Top News

More Posts

   The Latest

Most Popular

GNDHINAGAR : રાજ્યમાં કોરોનાના કેસ ( CORONA CASE ) વધતાં ગુજરાત કોંગ્રેસની નેતાગીરી દ્વારા રાજ્ય સરકાર સમક્ષ એવી માગ કરાઈ છે કે સરકારે વહેલી તકે ખાનગી હોસ્પિટલો ( PRIVATE HOSPITALS) માં પણ કોરોનાના દર્દીઓ માટે બેડ રીઝર્વ રાખવા જોઈએ.

કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે સીએમ વિજય રૂપાણીને ( VIJAY RUPANI ) પત્ર લખીને રજૂઆત કરી છે કે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અતિશય વધી ગયું છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત જેવા મોટા શહેરો તો ઠીક હવે તો નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાએ ભયંકર સ્વરૂપ ધારણ કર્યું છે. નવા સ્ટ્રેઈનના કારણે કોરોનાનું સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે. અમદાવાદ શહેરમાં ૧૨૦૦ બેડની કોવિડ હોસ્પિટલ ( COVID HOSPITAL ) સહિત સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં કાર્યરત વિવિધ હોસ્પિટલો યુ.એન.મહેતા હાર્ટ હોસ્પિટલ, કીડની હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલ તથા સોલા સિવિલ હોસ્પિટલ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ઉભરાઈ રહી છે.

પ્રવર્તમાન સંજોગોમાં કોરોનાના કારણે સરકારી હોસ્પિટલોમાં વેન્ટીલેટર પરના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને આ હોસ્પિટલોમાં હવે બેડ ઉપલબ્ધ નથી ત્યારે કોરોના સંક્રમિત દર્દીઓને ફરજિયાત હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવી રહ્યા છે. જેથી ખાનગી હોસ્પિટલોને પુનઃ ડેઝીગ્નેટેડ કરી કોરોના સંક્રમિત ગરીબ, સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોને સરકારી ખર્ચે સારવાર ઉપલબ્ધ કરાવવી અત્યંત જરૂરી બની છે. આ ઉપરાંત સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સાથોસાથ હાર્ટ, કીડની, કેન્‍સર વગેરે જેવા ગંભીર અને અન્‍ય રોગોની નિઃશુલ્ક સારવાર મા વાત્સલ્ય કાર્ડ અને આયુષ્યમાન ભારત યોજનાના કાર્ડધારકોને ફરજિયાત મળી રહે તેવી વ્‍યવસ્‍થા તાત્કાલિક ગોઠવવી પણ અત્યંત જરૂરી છે.

અમદાવાદના કોરોનાના કેસમાં રેકોર્ડ બ્રેક કેસ વધી રહ્યાં છે. ત્યારે લોકોને હવે હોસ્પિટલમાં દાખલ થવામાં પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. અમદાવાદની ખાનગી હોસ્પિટલોની સંખ્યા અને થોડા બેડ વધારવા છતા હાલ 74.04 ટકા બેડ ભરાઈ ગયા છે.

3600 બેડ ધરાવતી અમદાવાદની 65 જેટલી ખાનગી હોસ્પિટલોમાં બે હજાર 785 બેડ પર દર્દીઓની સારવાર ચાલી રહી છે. જેમાં વેંટીલેટર પર 219 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે વેંટીલેટર વાળા હવે 58 બેડ ખાલી છે. અમદાવાદ શહેરની ખાનગી હોસ્પિટલોમાં માત્ર 970 બેડ ખાલી છે. એક હજાર 18 દર્દીઓ સામાન્ય સારવાર હેઠળ છે. જ્યારે 425 બેડ ખાલી છે. જ્યારે ICUમાં 430 દર્દીઓ સારવાર હેઠળ છે.

To Top