Top News

More Posts

   The Latest

Most Popular

  • સોમવારે મેિડકલ કોલેજ ન્યુ ટિચિંગ બ્લોક ખાતે 18 થી 44 વર્ષની વયવાળા રસીકરણ્નો પ્રારંભ થયો હતો. તેમાં સવારથી લોકોએ રસી મુકાવવા માટે લાઈન લગાવી હતી. ઘણી જગ્યાએ રજીસ્ટ્રેશન કરાવ્યું તેને રસી આપતા હતા. ઘણી જગ્યાએ આધારકાર્ડ પર પ્રવેશ આપી રસી આપવામાં આવતી હતી. કેન્દ્ર સરકારે જાહેર કર્યું હતું કે, કોઈ રજીસ્ટ્રેશનની જરૂર નથી. આધાર કાર્ડ હોય તો રસી આપી શકાય એમ કેન્દ્ર સરકારે કહ્યું છે. જયારે ગુજરાતના આરોગ્ય સચિવે રજીસ્ટ્રેશન જરૂરી છે, એમ કહેતા િવરોધાભાસ થયો હતો. િવરોધાભાસી નિવેદનથી લોકો અટવાઈ ગયા હતા અને કોની વાત સાચી માનવી તેની દ્વીધામાં હતાં.

વડોદરા : કોરોનાં પોઝિટિવના વધુ 691 દર્દી શહેરમાં નોંધાયા હતા.જે સાથે કોરોનાં સંક્રમિત દર્દીઓનો કુલ આંક 65,644 ઉપર પહોંચ્યો છે.જ્યારે સોમવારે પાલિકા દ્વારા જારી કરેલ યાદી મુજબ કોરોનાં ને કારણે 5 મરણ નોંધાતા મોંતની સંખ્યા 580 પર પહોંચી હતી. વડોદરા શહેરમાં વિતેલા 24 કલાકમાં 9,738 સેમ્પલ લેવામાં આવ્યા હતા.જેમાં 691 પોઝિટિવ અને 9,047 નેગેટિવ આવ્યા હતા.શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કુલ 9,214 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

જેમાં 8,578 દર્દીઓની હાલત સ્થિર છે. જ્યારે 636 દર્દીઓની હાલત ગંભીર છે.જેમાં ઓક્સિજન ઉપર 387 અને 249 દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે.આ ઉપરાંત કોરોનાં પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલા કુલ 5,946 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઈન કરાયા છે. શહેરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલ તેમજ હોમ આઈસોલેશન માંથી 818 વ્યક્તિઓને રજા અપાઈ છે. આ સાથે કુલ ડિસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓની સંખ્યા 55,850 ઉપર પહોંચી હતી.

જેમાં 123 સરકારી હોસ્પિટલ,176 ખાનગી હોસ્પિટલ અને 519 દર્દીઓને હોમ આઈસોલેશન ખાતેથી રજા આપવામાં આવી છે.વીતેલા 24 કલાકમાં કરાયેલ સેમ્પલીંગની કામગીરીમાં શહેરના ઉત્તર ઝોનમાં 120 દર્દીઓ,દક્ષિણ ઝોનમાં 141 દર્દીઓ ,પૂર્વ ઝોનમાંથી 86 દર્દીઓ અને પશ્ચિમ ઝોન માંથી 152 વ્યક્તિઓ કોરોનાં સંક્રમિત થયા છે.જ્યારે વડોદરા રૂરલ માંથી 192 દર્દીઓ મળી સોમવારે કુલ 691 કોરોનાં પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા.જ્યારે અત્યાર સુધીમાં કોરોનાં પોઝિટિવના કુલ કેસોનો આંક 65,644 ઉપર પહોંચ્યો છે.

18થી વધુ વય જૂથના 18,386 લોકોનુ રસીકરણ

મહાનગર પાલિકા ની યાદી મુજબ 24મી મે ના રોજ વડોદરા શહેરમાં  45 વર્ષથી ઉપરના 2,739 લોકોને કોરોનાની રસી આપવામાં આવી જેમાંથી 3 હેલ્થ કેર વર્કર્સને પ્રથમ ડોઝ અને 21 હેલ્થ કેર વર્કર્સને બીજો ડોઝ આપવામાં આવ્યો  હતો. ઉપરાંત 13 ફ્રન્ટ લાઈન વર્કર્સને પ્રથમ ડોઝ અને 11 ફ્રન્ટ લાઇન વર્કર્સને બીજો  ડોઝ આપવામાં આવ્યો હતો.  60થી વધુ વય ધરાવતા 760  વ્યસકોને પ્રથમ ડોઝ અને 41 વયસ્કોને  બીજો ડોઝ આપવામાં આવ્યો. તેમજ 45થી વધુ ઉંમરના 1916ને પ્રથમ અને 28 જણાને બીજો ડોઝ આપવામાં આવ્યો. રસીકરણની શરૂઆત કરી ત્યારથી 24 મી માર્ચ સુધી વડોદરા શહેરમાં 45થી વધુ વયના કુલ 5,82,837 જણાને રસીકરણ કરવામાં આવ્યું છે.જેમાંથી 36,204 હેલ્થકેર વર્કર્સને પ્રથમ ડોઝ અને 23,302 હેલ્થકેર વર્કર્સને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

જ્યારે 52,190 ફ્રન્ટ લાઈન વર્કર્સ ને પ્રથમ ડોઝ અને 15,564 ફ્રન્ટ લાઈન વર્કર્સને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 60થી વધુ ઉંમરના 1,60,655 વયસ્કોને પ્રથમ ડોઝ અને 88,110 વ્યક્તિઓને બીજો ડોઝ આપવામાં આવ્યો. 45થી વધુ ઉંમરના 1,59,318   લોકોને રસીનો પહેલો ડોઝ  અને 47,494 વ્યક્તિઓને બીજો ડોઝ આપવામાં આવ્યો . જ્યારે 1લી મેથી શરૂ થયેલ 18 થી વધુ ઉંમરના લોકો માટેના રસિકરણમાં 24મી મેના રોજ 20,000 રસી આપવાના લક્ષ્યાંક સામે 18,336 લોકોને રસી આપવામાં આવી હતી. જ્યારે 18 થી વધુ વય ધરાવતી કુલ 1,25,398  વ્યક્તિઓને રસી આપવામાં આવી.

