Business

વિધાનસભાની ચૂંટણીને પગલે 18મી એપ્રિલથી પીએમ મોદી ત્રણ દિ’ માટે ગુજરાતમાં

ગાંધીનગર : તાજેતરમાં ઉત્તર પ્રદેશની (UP) ચૂંટણી (Election) સહિત ચાર રાજ્યોમાં ભાજપને (BJP) મળેલા વિજય બાદ તેની ઉજવણી (Celebration) ગુજરાતમાં (Gujarat) બે દિવસની અંદર ત્રણ રોડ શો દ્વ્રારા કરાઈ હતી. તે પછી હવે ફરીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. 18મી ત્રણ દિ’ માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ખાસ કરીને દાહોદ તથા બનાસકાંઠામાં તો રેલીને સંબોધન કરશે, જ્યારે જામનગર તથા ગાંધીનગરમાં તો વિવિધ સમારંભોમાં હાજરી આપશે. ગુજરાતમાં હવે વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વડાપ્રધાન મોદી હવે સતત ગુજરાત પ્રવાસે આવનાર છે. આ ઉપરાંત પીએમ મોદી સરકાર તથા સંગઠ્ઠનના સિનિયર પદાધિકારીઓ સાથે રાજકીય રણનીતિ અંગે ચર્ચા કરશે, તેમ મનાય છે.

તા.18મી એપ્રિલે સાંજે વડાપ્રધાન મોદી અમદાવાદ આવી રહ્યા છે. સાંજે ગાંધીનગરમાં શિક્ષણ વિભાગ દ્વ્રારા સ્થાપિત કમાન્ડ એન્ડ કંન્ટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે. જ્યારે રાત્રી રોકાણ રાજભવનમાં કરશે.

તા.19મી એપ્રિલે સવારે બનાસકાંઠાના દિયોદરમાં જશે, તે પછી અહીં બનાસ ડેરીના એક પ્લાન્ટનું ઉદ્ધાટન કરનાર છે. અહીં ઉત્તર ગુજરાતની પશુપાલક મહિલાઓની રેલીને સંબોધન કરશે. દિયોદરથી મોદી જામનગર જશે, ત્યાં વિશ્વ આરોગ્ય સંસ્થાનના પ્રેરિત ગ્લોબલ આર્યુવેદા સંશોધન સેન્ટર માટે ભૂમિપૂજન સમારંભમાં હાજરી આપશે. તા.20મી એપ્રિલના રોજ પીએમ મોદી ગાંધીનગરમાં આયુષ મંત્રાલયની બે વિવિધ કોન્ફરન્સમાં હાજરી આપશે. ગાંધીનગરથી તેઓ સીધા દાહોદ જવા રવાના થશે. દાહોદમાં તેઓ આદિવાસી સંમેલનને સંબોધન કરશે. દાહોદથી અમદાવાદ આવીને તેઓ પરત નવી દિલ્હી જવા રવાના થશે.

Most Popular

To Top