Dakshin Gujarat

વલસાડમાં મોબાઇલ એસએમએસથી રમાતો વરલી મટકા જુગાર પકડાયો

વલસાડ : વલસાડમાં (Valsad) મોબાઇલમાં વોટ્સએપ (whatsapp) પર રમાતા વરલી મટકાના જુગારના (Worli Matka Jugar) અનેક કેસ બાદ હવે પોલીસે મોબાઇલના સાદા મેસેજ પર રમાતો વરલી મટકાનો વેપલો પકડી પાડ્યો હતો. જેમાં પોલીસે સિટી પેલેસ પાછળ ધોબી તળાવના એક જુગારિયાને પકડી પાડી તેની પાસેથી રૂ. 10,750 રોકડા અને રૂ. 5 હજારનો મોબાઇલ ઝડપી પાડ્યો હતો.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ વલસાડ સિટી પોલીસને ધોબી તળાવમાં જુગાર રમાતો હોવાની માહિતી મળી હતી. જેના પગલે તેણે ધોબી તળાવ વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. જેમાં તેમણે ગણેશ રાજુ પટેલને મોબાઇલ ફોનના સાદા મેસેજથી વરલી મટકાનો જુગાર રમાડતા રોકડા રૂ. 10,750 સાથે પકડી પાડ્યો હતો. તેના મોબાઇલની તપાસ કરતા અને પુછતાછમાં તેની સાથે જુગાર રમાડતા 7 જુગારિયાઓના નામ બહાર પડતા પોલીસે તેમને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

  • આ જુગારિયાઓને વોન્ટેડ જાહેર કર્યા
  • જસ્ટીન ઉર્ફે ઇરફાન સલીમ શેખ (રહે. ગ્રીન પાર્ક વલસાડ) – ચૂનીલાલ ઉકડ બરૂડિયા (રહે. વલસાડ પારડી) – ગોવિંદ પ્રેમજી કંટારિયા (રહે. ધોબી તળાવ, વલસાડ) – કંકુબેન ગોવિંદ કંટારિયા (ધોબી તળાવ, વલસાડ)
  • રવિ સુરેશચંદ્ર અછરા (રહે. આરએમ ડેસ્ટીની, વલસાડ) – ચેતન બરૂડિયા (રહે. વલસાડ પારડી) – જીજ્ઞેશ (રહે. ધોબી તળાવ વલસાડ)

પારડીમાં ગૌવંશના આરોપીની ધરપકડ, ભાગી છૂટેલા મહારાષ્ટ્રના 2 આરોપીને પકડવા પોલીસના ચક્રો ગતિમાન
પારડી : પારડી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમ્યાન મળેલ બાતમીના આધારે પારડીના ભેંસલાપાડા પરીયા તરફ જતા માર્ગ ઉપર અવાવરું જગ્યામાં શાહિદ સુલેમાન કુરેશી (રહે. મુંબઈ-મહારાષ્ટ્ર, યુસુફ અંસારી) અને ઈરફાન ઉર્ફે રજની બાબુ કુરેશી (બન્ને રહે. બાંદ્રા મુંબઈ) એક કારમાં ગૌતસ્કરી કરતા હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે રેડ કરતા પોલીસને જોઈ ત્રણ ઇસમ અંધારમાં ભાગી ગયા હતા. જ્યારે એક ઈસમ
શાહિદ સુલેમાન કુરેશી પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. જે અંગે વલસાડના ડીવાયએસપી મનોજસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, સ્થળ પરથી 4 ગાય મળી આવી હતી. જેમાં 3 ગાય મૃત અને 1 ગાય બેભાન હાલતમાં હતી. બેભાન ગાયને રાતા પાંજરાપોળ ખાતે સારવાર અર્થે મોકલી આપવામાં આવી હતી. સ્થળ પર અન્યનું પીએમ કરી એફએસએલમાં તપાસ માટે મોકલી આપવામાં આવી હતી.

પોલીસે સ્થળ પરથી માંસ, કોયતો, છરો, ચપ્પુ અને કાર કબ્જે કર્યા હતા. વધુમાં ડીવાયએસપીએ જણાવ્યું હતું કે, આ આરોપીઓ રાત્રીના સમયે રખડતા ઢોરોને ઇન્જેક્શન આપી બેભાન કરી ઉઠાંતરી કરતા હોય છે. તેમની હત્યા કરી વેપલા કરવાના ઇરાદે લઇ જતા હોય છે. કારની તપાસ કરતા ખોટી નંબર પ્લેટ લગાવેલી હોવાનું જણાઈ આવ્યું હતું. હાલ તો ભાગી છૂટેલા મહારાષ્ટ્રના બે આરોપી યુસુફ અને ઈરફાનને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ઝડપાયેલા આરોપીને કોર્ટમાં રજૂ કરી પોલીસે રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top