SURAT

સુરતમાં 1000 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ: કસ્ટમ વિભાગે આટલી પેઢીની યાદી GST વિભાગને સોંપી

સુરત: અમદાવાદ , રાજકોટ, મોરબી અને સુરતમાં સેન્ટ્રલ એક્સાઇઝ અને કસ્ટમ વિભાગ (Central Excise and custom) દ્વારા બોગસ બિલિંગ કૌભાંડ (Bogus Billing Scam) પકડી પાડવામાં આવ્યું હતું. આ મામલામાં વિભાગ દ્વારા સોફ્ટવેર અને ઇન્ટેલિજન્સ યુનિટ (Intelligence unit) દ્વારા કરવામાં આવેલી ડેટા (Data) તપાસ પછી 250 ફર્મ દ્વારા 1000 હજાર કરોડના બોગસ બિલો ઇશ્યુ કરી GSTની ચોરી પણ કરવામાં આવી હોવાની આશંકાને પગલે સુરત GST વિભાગ દ્વારા 250 પાર્ટીઓની યાદી SGST CGST વિભાગને મોકલવામાં આવી છે. જેમાં કસ્ટમ વિભાગે GST ચોરીની પણ આશંકા વ્યકત કરી છે. GST વિભાગને આ યાદી મળતા 250 પાર્ટીઓના વેપારીક સ્થળો, ઓફિસ અને નિવાસસ્થાનો પર પહોંચી ખુલાસો કરવા નોટીસ પાઠવવામાં આવી છે.

આ 250 ફર્મ દ્વારા જે વેપાર દર્શાવવામાં આવ્યો છે તેની ઉપર 5,12 અને 18 ટકા GST લાગુ પડે છે. સર્ચની કાર્યવાહી દરમિયાન કસ્ટમ વિભાગને જે બિલ મળ્યા હતા તેમાં GSTના નાણાં ભર્યા હોય તેવા ડોક્યુમેન્ટ મળ્યા નથી. જયારે કેટલાક એવા ડોક્યુમેન્ટ મળ્યા છે જેમાં બોગસ બિલથી સોદા બતાવી ક્રેડિટ મેળવી લેવામાં આવી છે. તેવી કંપનીઓના ક્રેડિટ ખાતા GST વિભાગે તાત્કાલિક લોક કરી દીધા છે અને હવે પછી આ પ્રકરણમાં તેમની પૂછપરછ શરૂ કરવામાં આવશે. જે પાર્ટીઓને ઇન્પૂટ ટેક્સ ક્રેડિટ પાસઓન કરવામાં આવી છે તેમને પણ સમન્સ પાઠવીને ડેટા ટેલિ કરવામાં આવશે.

કેટલીક જગ્યાએ GST રજિસ્ટ્રેશન (Regestration) દર્શાવવામાં આવ્યું છે ત્યાં વેપાર કરનાર વ્યક્તિ કે વેપાર થતો હોય તેવા કોઇ ચિન્હ મળ્યા નથી. આ પ્રકરણમાં વિભાગને GST ચોરી સંદર્ભમાં દંડ અને પેનલ્ટીની મોટી રેવન્યુ મળવાની શકયતા છે. સામાન્ય રીતે કસ્ટમ અને ડીઆરઆઇ ટેક્સ ચોરીના પ્રકરણમાં સર્ચ કાર્યવાહિ કર્યા પછી GST ચોરીની આશંકા જણાઇ તો ચાર્જશીટ રજૂ કર્યા પછી તેની વિગતો હવે સીધી GST વિભાગને મોકલી આપે છે. આ પ્રકરણમાં સુરતમાં 789 કરોડ અને અમદાવાદમાં 971ના બોગસ બિલિંગ મળી આવ્યા હતા. તપાસ દરમિયાન સુરતમાં 196 કંપનીઓ રજીસ્ટ્રેશન જે સરનામું હતું તે સરનામે મળી આવી ન હતી.

Most Popular

To Top