Comments

આપણે ખરેખર સ્વતંત્ર છીએ?

લોકશાહી સરકાર શું છે? ઘણી વાર તે એક જ આવશ્યક તત્ત્વ સુધી સંકોચી નાંખવામાં આવે છે અને આ આવશ્યક તત્ત્વ ચૂંટણી પ્રક્રિયા છે. આ વાત કરીએ છીએ મુકત અને નિષ્પક્ષ રીતે ચૂંટાયેલી સરકારોના વડાની. સમાજના તમામ ભાગને ભાગ લેવાનો હક્ક છે કે નહીં તે પ્રશ્ન હોવા છતાં ભારત આ બાબતમાં સામાન્ય રીતે સારી કામગીરી કરે છે. ચૂંટણીની લોકશાહીમાં ભારત આંશિક રીતે જ મુકત છે એવું કહેનાર ફ્રીડમ રાન્સના આંક મુજબ ભારતની કામગીરીને 33/40 આંક મળ્યા છે જે સારું કહેવાય. ખરેખર તો અમેરિકા કરતાં આપણે ચડિયાતાં છીએ. અમેરિકાને 32 પોઇન્ટ મળ્યા. નાગરિક સ્વાતંત્ર્યના મામલે ભારતને 33/60 પોઇંટ મળ્યા જયારે અમેરિકાને 51 પોઇંટ મળ્યા. અમેરિકાને સ્વતંત્ર હોવાનું બિરુદ મળ્યું તો ભારતને આંશિક રીતે સ્વતંત્ર હોવાનું બિરુદ મળ્યું છે અને કાશ્મીરને મુકત નથી ગણવામાં આવ્યું.

આશ્ચર્યની વાત એ છે કે ચૂંટણીની લોકશાહી 40 પોઇંટ પર માત્ર સારી હતી જયારે નાગરિક સ્વાતંત્ર્યને 60 પોઇંટ મળ્યા પણ તે જ રીતે દુનિયાનો મોટો ભાગ લોકશાહીને જુએ છે. તે વ્યકિતના અધિકાર અને સ્વાતંત્ર્યની વાત છે. દર પાંચ વર્ષે એક કાર્ય પૂરતું સીમિત નથી. તો આ રીતે લોકશાહીનું મૂલ્યાંકન થાય છે અને આપણે શા માટે લપસી પડીએ છીએ. આમ છતાં લોકશાહીનું ત્રીજું એક પાસું પણ છે. જેની અહીં ચર્ચા નથી અને તે છે રાજયની કામગીરી. નાગરિકોનું જોડાણ તેણે ચૂંટેલા રાજકારણી સાથે નથી. આપણે તો અમલદારો અને કલેકટર તેમજ પોલીસો સાથે માથાં ફોડવાનાં છે. આપણે માટે તો આ લોકો જ રાજય છે અને તેઓ જ લોકશાહીના આખરી પ્રતિનિધિઓ છે. તેમનું મૂલ્યાંકન કરવામાં આવે તો વાત કયાં જઇને અટકે? કમનસીબે પરિસ્થિતિ સારી નથી. તેનો એક દેખીતો ભાગ ભ્રષ્ટાચાર અને બિનકાર્યદક્ષતા છે જેની સાથે આપણે જીવવાનું છે. બીજું કંઇક પણ છે અને તે છે અમલદારશાહીને પોતાની ઇચ્છા મુજબ વાળી શકવાની રાજકારણીઓની ક્ષમતા.

