમિશનરે આપેલી ખાત્રીનું કેટલું પાલન કરશે તેને લઇને રિક્ષા ચાલકોમાં આશંકા છે. સરકારે રિક્ષા ચાલકોના પ્રશ્નો ઉકેલવા ખાત્રી આપતા અમદાવાદના રિક્ષા ચાલકોની હડતાળ સાથે 41 યુનિયનનો જોડાશે નહીં

સુરતના એક ઓટો રિક્ષા યુનિયને 10 રૂ.નું મિનિમમ શટલ ભાડુ વસુલવાનું શરૂ કર્યું

રાજ્યમાં સુરત મહાનગરમાં મીટરથી રિક્ષાઓ ચાલતી નથી બીજી તરફ સીએનજી ગેસના ભાવ વધી જતાં સુરતના ઓટો રિક્ષા યુનિયન સુરત ઓટો રિક્ષા ગ્રુપ દ્વારા શટલ રિક્ષા માટે 10 રૂ. મીનીમમ શટલ ભાડુ વસુલવાનું શરૂ કર્યું છે. જે અગાઉ સ્ટેશનથી ભાગળ સુધી 5 રૂ. અને ભાગળથી ચોક સુધી 5 રૂ. ચાલી રહ્યું છે. એટલે કે હવે રિક્ષામાં બેઠા પછી નજીકના કોઇપણ સ્થળે જવા માટે ઓછામાં ઓછા 10 રૂ. પેસેન્જર દીઠ ચૂકવવા પડશે. સુરત આરટીઓમાં ઓટો રિક્ષાના નોંધાયેલા આંકડા પ્રમાણે સુરતમાં 1.02 લાખ રિક્ષા ચાલે છે જેમાં 10 ટકા રિક્ષા નોનયુઝમાં છે એટલે કે ભંગારમાં પડી છે. મોટા ભાગની રિક્ષા સીએનજીમાં તબદીલ થઇ ગઇ છે આ ઓટો રિક્ષા યુનિયનને ડિંડોલી, નવાગામ, ઉધના, પાંડેસરા સહિતના વિસ્તારોની રિક્ષા પર સ્ટિકર લગાવી 10 રૂ. મીનીમમ ભાડાના સ્ટિકર ઓટો રિક્ષા પર લગાવ્યા છે જેમાં લખવામાં આવ્યું છે કે સીએનજી ગેસના ભાવ વધ્યા છે તેની સામે 5 રૂ.નું મીનીમમ ભાડુ પરવડી શકે તેમ નથી.

Most Popular

To Top