Vadodara

વ્યાજખોરોના ત્રાસથી કંટાળી વૃદ્ધનોે આપઘાત

વડોદરા : શહેરના આજવા રોડ ખાતે રહેતા વૃદ્ધના ભાગીદારે ધંધામાં રૂ.65 લાખનું ગબન કરતા વૃદ્ધને અલગ અલગ વ્યક્તિ પાસેથી વ્યાજે રૂપિયા લેવાનો વારો આવી ગયો હતો. જોકે તેઓએ વ્યાજ સહિત જે તે લોકો પાસે લીધેલા ઘણા રૂપિયા ચુકવી દિધા હતા. તેમ છતાં વ્યાજખોરોએ તેઓના વધુ પૈસા ઉઘરાવવાનું ચાલુ જ રાખ્યુ હતું. જેના કારણે વૃદ્ધે આપઘાત કરી લીધો હતો. આ મામલે વૃદ્ધના પત્રએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુના નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આજવા રોડના અને હાલ બેંગલોરના રહેવાસી શક્તિરાજસિંહ યોગન્દ્રસિંહ રાણાએ પોલીસેને જણાવ્યુ છે કે, ગત તા.20 માર્ચે મને મારી માસી પૂનમબેન નરેન્દ્રસિંહ પાટીલનો ફોન આવ્યો હતો અને તેઓએ જણાવ્યુ હતું કે, તમારા પિતા યોગેન્દ્રસિંહ ભદ્રસિંહ રાણા એ કોઈ કારણોસર ઘરે ઝેરી દવા પી ગયા છે. તેઓ સારવાર અર્થે અને તેમની તબીયત ગંભીર છે. જેથી હું તાત્કાલીક વડોદરા આવી ગયો હતો. ત્યારે મારા પિતાજીની સારવાર ચાલુ હતી.

જોકે આ દરમિયાન મારા પિતાએ ઝેરી દવા કેમ પીધી તેનું કારણ જાણવા મે ઘરે તપાસ કરી હતી. જ્યાંથી મને પિતાજીએ લખેલી ત્રણ પાનાની સ્યુસાઈડ નોટ મળી આવી હતી. ત્યારે તા.23મીએ પિતાજીનું અવસાન થયું હતું. તે દરમિયાન મારા મોટાભાઈ અમેરીકાથી આવવાના હોય અને સંબંધીઓ પણ આવતા હતા. જેના કારણે તે સ્યુસાઈડ નોટ મે પોલીસને આપી ન હતી. શક્તિરાજસિંહે તે સ્યુસાઈડ નોટ અંગે વધુમાં જણાવ્યુ હતું કે,પિતાએ બીરેન પટેલે આપેલા રૂપિયાનુ વ્યાજ ચુકવવા માટે તેમજ અન્ય લોકોનું વ્યાજ ચુકવવા કડોદરા ગામ ખાતે આવેલી જમીન જે પિતાએ રૂ.45 લાખમાં લીધી હતી. તે ફક્ત રૂ.18 લાખમાં તેનું નામ કમી કરાવી તેમના પાર્ટનરને આપી દિધી હતી. તેમજ અમારા ગામ જણીયાદરા ખાતે આવેલી જમીન રૂ.16 લાખમાં લઈ ગીરવે મુકી તેમાથી આવેલા રૂપિયા બીરેન રૂ.4 લાખ લઈ ગયો હતો. તેમ છતાં બીરેન મારા પિતાને ટોર્ચર કરી વ્યાજુનું વ્યાજ ગણી રૂપિયાની ઉઘરાણી કરતો હતો.આ ઉપરાંત મને જાણવા મળ્યુ હતુ કે, ઈન્દ્રવદને મારા પિતાને આપેલા રૂપિયા પેટે ટોર્ચર કરી અમારૂ ગાયકવાડ કમ્પાઉન્ડ આજવા રોડ ખાતના મકાનનું વગર કબજાનું રજીસ્ટર બાનાખાત કરાવી લીધુ છે.

મરતા પહેલા વૃદ્ધે સ્યુસાઈડ નોટમાં શુ લખ્યું
શક્તિરાજસિંહને તેમના પિતાની ત્રણ પાનાની સ્યુસાઈડ નોટ મળી હતી, જેમાં યોગેન્દ્રસિંહે જણાવ્યુ લખ્યુ હતું કે,ભાગીદાર વિલાસ જે આઈપીસીએલમાં નોકરી કરે છે. તેઓએ રૂ.65 લાખનું ગબન કર્યુ હતું. તેની ફરિયાદ વાગરા પોલીસ સ્ટેશનમાં કરી હતી. ત્યારપછી મને પૈસાની ટુટ પડતા વ્યાજે પૈસા લેવાનું ચાલુ કર્યુ હતું. આ પછી યોગેનદ્રસિંહે કેટલાક કેટલાક લોકે પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. અને તે વ્યાજ સહિત ઘણી રકમ પરત આપી દિધી હતી. તેમ તેઓએ સ્યુસાઈડ નોટમાં લખ્યુ હતું. છેવટે વ્યાજખોરોએ તેમના પૈસાની ઉઘરાણી ચાલુ રાખતા તેમના ત્રાસથી કંટાળી યોગેન્દ્રસિંહે ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લીધો હતો.

અગાઉ પણ વ્યાજખોરોએ ત્રાસ ગુજાર્યો હતો
શહેરમાં તત્કાલીન સીપી અનુપમસિંહ ગેહલોતના સમય દરમિયાન વ્યાજખોરો ઘણા શક્રીય થયા હતા. તેઓ વ્યાજે રૂપિયા આપી પોતાનું વ્યાજ વસુલવા ઉઘાડી લૂંટ ચલાવી હતી. જેને ધ્યાને લઈ અનુપમસિંહ ગેહલોત દ્વારા જે તે સમયે વ્યાજખોરોને દામવા અને તેઓ વિરૂદ્ધ યોગ્ય તપાસ કરી ફરિયાદ નોંધવા ખાસ દરબાર ભરવાની પદ્ધતિ ચાલુ કરી હતી. ત્યારે તેની અસર પણ પડી હતી. જોકે ફરી જાણે તે ભુલી વ્યાજખોરો શહેરમાં બેફામ બન્યા છે.

Most Popular

To Top