SURAT

આંગળી પર મતદાન કરેલું બતાવો અને રસાવાળા ખમણ મફત ખાઓ

SURAT : શહેરમાં મતદારોને પ્રોત્સાહિત કરવા અનેક વિસ્તારોમાં જાગૃત નાગરિકોએ નવતર પ્રયોગ કરી મતદાન માટે લોકોને અપીલ કરી હતી. જેમાં લિંબાયત ( LIMBAYAT) વિસ્તારમાં ખમણ અને ફરસાણના વિક્રેતાએ મતદાન કરેલી આંગળીનું નિશાન બતાવો અને રસાવાળા ખમણ ( RASAWALA KHAMAN) લઇ જાઓ તેવો નવતર પ્રયોગ કર્યો હતો.


લિંબાયત સંજય નગર પાસે જીતેન્દ્ર પાટીલ છેલ્લા આઠેક મહિનાથી ખમણ અને ફરસાણ સહિતા નાસ્તાની લારી ચલાવે છે. આ યુવાને આજે મતદાનના દિવસે લોકોમાં જાગૃતિ લાવવા માટે અનેરો પ્રયાસ કર્યો હતો. યુવાને તેની લારી ઉપર સવારે એક બોર્ડ મુક્યું હતું. જેમાં મતદાન કરેલી આંગળી બતાઓ અને મફત રસાવાળા ખમણ ખાઓ, એવું બોર્ડ મુક્યું હતું. આ બોર્ડ જોઈને નાસ્તો કરવા માટે સવારમાં મતદારોની લાઈન લાગી હતી. જીતેન્દ્રએ નાસ્તો કરવા આવેલા તમામ લોકોની આંગળીઓ તપાસી જેમણે મતદાન કર્યું હતું તેમને મફત રસાવાળા ખમણ ખવડાવ્યા હતાં.


જીતેન્દ્રએ જણાવ્યું હતું કે, લોકશાહી મજબૂત બને અને મતદારો વધુમાં વધુ મતદાન કરે તેવા શુભ આશયથી આ નિર્ણય કર્યો છે. સુરત મનપાની ચૂંટણીમાં જે પણ કોઈ મતદાર પોતાનો મત આપીને આવશે તેને આ રસાવાળા ખમણ મફત ખવડાવીશ. આ સ્કીમના ફળ સ્વરૂપે યુવા મતદારો હોંશે હોંશે મત આપીને નાસ્તો કર્યો છે.

મતદાતાઓને પ્રોતશહિત કરવા માટે દરેક શહેરએમએ કઈક અવનવા અખતરાઓ થતાં હોય છે.જેમકે કેટલીક હોટલમાં મતદાન કર્યા બાદ અડધું બિલ ભરવાનું , સલૂનમા ફ્રી હેરકટ જેવી સ્કીમો આપીને મતદાતાઓને જાગૃત કરતા હોય છે. ત્યારે સુરતના એક લારી વાળાએ સવારથી જ પોતાની ખમણની લારી પર બોર્ડ માર્યું હતું કે મતદાનનું આંગળીનું નિશાન બતાવો અને રસા વાળા ખમણ મફત ખાઓ.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top