પોલીસ અને તપાસ સંસ્થાઓને રાજકારણીઓ પોતાના વિરોધીઓ પર છૂટા મૂકી દે છે અને આ તંત્રો તરફથી તેનો કોઇ પ્રતિકાર જ નથી. આ રીતે ઉપયોગમાં લેવાઇ રહેલા સંસ્થાના અધિકારીઓમાં કોઇ નૈતિકતા જ નથી દેખાતી. કેન્દ્ર સરકારના નિયંત્રણ હેઠળના એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ દ્વારા વિરોધી નેતાઓ અને પક્ષો પર પડાતા દરોડા હવે સાપ્તાહિક ઘટના બની રહી છે અને જેઓ જોખમરૂપ બની રહ્યા છે તેમને નિશાન બનાવાઇ રહ્યા છે તે તો દેખીતું છે. ફરી પાછી કેન્દ્ર સરકારના આધિપત્ય હેઠળની નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીનાં કર્મશીલો સામે ઉપયોગ થઇ રહ્યો છે. ભીમકોરેગાંવમાં મામલો મરાઠાઓ અને દલિતો વચ્ચેની અથડામણનો હતો પણ ભારતીય જનતા પક્ષ મહારાષ્ટ્ર વિકાસ અઘાડી સામે હારી જતા મહારાષ્ટ્ર પોલીસ પાસેથી તે લઇ લેવામાં આવ્યો અને જેઓ જેલમાં છે તેમાં ભારતીય જનતા પક્ષને નહીં ગમતા અને તે ચલાવી લેવા તૈયાર નથી તેવા લોકોનો પણ સમાવેશ થાય છે. તેમાંના એક ફાધર સ્ટેન સ્વામીનું જેલમાં મરણ થયું કારણ કે ભારતીય જનતા પક્ષે તેમને જામીન મળે તેનો વિરોધ ચાલુ રાખ્યો.

આ રાજકીય પક્ષના ઇશારે ખરેખર જે કંઇ બને છે તેથી અલગ જ બને છે. કોઇક અધિકારીએ તો તદ્દન બનાવટી અથવા છળકપટવાળો મુકદ્દમો તો ઘડી જ કાઢવો પડશે. બીજા કોઇ અધિકારીએ જે કંઇ બની રહ્યું છે તે નરદમ ગેરકાયદે છે તે જાણવા છતાં તેને મંજૂર કરવું જ પડશે. તેઓ કરશે. આવું બીજી લોકશાહીમાં નથી બનતું? તેથી જ અધિકારીઓ એવા લોકોને હેરાન કરવાનું ચાલુ રાખશે. જેમને હેરાન કરવાનું રાજકીય નેતાઓ ઇચ્છે છે. બધા કપટીઓ પકડાઇ જાય અને પરિણામો ભોગવવાં પડે ત્યારે? કોઇ પરિણામ જ નહીં આવે. તેથી જ અધિકારીઓ રાજકારણીઓના ઇશારે લોકોને હેરાન કરે છે. આવા અધિકારીઓ અને સ્ટેન સ્વામીને ગૌરવપૂર્ણ રીતે મરવા દેવાના અધિકારનો ઇન્કાર કરનાર વકીલોને શું કહેવું? પોલીસ અધિકારીઓને શું કહેવું જેઓ ભોગ બનેલાઓની પાછળ ઇરાદાપૂર્વક દોડયા એમ ખુદ અદાલત કહે છે! આવું કરવા માટે તમે જુદી જ માટીના બન્યા હોવા જોઇએ. આમ છતાં આખા તંત્રમાં આવા લોકોની સંખ્યા પ્રતિકાર કરતાઓ કરતાં ઘણી વધુ લાગે છે. માંસ પર પ્રતિબંધ હોય કે હિજાબ પર તંત્રમાં એવાં લોકો ભરેલાં છે જેને લોકોના હક્કનો ઇન્કાર કરવાનો ઉત્સાહ છે. સમાજ તરીકે તે આપણા માટે ભયંકર વાત કરે છે. રાજય આપણને આપણા સ્વાતંત્ર્યનો અધિકારનો ઉપયોગ નથી કરવા દેતું જે આપણને વૈશ્વિક આંક બતાવે છે. પણ આવી મર્યાદિત મોકળાશમાં પણ તંત્ર એવા લોકોની ઘટને શરણે થયું છે જેઓ ચૂંટાયેલા છે. આથી જ આધુનિક સુસંસ્કૃત, સમૃધ્ધ અને મુકત સમાજ બનવા માટેનો આપણો માર્ગ લાંબો છે અને અવરોધોથી ભરેલો છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top