SURAT

“તારા માટે જ કર્યું છે”, પત્નીનું ગળું કાપી પતિએ પુત્રના પૂછવા પર કંઈક આવો જવાબ આપ્યો

સુરત : મગદલ્લા ગામમાં સરકારી આવાસમાં રહેતી મહિલા (woman)નું તેના પતિ (husband)એ જ ગળુ કાપી નાંખ્યું હતું. જેનું કારણે એવું બહાર આવ્યું છે કે આ મહિલા પોતાના સગા ભાઇને બહારથી ઉછીના રૂપિયા લાવીને આર્થિક મદદ (help) કરતી હોવાથી ઝઘડો થયો હતો અને પત્નીનું ગળુ કાપી નાંખ્યા બાદ પતિએ પોતાના પુત્રને કહ્યું હતુ કે ‘મે તારા માટે જ કર્યું છે.’ બનાવ અંગે પુત્રએ પિતાની સામે ઉમરા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે હત્યા (murder)ના પ્રયાસનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મગદલ્લા ગામમાં આવેલા સુમન શ્વેત એપાર્ટમેન્ટમાં રહેતા અને કડોદરા જીઆઇડીસીમાં માર્કેટીંગ માસ્ટર તરીકે કામ કરતા સુરેશભાઇ તિવારીએ સને-2016માં ડિંડોલી નવાગામમાં ઉમિયા નગરમાં આવેલું મકાન 25 લાખમાં વેચ્યું હતું. ત્યારબાદ તેમાંથી 10 લાખની રકમ તેઓએ પોતાના સાળા સંજયભાઇ રામચંદ્ર મિશ્રાને ઉછીની આપી હતી. બીજી તરફ બેરોજગાર સંજયભાઇ 10 લાખ રૂપિયા આપી શક્યા ન હતા જેને લઇને સાળા-બનેવી વચ્ચે માથાકૂટ થઇ હતી.

બીજી તરફ સુરેશભાઇના પત્ની સાવિત્રીદેવી બહારથી ઉછીના રૂપિયા લાવીને સંજયભાઇને મદદ કરતી હતી. 10 દિવસ પહેલા જ આ વાતની જાણ તેમના પુત્ર અમનને થઇ હતી. રાત્રીના સમયે પરિવાર જમીને બેઠા હતા ત્યારે અમને પિતા સુરેશભાઇને વાત કરી હતી અને ઘરમાં ઝઘડો શરૂ થયો હતો. જ્યાં સાળો 10 લાખ આપતો નથી ઉપરથી પત્ની ચોરીછુપીથી રૂપિયા આપતી હોવાને કારણે માથાકૂટ થઇ હતી. જેને લઈને સુરેશભાઇએ પત્ની સાવિત્રીદેવી સાથે ઝઘડો કર્યો હતો અને ગળાના ભાગે ચપ્પુ મારી દીધું હતું.

શનિવારે ઘરમાં કોઇ હાજર હતુ નહીં ત્યારે સાંજના સમયે સુરેશભાઇએ પત્ની સાવિત્રીદેવી સાથે ઝઘડો કર્યો હતો અને ગળાના ભાગે ચપ્પુ મારી દીધું હતું. આ અંગે અમનને જાણ થતા અમન દોડતો દોડતો ઘરે પહોંચ્યો હતો. ઘરમાં માતા લોહીલુહાણ હાલતમાં હતી અને પિતાના હાથમાં ચપ્પુ હતું. અમને પિતાને કહ્યું કે, શા માટે આવું કર્યું..? ત્યારે પિતાએ પુત્રના ચહેરા ઉપર જોઇને કહ્યું કે, આ બધુ તારા માટે જ કર્યું છે. ગંભીર હાલતમાં સાવિત્રીદેવીને તાત્કાલીક નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. બનાવ અંગે અમને પોતાના પિતા સુરેશભાઇની સામે હત્યાના પ્રયાસની ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top