Top News

More Posts

   The Latest

Most Popular

ડેનેવરના આકાશમાં શનિવારે એક હોનારત સર્જાય તેવું ફેલ્યોર સર્જાયું તેના પછી અમેરિકાના ફેડરલ એવિએશન નિયંત્રકે ત્યાંની યુનાઇટેડ એરલાઇન્સને તેના તેવા તમામ બોઇંગ-૭૭૭ વિમાનોની ચકાસણી કરવાનો આદેશ આપ્યો છે જે વિમાનોમાં આગની ઘટનામાં સંડોવાયેલા વિમાનમાંના એન્જિન જેવા એન્જિનો બેસાડેલા છે.

યુનાઇટેડ એરલાઇન્સે જણાવ્યું હતું કે તે તેવા તમામ વિમાનોને સેવામાંથી પરત ખેંચી રહ્યું છે, દરમ્યાન બોઇંગે એફએએ દ્વારા જેની ચકાસણીનો આદેશ આપ્યો છે તેવા તમામ એન્જિનો ધરાવતા વિમાનોને ભૂમિગત કરી દેવા એરલાઇનોને સલાહ આપી છે.

પ્રેટ એન્ડ વ્હિટની, કે જેઓ એન્જિનના નિર્માતા છે તેમણે જણાવ્યું હતું કે તે તપાસકર્તાઓ સાથે કાર્ય કરવા ટીમ મોકલી રહ્યું છે જ્યારે તે એરલાઇનો અને નિયંત્રકો સાથે પણ સહકારમાં છે. જે વિમાનમાં આગ લાગી તે વિમાનમાં પ્રેટ એન્ડ વ્હિટ્ની કંપનીના પીડબલ્યુ-૪૦૦૦-૧૧૨ એન્જિનો બેસાડેલા છે.

તપાસકર્તાઓને પ્રાથમિકપણે આ એન્જિનોના પંખાની બ્લેડોમાં ખામી દેખાઇ હોવાનું જણાય છે. અમેરિકામાં ફક્ત યુનાઇટેડ એરલાઇન્સ જ એવી એરલાઇન છે જેની પાસે આ પ્રકારના એન્જિનો સાથેના વિમાનો છે. આવા એન્જિનો સાથેના વિમાનો ભૂમિગત કરવાની બોઇંગ કંપનીની ભલામણ પછી જાપાને આવા એન્જિનો સાથેના તમામ વિમાનો ઉડાડવાનું બંધ કરવાનો નિર્ણય કર્યો છે. તેની બે એરલાઇનો પાસે મળીને કુલ ૩૨ આવા વિમાનો છે જે ભૂમિગત કરી દેવાશે.

આ જાહેરાત એના પછી આવી છે જ્યારે યુનાઇટેડ એરલાઇન્સની ફ્લાઇટ ૩૨૮માં ટેકઓફ પછી થોડી જ વારમાં જમણા એન્જિનમાં આગ ફાટી નીકળી તેના પછી આ ફ્લાઇટે ડેનેવર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ વિમાનમાં ૨૩૧ મુસાફરો અને દસ કર્મચારીઓ હતા પણ તેમની સાથે વિમાને સલામત ઉતરાણ કર્યું હતું, સદભાગ્યે જમીન પર પણ કોઇને ઇજા થઇ ન હતી.

To Top