સયાજીમાં 11 અને ગોત્રી હોસ્પિ.માં નવા 8 દર્દીઓ

વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં નવા 11 અને ગોત્રી હોસ્પિટલમાં નવા 8 દર્દીઓ સાથે કુલ આંક 266 પર  પહોંચ્યો હતો.જ્યારે એસેસજીમાં 10દર્દીઓની બાયોપ્સી કરવામાં આવી હતી.રવિવારે 7 દર્દીઓ સાજા થઈ જતા રજા આપવામાં આવી હતી. તેમજ સારવાર લઈ રહેલા 3 દર્દીના મોત થયા હતા. એસએસજી હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસિસના વધુ 11 દર્દીઓ નોંધાયા છે.જેથી અત્યાર સુધીનો કુલ આંક 191 પર પહોંચ્યો છે.દિવસ દરમિયાન 10 દર્દીઓની બાયોપ્સી કરવામાં આવી હતી.એસેસજીમાં કુલ 25 દર્દીઓની સર્જરી કરવામાં આવી હતી.આ સર્જરીમાં ટ્રાન્સઝનલ એન્ડોસ્કોપીક પાર્શિયલ મેક્સિલેટરી એટલે કે દૂરબીનથી નાકની અંદરની સર્જરી 7 તથા 18 દર્દીઓની લોકલ એનેસ્થેશિયા આપીને સર્જરી કરવામાં આવી હતી.જેમાં 2 દર્દીઓની સર્જરી કરી આંખો કાઢી નાખવામાં આવી હતી.

દિવસ દરમિયાન મ્યુકોરમાઈકોસિસના કારણે એસેસજી હોસ્પિટલના બિછાને સારવાર દરમિયાન 2 દર્દીના મોત થયા હતા.જ્યારે 3 દર્દીને રજા આપવામાં આવી હતી.  બીજી તરફ ગોત્રી હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસિસના વધુ 8 દર્દીઓ નોંધાયા છે.જેમાં અત્યાર સુધી કુલ દર્દીઓની સંખ્યા 58 પર પહોંચી છે.જ્યારે 5 દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા હતા.જ્યારે લોકલ એનેસ્થેશિયા આપીને 10 દર્દીઓની સર્જરી કરવામાં આવી હતી.ગોત્રી હોસ્પિટલ માંથી સોમવારે દિવસ દરમિયાન 4 દર્દીઓ સાજા થઈ જતા રજા આપી દેવામાં આવી હતી.જ્યારે 1 દર્દીનું મોત થયું હતું.

ઉલ્લેખનિય છે કે શહેરની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા મ્યુકોરમાઈકોસિસના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાઈ રહ્યો છે.અત્યાર સુધીમાં શહેરની સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં કુલ મળી મ્યુકોરમાઈકોસિસના દર્દીઓનો કુલ આંક 266 ઉપર પહોંચ્યો હતો.

મ્યુકોરમાઈકોસિસ ફંગસ એ ખુબ જુનો રોગ હોવાનું ઈએનટી નિષ્ણાંત સર્જનો જણાવી રહ્યા છે.અગાઉ એકાદ વર્ષે કે પાંચ વર્ષે બ્લેક ફંગસનો એકાદ દર્દી જોવા મળતો હતો.પરંતુ ડેન્જર બનેલી ફંગસ જેવી રીતે સિંહ તેના જડબાથી શિકાર પર હુમલો કરી ઝડપથી તેને પકડે છે.તેવી જ રીતે આ ફંગસ નાકની પાછળના ભાગમાં અત્યંત ઝડપથી ફેલાય છે.ખાસ કરીને કોરોના મુક્ત થયા બાદ સ્વસ્થ થનારા દર્દીની ઇમ્યુનીટી ઓછી થતા આ રોગ થવાની શક્યતા છે.

કોરોના મુક્ત થયેલો દર્દી બેખોફ બનીને માસ્ક પહેરવામાં બેદરકારી દાખવતા આ રોગ ખૂબ જ ઝડપથી લાગુ પડી શકે છે.આ ઉપરાંત કોરોનાથી મુક્ત થનારે ત્રણ મહિના સુધી ખેતીકામ કે બાગ બગીચા થી દૂર રહી કાચા રસ્તે ચાલવાનું ટાળવું જોઈએ. નાકથી ફેલાતો આ બ્લેક વ્હાઇટ ફંગસ જડબા, આંખને ઝપેટમાં લઇ સીધી મગજ પર અસર કરે છે. ઉપરાંત જડબામાં ફેલાતા દાંત હલવા માંડે કે દાંત કાળા પડી જઈ શકે છે. ખાસ કરીને બ્લેક ફંગસના જંતુ સૌપ્રથમ લોહીની નળી ઉપર હુમલો કરી લોહીનો સપ્લાય દર્દીના શરીરમાં બંધ કરી દેતા ખૂબ જ ઝડપથી ફેલાતો હોય છે.

To Top